SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) યોગદષ્ટિસમુચ્ચય સાધક થઈ જાય છે. કારણ કે આ યોગીને “દૃષ્ટિ' પ્રાપ્ત થઈ છે, અને તે છે કે મંદપણે ઉઘડી છે, તે પણ “દષ્ટિ”ના કહેલા લક્ષણ પ્રમાણે તેને “સતશ્રદ્ધાસંગત બોધ” હોય છે. એટલે તેને પુરુષની, સદ્દગુરુની, સશાસ્ત્રની શ્રદ્ધા અવશ્ય હોય છે, તેની આજ્ઞાને પ્રધાન ગણ તેને અનુકૂળ પ્રવૃત્તિ તે કરે છે, અસતપ્રવૃત્તિ છોડી દીએ છે, કે જેથી સતપ્રવૃત્તિપદ નિકટ ખેંચાતું જાય છે. “સબળા સાહિબ એળગે, આતમ સબળો થાય રે બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે...જગતારક પ્રભુ વિનવું.” –શ્રી દેવચંદ્રજી આમ આ ગબીજના રેપણથી આ જીવનો અવતાર જ જાણે ફરી જાય છે! અવળી પાઠ સવળી થાય છે! ઊલટું ચક્ર સૂલટું થાય છે. આ બીજથી તે “દ્વિજ' બને છે! સંસ્કારરૂપ નવો જન્મ ધારણ કરે છે! અને તારક એવા તીર્થરૂપ યોગબીજના સેવનથી છેવટે આ “જોગીજન” તરી જાય છે, ને તીર્થનું સારભૂત તત્વરૂપ ફળ પામે છે. ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે... ધરમ પરમ અરનાથના.” શ્રી આનંદધનજી હવે એગબીજને ઉપન્યાસ-રજૂઆત કરતાં કહે છે – जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।। २३ ॥ જિન પ્રતિ ચિત્ત કુશલ અને, તેહને નમસ્કાર પ્રણામાદિ સંશુદ્ધ-એ, પરમ યોગબજ સાર. ૨૩ અર્થ-જિનો પ્રત્યે કુશલ-શુભભાવવાળું ચિત્ત, તેમના પ્રત્યે નમસ્કાર, અને સંશુદ્ધ એવા પ્રણામઆદિ-એ અનુત્તમ (પરમ) યોગબીજ છે. ત્તિ -નિપુ—જિને પ્રત્યે, ભગવાન અહતિ પ્રત્યે, કુરારું વિ-કુશલ ચિત્ત, દ્વેષ આદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત. આ ઉપરથી મનોયોગની વૃત્તિ કહી. તન્નમાર ga -અને તે જિનો પ્રત્યે નમસ્કાર, તથા પ્રકારના મનાયેગથી પ્રેરિત એ નમસ્કાર. આ ઉપરથી વચનયોગની વૃત્તિ કહી. viામારિ ર–અને પ્રણામ આદિ. પંચાંગ પ્રણામ આદિ લક્ષણવાળા. આદિ શબ્દથી મંડલપ્રદક્ષિણ આદિનું ગ્રહણ છે. શુદ્ધ-સંશુદ્ધ, આ અસંશુદ્ધના વ્યવહેદ અથે કહેલ છે, કારણ કે તે અસંશદ્ધ તો સામાન્યથી યથાપ્રવૃત્તિકરણને ભેદરૂપ હોઈ, તેના બીજ ૫ણુની અનુપત્તિ-અધટમાનપણું છે,તેનું યોગબીજ પણું ઘટતું નથી. (અસંશુદ્ધ પ્રામાદિ યોગબીજ નથી ) આ સવજ સમસ્તપણે કે પ્રત્યેક ભાવપણે–-ગબીજ, ક્ષજિક્ર અનુષ્ઠાનનું કારણ, અનુત્તમં-અનુત્તમસર્વ પ્રધાન છે -વિષયના પ્રાધાન્યને લીધે. (જેનાથી ઉત્તમ કોઈ નથી તે અનુત્તમ, શ્રેષ્ઠ.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy