SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ દીરાદષ્ટિ : દી પા દષ્ટિને સાર અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅવેધસંવેદ્ય વંતનો બાધ અસત્ પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલે હાઈ વિષમિશ્રિત પદ અન્ન જેમ સુંદર નથી હોતું. એટલે આ અવેદ્યસંવેદ્ય પદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમહને લીધે તેથી ઉગ-કંટાળે પામતા નથી; અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અપમતિ જ આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતઆચરણ છોડી દે છે! અહો! આવા આ દારુણ તમને ધિક્કાર છે ! આવું આ અદ્યસંવેદ્ય પદ અંધપણુરૂપ હોઈ દુર્ગતિમાં પાત કરનારું–પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ચગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે-અન્ય સમયે જીતાવું અશક્ય છે. “એવા અવગુણવંતનું જી, ૫દ જે અવેદ્ય કઠોર સાધુસંગ આગમ તજ, તે ધુરંધર મનમેહનત ” અને આ અવેવસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆ૫ નિયમથી ટળે છે. આ કુતર્ક બોધને ગરૂપ છે, શમને અપાયરૂપ છે, શ્રદ્ધાને કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ આ કુર્તક પ્રગટપણે વિષમ કતકપ્રહ ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુછ કુતર્કમાં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી; પણ કૃતમાં, શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કરવો યુક્ત છે. તેમજસર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તો એથી શું પ્રજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે-દૂષણભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતો હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂર્ણ વિક૯પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દોષ આ કુતર્કથી ઉપજે છે. તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે ? અને વિચારવંત જીનો પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગોચર હેત નથી, પણ આગમને જ ગોચર હેય છે. એટલે આ આગમપ્રધાન, શ્રાદ્ધ, શીલવાન એવો ગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રજતાં પુરુષ ઉત્તમ તત્વને પામે છે.” અને તત્વથી ઘણું સર્વરો ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy