________________
ભિયાણ બાણુની લહિયાની ઉ૫યા
(૧૬) છે! (૩) અથવા સદ્દગુરુ મળ્યા હોય, પણ પિતાનામાં તેની યોગ્યતા ન હોય, તે યોગ : ન મળ્યા બરાબર થાય છે. “લગન વેળા ગઈ ઊંઘમાં” તેના જેવું થાય છે !
અને બીજું એ સમજવાનું છે કે બાણનું નિશાન-લય એક જ હોય છે. તે નિશાનથી આડુંઅવળું–વાકુંચૂંકું, ઉપર નીચે બાણ જાય, તે નિશાન વિંધાતું નથી, ખાલી જાય
છે, અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક લક્ષ્ય એક જ ફળ થાય છે, પણ એક ઈષ્ટ લક્ષય પામવારૂપ ફળ મળતું નથી. તેમ
પરમાર્થમાં પણ એક જ નિશાન છે, એક જ લય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મોક્ષ એ જ એક લક્ષ્ય છે. એટલે જે યોગ, જે ક્રિયા તે એક મોક્ષ પ્રત્યે લઈ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તો એક મોક્ષરૂપ ફળને ચકી જઈ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનારી છે. આમ અવંચક એવા યેગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ગ, ક્રિયા ને ફલની અનેકતા છે. “એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે ધાર તરવારની”
–શ્રી આનંદધનજી આમ એક જ લયના અનુસંધાન-જોડાણરૂપ જે પેગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા જે કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક મોક્ષફળ જે મળે, તો એ ત્રણે અવંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસંધાનરૂપ યોગ ન હોય, વિવિધલક્ષી અનેકાંત ક્રિયા હોય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચાર ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વંચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદગુરુ પુરુષના સમાગમ ભેગથી થાય છે, માટે સાચા સદ્દગુરુને ચગ-તથારૂપ એળખાણ તે કારણનું પણ કારણ હોવાથી ચગાવંચક છે, તે પુરુષ સદ્દગુરુના સેવા ભક્તિ આદિ કરવા તે કિયાવંચક છે, અને પરંપરાએ તેના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થવી તે ફલાવંચક છે.
જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મેળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષણ પણાને પામે છે. પુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દેષ જેવા ભણું ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. x x x જીવને * "जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकंतं सफलं होइ सचसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो। सुद्धं तेसिं परकंतं अफलं होइ सवसो" ॥
–શ્રી સૂયગડાંગ સૂત્ર (પરમાર્થ માટે જુઓ-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૦૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org