________________
(૨૯૨)
યોગદષ્ટિસમુચ્ચય
પદ અઘસંવેદ્ય તે, એહ થકી વિપરીત;
ભવાભિનંદી વિષયી તે, સમારેપણ સહિત. ૭પ. અર્થ –એનાથી વિપરીત તે અદ્યસંવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિનંદી છે,-(ભવાભિનંદી જીવને તે હોય છે), અને તે સમારોપથી સમાકુલ એવું હોય છે.
વિવેચન
એહ થકી વિપરીત છે, પદ તે અવેવસંવેવ; ભવાભિનંદી જીવને, હોય તે જ અભેદ્ય...મન –ી છે. દ. સઝાય. ૪-૮
ઉપરમાં જે વેધસંવેદ્ય પદનું લક્ષણ કહ્યું, તેનાથી વિપરીત-ઉલટા પ્રકારનું જે છે, તે “અવેધસંવેદ્ય પદ” કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે –
“અદ્ય” એટલે અવેદનીય,-ન વેદાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે જે શ્રાદ્ય- ગ્રહણ કરી
શકાય એવું નથી, તે અવેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પરિ. “અવેદ્ય” ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ “અવેદ્ય કહ્યું છે. એટલે શું? ભાવગીઓને સામાન્યપણે વરતુસ્થિતિનું અમુક પ્રકારનું સામાન્ય
સમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગદર્શન હોય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસંવેદન, સમ્યગદર્શન, અનુભૂતિ હોય છે. જેમકે-છે દેહાદિથી ભિન્ન આતમા રે”—એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવનો નિશ્ચય સામાન્યપણે સર્વ ભાવગીઓને હોય જ છે. એવો અનુભવ અવિકલ્પરૂપ-નિર્વિક૯૫ બેધરૂપ હોય છે, એમાં કઈ પણ વિક૯૫ હેતે નથી, એટલે તત્ત્વવિનિશ્ચયરૂપ આ નિર્વિકલ્પ અનુભવ સમ્યગુદર્શનસ્વરૂપ છે. કારણ કે “દર્શન” અવિકલપરૂપ કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપત્તિને લીધે. (તેવું સમાન પરિણામ ધટતું નથી તેથી).
આવું જે “અ” તે સંવેદાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષપશમને અનુરૂપપણે ઉપલવસાર-વિપર્યાસરૂપ (ગોટાળાવાળી) એવી નિશ્ચયબુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણ જલની જેમ જે પદમાં જણાય છે, તે તથા પ્રકારનું અઘસંવેદ્ય છે. એટલા માટે જ કહ્યું –
મવામિન-વિષચં-ભવાભિનંદી જેનો વિષય છે એવું, ભવાભિનંદીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. (ભવાભિનંદી એટલે ભવને સંસારને અભિનંદનાર, વખાણનારો, સંસારમાં રાચનારો).
સમારોહમાલુમ્-સમારેપથી સમાકુલ-અત્યંત આકુલ મિથ્યાત્વના ષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારે પથો તેવા પ્રકારે પણ તે ગલિત છે, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org