________________
દીમાદષ્ટિ : મોક્ષને શાંતિ માર્ગ એક જ
(૩૯૭) ૫. દુષ્ટ જનની સંગતિ છોડી દઈ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિને હેતુરૂપ યોગ-સમાધિમય ચિત્તભાવને ભજવું, એ શાંતિનો સન્માર્ગ છે.
“વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેજ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બોધ રે...શાંતિ દુર જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે,
યેગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે મુગતિનિદાન શાંતિ.” ૬. માન-અપમાનને સમાન જાણે, વંદક-નિંદકને સમ ગણે, કનકપાષાણને સરખા માને, સર્વ જગજંતુને સમ ગણે, તૃણમણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમાર્ગ છે.
માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈશ્ય હાય તું જાણું રે શાંતિ સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે,
મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે....શાંતિ.” ૭. તેમજ-આપણે આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર (પરિવાર) બીજા બધા સાથસંયોગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં સમાઈ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાને શ્રેષ્ઠ ઉપાય છે.
“આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે,
અવર સવિ સાથ સાગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિ.” ઈત્યાદિ પ્રકારે આ શમપરાયણ માર્ગનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે.
“ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ સર્વ મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઈરે છે, એટલે તે સર્વને માગ એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વે માર્ગ “તીરમાર્ગ” છે, માટે તે એક જ સ્વરૂપ
_ છે, તેમ આ સર્વ મુમુક્ષુઓના માર્ગ પણ “ભવ-તીરમાર્ગ'-મોક્ષમાર્ગ મોક્ષને શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે માર્ગ એક જ માર્ગની નિકટ હોય ને કઈ દૂર હોય. જેમ સાગરમાં કોઈ તીરમાર્ગ
કાંઠાની નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે “તીરમાર્ગ' જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org