________________
(૪૮૮ )
યોગદાસબુચ
ને ભાવી બંધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મોહને હઠથી “અનુભવ હંસ હઠાવી અંતરમાં નિહાળે છે, તો એક આત્માનુભવથી જ જેને મહિમા શું ખરે” ગમ્ય છે એવો આ પ્રગટ આમા ધવપણે “સ્થિત” છે, અને તે નિત્ય
કર્મકલંક પંકથી રહિત એવે સ્વયં શાશ્વત દેવ છે'. આમ હંસ જેમ ક્ષીર-નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્યગુદષ્ટિ પુરુષ આત્મા-અનાત્માનો વિવેક કરે છે, સ્વ-પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જાદુ છે. મ્યાનથી જેમ તલવાર નદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જૂદ છે, એમ તે અનુભવે છે; સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો-જૂદ ને જૂદ જણાય છે અને જે પ્રગટ ચિતન્યમય સ્વરૂપ છે, એ આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જૂદી છે, તેમાં પલંગ ન્યારે જૂદ છે, તેમાં સેજ-પથારી ન્યારી છે, તેની ચાદર પણ ન્યારી છે, આ પરવસ્તુ સાથે મહારો સંબંધ છે, એમાં મહારી સ્થાપના કરવી-આત્મબુદ્ધિ કરવી જૂઠી છે, એમ સમજી સમ્યગુદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતા ભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બનો, દષ્ટિ ખેલીને દેખે છે, તે પિતાનું-આત્માનું સ્વરૂપ દેખે છે. નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવો કરે, અનુભવ હંસ શું પંખ રેપણુમું પદપંકજ પાર્શ્વના.”
–શ્રી આનંદઘનજી. “ચિત્રસારી ન્યારી, પરજક ન્યારો, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂડી મેરી થપના;
અતીત અવસ્થા સૈન, નિદ્રા વહી કેઉ પન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના શ્વાસ ઓ સુપન દઉ, નિદ્રાકી અલંગ બુઝે, સૂઝે સળ અંગ લખી, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દષ્ટિ લિકે, સંભાવે રૂપ અપના”
–કવિવર બનારસીદાસજી. અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, ‘તtsé. નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષમ-સૂતો હતો, અને જેના સદભાવે હું જાગ્રત થયે--ઊડ્યો, તે અતીન્દ્રિય અનિદેશ્ય એવો સ્વસંવેદ્ય હું છું. (જુઓ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગદષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સમ્યગ જ્ઞાનસુધારધામ એ આત્મા જાગ્યા છે ને બેલી ઊઠે છે કે
*"येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन सा नासौ नैको न द्वौ न वा बहुः ॥ यदभाव सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥"
–શ્રી સમાધિશતક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org