SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૨ ) યોગદરિસણય - અને એવી નિરુપાધિક, નિ:સ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત-સગાઈ તે ધર્મની જ છે. “ધર્મપ્રેમ એ જ સાચે પ્રેમ છે. કારણ કે ધર્મ જ પરમ મિત્ર-સુહદની જેમ જ્યાં જ્યાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સર્વત્ર તેને અનુ“ધર્મ પ્રેમ ગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મએજ સાચે કલ્યાણ સાધી, સાચે નિર્ચાજ મિત્રભાવ બજાવતા રહે છે. એટલા પ્રેમ છે ” માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મરૂપ પરમ લ્યાણમિત્રને સંસર્ગ કદી પણ છોડવા યોગ્ય નથી, એમ આ ઉપરથી સાર બધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રો પોકારીને કહે છે કે પાપથી દુઃખ ને ધર્મથી સુખ છે, એટલા માટે પાપ કરવું નહિં, ને ધર્મને સંચય કરવો ” કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપંચ કરી, ગમે તેટલા કાળા ધેાળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “દો-લત” એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ઋદ્ધિસમૃદ્ધિ મેળવે, અરે! જે જ્યાની તે સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહીજી’ ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુંય એમને એમ ધર્યું રહે છે, જે જયાનું છે તે ત્યાંનું ત્યાં જ પડયું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કોટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડબ ખાલી કરી, એ બધય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહાપરાક્રમી વિજેતા એલેકઝાંડર (સીકંદર) અંગે કહેવાય છે કે–તે જ્યારે મૃત્યુશા પર હતો, ત્યારે તેણે એવા આદેશ કર્યો હતે કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે હારી મુઠ્ઠી ખુલી રાખજે, ને જગને બતાવજે કે આ સીકંદર ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જાય છે. “પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેઈ ન આવી સાથ રે...જિનાજી! મિચ્છા દુકકડ આજ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન “ જુહીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ. માયાજાલરે.” -શ્રી વિજયજી. * “દુર્ણ પાપાત પાર્વશાપુ રિથતિઃ | જમતઃ પvi áથો ઘણા – શાસૂવાર્તાસમુચ્ચય " पापाहुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् । તરમાહિાથ gri anતુ યુવાથી સરા ધર્મન્ –આત્માનુશાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy