________________
મિવા દષ્ટિ અખેદ-અપ
(૧૦૭) હાય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત યોગમાં પ્રાણુવ્યપરોપણ સદા હોય છે.
અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ–યતના-જયણા કરવી,
જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાનો હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવનો ઘાત ન કરે, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા ત્રણ પ્રકાર છે. અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં
હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાનો અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવદ્ય હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિ વડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે “પઢમં ના તો તથા” પહેલું જ્ઞાન ને પછી દયા.
હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ ફલરૂપે જે તે પરિણમે, તે અનુબંધ સ્વરૂપ....
મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ, દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ.....મન સ્વરૂપથી નિરવઘ તથા જે, છે કિરિયા સાવધ;
જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન.”–સા. ત્રાગા, સ્ત, ઇત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે; અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કેયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રીપુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા.
૨, અખેદ ખેદ નામનો પ્રથમ આશયદેષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાકવું તેનું નામ અખેદ છે. અત્રે આવો ખેદ દેવકાર્ય, ગુરુકાર્ય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્દગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દ્રષ્ટિવાળે પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમ પ્રવર્તતાં થાકતો નથી, દઢપણે મંડ્યો જ રહે છે. જેમ સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org