________________
(૨૪૪)
- યોગદષ્ટિશથિય શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચકખું ચિત્ત છે.”—શ્રી યશોવિજ્યજી. “શુદ્ધાશય પ્રભુ થિર ઉપયોગે, જે સમરે તુજ નામજી;
અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃત રસ ધામજી, ”– શ્રી દેવચંદ્રજી.
અને આમ જ્યારે ચિત્તની પાટી ચેકખી (Clean Slate) થાય છે, ત્યારે જ તેમાં તવશ્રવણુરૂપ અક્ષર લખાય છે, ત્યારે જ જીવ તવશ્રવણનું યોગ્ય પાત્ર બને છે. એટલે તે મુમુક્ષુ જોગીજન તવશ્રવણમાં તપુર-ઉદ્યક્ત થાય છે, ધર્મતત્વ સાંભળવાને રસીઓ થાય છે. આ આખું જગત્ “ધર્મ ધર્મ ” એમ કહેતું ફરે છે, પણ આ ધર્મને મર્મ કઈ જાણતું નથી, માટે આ ધર્મ એટલે શું? ઘમનું વાસ્તવિક તત્વસ્વરૂપ શું? ઈત્યાદિ તત્વવાર્તા સદ્દગુરુમુખે શ્રવણ કરવામાં એ સદા ઉત્કંઠિત રહે છે.
એટલે શ્રી સદગુરુ ભગવાન પ્રકાશે છે કે– વરઘુરાવો ઘો – વસ્તુને સ્વભાવ તે ધર્મ ” આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ, એટલે કે આત્માનું સ્વ
* સ્વભાવમાં વર્તવું તેનું નામ ધર્મ. જે જે પ્રકારે આત્મા સ્વવસ્તુધર્મ ભાવમાં-આત્મભાવમાં આવે તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ,
ક્ષપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત-અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હેઈ, સંવર-નિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે. અને પછી સર્વ પ્રદેશે કર્મને અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાન્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એ સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ, વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જે ભાવધર્મને હેતુરૂપ થતા હોય તે ભલા છે-રૂડા છે, નહિં તો ભાવ વિના એ બધાય “આલ' છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને-આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સહીને આરાધે છે, તે પછી કમ બાંધો નથી, ને તેને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે.
“સ્વામી સ્વયંપ્રભને હું જાઉં ભામણે, હરખે વાર હજાર, આ વસ્તુધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કુપા કિરતાર...સ્વામી.
નામ ધર્મ હે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હૈ હતુપણે ભલા, ભાવ વિના સહુ આલ. સ્વામી છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org