________________
તારાદષ્ટિ : ચાર પ્રકારની ધર્મકથા, શુદ્ધ યોગીઓ પ્રતિ બહુમાન
(૧૮૯) તે સાધક યોગ છે. તે સાધકગની પરાકાષ્ટા-છેવટની હદ તે સિદ્ધ યોગ છે. તે સિદ્ધ યોગમાં સકલ કર્મનો ક્ષય હોય છે, પૂર્ણાનંદમય સહજાન્મસ્વરૂપ પ્રગટે છે, આત્મગુણની સંપૂર્ણતા ની પજે છે, ને યોગી આત્મભેગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.*
આવા મોક્ષસાધક યુગ સંબંધી જે કાંઈ કથન હોય, અથવા આવા યોગને સાધ નારા પુરુષોની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હોય, ત્યાં ત્યાં આ દષ્ટિવાળા મુમુક્ષુને
- પરમ પ્રીતિ ઉલૂસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માર્ગ પ્રત્યે ચાર પ્રકારની આર્ષનારી એવી આક્ષેપણી ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે ધર્મકથા છે. અસનમાર્ગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણ કથા તે ચિથી
સાંભળે છે. કર્મવિપાકનું વિરસપણું બતાવી સંવેગ–મોક્ષાભિલાષ જન્માવનારી સંવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપકર્મને કડવો વિપાક દેખાડી નિર્વેદ-ભવવૈરાગ્ય પેદા કરનારી નિજની કથા તેને રુચે છે. ટૂંકમાં, જ્યાં કયાંય આત્મકલ્યાણની કથા-વાર્તા ચાલતી હોય, જ્યાં ક્યાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હોય, જ્યાં કયાંય સદગુરુના ગુણગણનું ગૌરવ ગાન ગવાતું હોય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજજન કરે છે. કારણ કે આત્મહિતકર ચેમકથાને તે પરમ દુર્લભ જાણે છે. તે જાણે છે કે-આ જગતમાં સર્વત્ર અર્થની કથા, કામની કથા અત્યંત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્યપણું-ગુરુપણું કરતાં “જીવે કામગ–અર્થની કથા અનંતવાર સાંભળી છે, અનંતવાર પરિચિત કરી છે, અનંતવાર અનુભવેલી છે.”* પણ મોક્ષના સાધનરૂપ સંતકથા, વેગકથા, ધર્મકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતો હોઈ, એવી ઝેર જેવી ભેગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ ભેગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન કુરે ? “જિન ગુણ અમૃતપાનથી મન- અમૃત ક્રિયા સુપસાય રે...ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન આતમ અમૃત થાય છે.....ભવિ.”–શ્રી દેવચંદ્રજી “ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મહારી નિર્મળ થાયે કાયા રે.” શ્રી યશોવિજયજી * “ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ;
પૂર્ણાવસ્થાને નીપજાવત, સાધન ધર્મ સ્વભાવ...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શૈલેશી લગે, આતમ અનુગત ભાવ;
સંવર નિર્જરા હે ઉપાદાનહેતુતા, સાધ્યાલંબન દાવ..સ્વામી-શ્રી દેવચંદ્રજી * “ सुदपरिचिदाणुभूदा सवस्स वि कामभोगबंधकहा ।।
પથરૂવર્સ્ટમાં જવા ન દુહો વિદત્તક ”– શ્રી સમયસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org