________________
થાગદસિમુશ્ચિય રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે, અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે. પણ તત્વથી હું પિતે તે નથી, તે તે દેડુપયોયરૂપ નથી, હું તે અનંતાનંત જ્ઞાનશકિતને સ્વામી સંવેદ્ય એ અચલ સ્થિતિવાળા શાકવત આત્મા છું, એમ તે મૂઠ જાણતા નથી.’ આમ પિતાના દેહમાં આત્માને અધ્યાસ કરતો એ આ બહિરાત્મા “ પરના આત્માનો જ્યાં વાસ છે એવા સ્વદેહ સદશ અચેતન પરદેહને આ પારકે દેહ એમ માની બેસે છે. અને આમ દેડેમાં વપરના મિથ્યા અધ્યવસાયને માન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મજ્ઞ જનને બ્રો-પુત્રાદિ સંબંધી વિક્રમ વર્તે છે, અને તેમાંથી અવિદ્યા નામને દઢ સંસ્કાર જમે છે,-કે જેથી લોક પુન: દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.' જડ ચલ જડ ચલ કર્મ જે દેહને છે, જાણ્યું આતમ તત્વ બહિરાતમ બહિરાતમતા મેં ઘડી હોજી, ચતુરગે અકત્વ. નમિપ્રભ૦ - શ્રી દેવચંદ્રજી.
દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાથે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, અને તે વિષયપ્રાપ્તિના સાધનરૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદન્ન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે, અને વિશેષ વિશેષ લાભ ધરત રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળપ્રપંચ-માયાકપટ કરી પિતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે, અને તેથી હાથે કરીને આ ભવપ્રપંચ ઉભું કરીને, સંસાર પરિભ્રમણદુઃખ પામી, તે ભદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આ જીવનું સંસારચક ચાલ્યા કરે છે.
x “ बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः। स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।
नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनंतानंतधीशक्तिः स्वसंवेद्योऽवलस्थितिः॥ स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ।। स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यक्त्वनां प्रविशदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીછકૃત શ્રી સમાધિશતક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org