SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : ઈદનું સ્વરૂપ જ્ઞની આત્માર્પણ ભાવના (૩૭૧ ) ઈચ્છાપૂર્ત કર્મ અને આશયભેદે ફલભેદ. તથા– इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः। नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥११५ ॥ લેકે ચિત્ર અભિસંધિથી, ક ઇચ્છાપૂર્ત; વિચક્ષણે સહુ દેખવા, નાના ફલથી યુક્ત. ૧૧૫ અર્થ –જે ઈછાપૂર્ત કર્યો છે, તે સર્વેય લોકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે-અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફલવાળા છે, એમ વિચક્ષાએ દેખવા યોગ્ય છે. વિવેચન ઉપરમાં તે તે તેના સ્થાનનું ચિત્રપણું અને તેના સાધનોપાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનું વળી પ્રકારતરથી સમર્થન કરવા માટે અહીં બીજી યુક્તિ રજૂ કરી છે – ઈચ્છાપૂર્ત વગેરે કર્મો જે લેકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા અભિપ્રાયભેદે જુદા પ્રાણીઓને જૂદા જૂદો અભિસંધિ–અભિપ્રાય હોય છે, આશયકુલભેદ વિશેષ હોય છે. અને તેથી તે સર્વના ફલ પણ જૂદા જૂદા હોય છે, એમ વિચક્ષણ પુરુએ-ડાહ્યા વિદ્વજનોએ જાણવું યોગ્ય છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઈછાપૂર્ત વિગેરે કર્મો કરવામાં જે જેવો અભિપ્રાયભેદ હોય છે, તે તે તેને ફલદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનેને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલબ-ઇરાદ (Intention) તેવું ફલ, “જેવી ભાવના તેવી સિદ્ધિ'. ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહે છે – ऋत्विग्भिमंत्र संस्कारैर्ब्राह्मणानां समक्षतः। अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ વૃત્તિ – પૂતન મન-ઈષ્ટાપૂ કર્મો-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ઇચ્છાપૂર્ત કર્મો, ઢો-લોકમાં, પ્રાણિગણમાં, ત્રિામપંધિત --ચિત્ર અભિસંધિથી–અભિપ્રાયરૂપ કારણથી. શું? તો કેનાનાથwાનિ-નાના પ્રકારના ફલવાળા, ચિત્ર ફલવાળા છે એમ, સર્વાન-સર્વે, પ્રસ્થાનિદેખવા યોગ્ય છે,–તભેદને લીધે. તેનાથી? તે માટે કહ્યું-વિરક્ષળે-વિચક્ષણથી, વિદ્વાનેથી. વૃત્તિ –ાત્રિમ -યજ્ઞમાં અધિકૃત એવા ઋત્વિગાથી, મંત્રરંવાદ-કરણભૂત એવા મંત્રસંસ્કારે વડે કરીને, ત્રાક્ષાનાં સમાતા-બાહ્મણની સમક્ષમાં તેનાથી અન્યને, કરતાં -વેદીની અંદર, હિં-સ્પષ્ટપણે, નિશ્ચયે, ચરં-જે હિરણ્ય (સુવર્ણ) આદિ દેવામાં આવે છે, છું તમિત્તેતે “ઈષ્ટ' કહેવાય છે,-વિશેષ લક્ષણના યોગને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy