________________
સ્થિરાદ : નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન
(૪૬૯)
અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે- ત્યાગ કરવા ગ્ય છે. (૫-૬) હેય એવા અજીવ
તવનો ઉપાદાનહેતુ આસવ છે, અને તેના આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વવિવે છે, એટલે એ બન્ને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને કથી ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્વના હાનના-ક્ષણપણના હેતુ છે,
અને તે હેયના પ્રહાણુરૂપ-આયંતિક ક્ષીણુતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તવ ઉપાદેય છે.-આ હેયોપાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાઈથી-પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણસૂત્રની જેમ નવતત્ત્વગત છતાં એકવ છેડતી નથી!” આ ભિન્ન જતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમકિત છે. (જુઓ પૃ. ૪૦)
" उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥"
શ્રી સમયસા૨કલશ
“નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ
શુદ્ધ સ્વરૂપે રે તે બ્રા દાખવે, કેવળ અનુભવ ભાણ..વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વય જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ...વીર.”—શ્રી આનંદધનજી
આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિલો પણ છે, અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિય એ પાંચ છે (જુઓ-પૃ.
૪૧-૪૨). આ પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ પ્રશમાદિ છે, આત્માનુભૂતિ અથવા સમ્યકત્વ સાથે જે તે હોય છે. તે ગુણ છે, બાહ્ય લક્ષણ નહિં તે ગુણાભાસ છે. અર્થાત આત્માનુભૂતિ ન હોય તો પ્રશમાદિ
સમ્યમ્ દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે: (૧) પ્રશમ–વિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષય કષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે.
(૨)સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધર્મફલમાં પરમ ઉત્સાહ, (૩) સાધર્મિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે– (૫)સમ્યકત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માને અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org