________________
( ૨૪૮ )
યોગદરિસમુચ્ચય ખારા પાણી સમ બધા, ભવયોગ અહીં જાણો
તરવકૃતિ તે તો મઠ, જલના જોગ સમાન. દર અર્થ --અને અહીં ખારા પાણી સર સકલ સંસાર યુગ માન્ય છે, તથા તત્વશ્રુતિને મધુર જલના યોગ સમાન માની છે.
વિવેચન ખાર ઉદક સમ ભવ ત્યજે” – શ્રી ચ, ઇ. સ. ઉપરમાં જે ખારું પાણ-મીઠું પાણી વગેરે કહ્યું, તે શું? તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. સમસ્ત સંસાર યંગ-સકલ સંસારપ્રસંગ છે, તે ખારા પાણી બરાબર છે.
અતશ્રવણુરૂપ સંસાર પ્રસંગ પણ તેમજ ખારા પાણી જેવો છે. ખારા સંસાર પાણીના ગે બીજ ઊગે નહિં, બળી જાય, તેમ સંસારપ્રસંગ અથવા ખારું પાણી અતશ્રવણરૂપ ખારા પાણીના વેગથી પુણ્યબીજ વા બોધબીજ ઊગે
નહિં, પણ બળી જાય. જ્યાંલગી આ સંસાર સમુદ્રનું ખારું પાછું પીવાની હસ મનુષ્ય ધરાવે, ત્યાં લગી બાધબીજ પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. જ્યાં લગી આ ખારું પાણી પીવાનું છોડી દઈ, ચિનમાં દઢ વેરાગ્યરંગ ન લાગે, ભોગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનનો ઉદ્દભવ થવો સંભવતો નથી. “ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂવે નિજ ભાન.”—શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ.
અને વિવેકીને મન તો આ સંસાર સાગર ખરેખર ખારોજ લાગે છે, પ્રતિક્ષણે તેને તેને તેવો કડવો અનુભવ થાય છે, એટલે તે ક્ષણભર પણ તે સંસારમાં રહેવાને ઈચ્છતો નથી. કારણકે તે વૈરાગ્યભાવના ભાવે છે કે –
આ સંસાર સમુદ્રમાં ઉપજતા સર્વ સંબંધો મનુષ્યને વિષદાના સ્થાન થઈ પડે * “भवाब्धिप्रभवाः सर्वे संबंधा विपदास्पदम् । संभवन्ति मनुष्याणां तथान्ते सुष्टु नीरसाः ॥
वस्तुजातमिदं मूढ प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रहः कोऽयमनौषधः ॥ यद्वद्देशान्तरादेत्य वसन्ति विहगा नगे । तथा जन्मान्तरान्मूढ प्राणिनः कुलपादपे ॥ રાતતઃ પરિસ્થથ તે વારિત પત્ર: ૧ રવવામાનઃ સાશ્વત્તથત વાઘ દિન છે शरीरं शीर्यते नाशा गलत्यायुर्न पापधीः । मोहः स्फुरति नात्मार्थः पश्य वृत्तं शरीरिणाम् ॥"
શ્રી શુભચંદ્રાચાર્યજીત જ્ઞાનાવ. - આ ભાવનાઓનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવમાં, શ્રીમદ્ રાજચંદ્રજીકૃત ભાવનાવબોધમાં, અને શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયેજીકૃત શ્રી શાંતસુધારસમાં અત્યંત વિસ્તારથી વર્ણવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે સ્થળે જોવું. અને તેના આધારે સંક્ષેપમાં કહ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org