________________
કે
,
અને
(૪૭) રાગાદિ અશુદ્ધ ભાવના સદભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતું, એમ જાણી રાગાદિ ત્યજી આત્મા ન બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પોતાના આત્માની દયા છે. (૫) આસ્તિય–સ્વત:સિદ્ધ એવા તત્વના સદ્દભાવમાં-હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,–આત્મા આદિનો જે ધર્મ છે તે યથાવત વિનિશ્ચય કરો તે આસ્તિકાય છે. આ આસ્તિક્ય જે આત્માનુભૂતિ સહિત હોય તો જ સમ્યકત્વ છે, નહિં તો મિથ્યા આસ્તિય છે.
આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધમ. ”-શ્રી આત્મસિદ્ધિ.
“ ક્રોધાદિક કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણું થઈ ! અરે જીવ! હવે
ભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાંવડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણે અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.”
–-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨.
આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ–આત્માનુભવ સહિત હોય તે સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે; આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્ગદર્શનના લક્ષણ
નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશમાદિ ગુણુ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રમાદિ ગુણની
વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંત પણું થાય, માત્ર મોક્ષ શિવાય બીજે અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્તે, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પોતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલો જીવ સદ્દગુરુના ઉપદેશને પાત્ર બને છે અને તે ઉપદેશ બોધથી સર્વિચારણાની ફુરણું થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મેક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિકય ઉપજે છે, અને આત્માનુભૂતિ–આત્મજ્ઞાન પ્રગટી સમ્યગ્દર્શન સાંપડે છે, અને તેથી મોહ ક્ષય થઈ નિર્વાણ પદ પામે છે. માર્ગ પ્રાપ્તિનો આ અવિકલ ક્રમ મહાસમર્થ તત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org