________________
(૫૬)
થાગ હસમુથ, તેજ તે સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ “સવ તેજનું તેજ” એવું આ સમ્યગ્ગદર્શનારત્નનું તેજ તે અનુભવપ્રગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાત નથી અને ચંચલતા-અસ્થિરતા પામતો નથી, તેમ આ સમગ્રદર્શનરૂ૫ રત્નદીપ મોહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતા-અસ્થિરતા પામતો નથી. “ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે.” (જુઓ ફૂટનોટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રૂમ-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગદર્શનરૂ૫ રનદીપ સદા રમણીયસુંદર દેખાય છે, તથા “પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હે લાલ”-પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ-ક્ષીણ થતું નથી, દૂબળા પડતા નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા દશા” અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગુદાનરૂપ રત્નદીવામાં પુદ્ગલરૂપ તેલ નાંખવું પડતું નથી અર્થાત પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, “જેહ ન શુદ્ધ દશા દહે હે લાલ,” અર્થાત શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે.-રત્નદીપકના રૂપક પરથી ફલિત થતો આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજીએ પિતાના આ અમર કાવ્યમાં અદ્દભુત રીતે સંગીત કર્યો છે – “સાહેલાં હું કુંથુ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દીપ હ લાલ સારુ મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ ઝીપતો હો લાલ ” ઈ. (જુઓ પૃ. ૬૯)
તેમજ-૨નના પ્રકાશની જેમ આ દષ્ટિનો બોધ પણ (૧) અપ્રતિપાતી, (૨) પ્રવદ્ધમાન, (૩) નિર પાય, (૪) અન્યને અપરિતા પહેતુ, (૫) પરિતોષહેતુ, (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. (પષ્ટીકરણ માટે જુઓ પૃ. ૬૯-૭૦). ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિર દષ્ટિના દર્શનનું–બોધનું સમાનધર્મપણું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ, તેમ તેમ તેમાંથી એર ને ઓર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્દભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સંક્ષેપમાં તેનું દિગદર્શન કર્યું છે. વમતિથી વિશેષ વિચારવું.
યોગનું પાંચમું અંગ-પ્રત્યાહાર વિષય વિકારે ન ઇદ્રિચ જેકે, તે ઈહાં પ્રત્યાહાર રે.”—. સક્ઝાય, ૬-૪.
યેગનું ચોથું અંગ પ્રાણાયામ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર ( પ્રતિરૂઆહાર) એટલે ઈદ્રિયનું વિષમાંથી પ્રત્યાહત થવું-પાછું ખેંચાવું તે. “વિષયોનો અસંપ્રયોગ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org