________________
સ્થિરાદષ્ટિ: “હ પરભાવને કેમ ચાખે?' નિશંક સમ્યગૃષ્ટિ
(૪૭૭ ) શ્રી સદગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ હાર નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”—શ્રીમદ્ રાજચંદ્રજી,
માટે મહારે આ મહારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા ગ્ય છે માટે હું હારા આત્મભાવને જ ભાં ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યાં એ જ છે. આપણે આત્મભાવ જે એક ચેતનાધાર છે. તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજ બધા સાથે સંગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર !
“આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે,
અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિજિન”-શ્રી આનંદધનજી.
આમ જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાનો વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં બેબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું
આ દષ્ટાંત બરાબર ઘટે છે.-જેમ કોઈ એક પુરુષ બ્રાંતિથી ધાબીના તેહ પરભાવને ઘેરથી વસ્ત્ર લઈ આવી, પોતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે કેમ ચાખે?” અજ્ઞાની હેઈ, બીજાએ તેનો છેડો પકડી તેને બળથી નગ્ન કરવા માંડ
અને કહ્યું કે “અલ્યા ! જલદી ઊઠ ! આ હારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે!” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તે પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને આત્મીય પ્રતિપત્તિથી–પોતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતો હતો. તે સ્વયં અજ્ઞાની હેઈ, ગુરુ પર ભાવવિવેક કરી તેને “એક” કરવા માંડે છે ને ઉપદેશ છે કે-“અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રોત-શ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ ભાવને શીવ્ર મૂકી દે છે. કારણ કે–
x “जह णाम कोवि पुरिसो परदष्वमिणंति जाणिदुं चयदि ।
तह सच्चे परभावे णाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ )– શ્રી સમયસાર અને અમૃતચંદ્રાચાર્યની ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org