________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
બલા નામની ત્રીજી દષ્ટિમાં જે બાધ છે તેને કાષ્ઠના-લાકડાના અગ્નિકણની ઉપમા ઘટે છે, કારણ કે મિત્રો ને તારા એ બે દષ્ટિ કરતાં અને બોધ જરા વિશિષ્ટ–વધારે
બળવાળા હોય છે, તેથી (૧) જેમ કાછના અગ્નિકનો પ્રકાશ જરા કાષ્ઠ અનિ વધારે વાર ટકે છે, અને જરા વધારે બળ-વીર્યવાળ હોય છેતેમ સમ બલા આ દષ્ટિનો બંધ કંઈક વધારે સ્થિતિવાળે હાઈ વધારે વાર ટકે છે,
અને કંઈક વધારે બળ-સામર્થ્યવાળા હોય છે. (૨) એટલે અહીં પ્રયોગસમયે ૫-નિપુણ જેવી સ્મૃતિ હોય છે, લગભગ દઢ યાદગીરી હોય છે, (૩) અને તેથી અર્થપ્રયોગ-પ્રજનભૂત પ્રયોગની પ્રીતિથી સક્રિયાનો કંઈક યત્ન હોય છે.
૪. દીપા દૃષ્ટિ ચોગદષ્ટિ થી કહીછ, દીપ પ્રભા સમ જ્ઞાન.”—શ્રી યોગ સજઝાય
ચેથી દીપ્રા નામની દષ્ટિમાં જે બંધ હોય છે, તેને દીપ પ્રમાની ઉપમા ઘટે છે. જેમ ઢીપકનો પ્રકાશ તૃણ, ગોમય (છાણા), ને કાઇના અગ્નિ કરતાં ઘણું વધારે હોય
છે, તેમ આ દષ્ટિને બોધ પણ ઉપર કહી તે મિત્રા, તારા ને બલા દીપપ્રભા એ ત્રણ દષ્ટિ કરતાં વધારે વિશેષતાવાળો હોય છે. એટલે (૧) આ જેવી દીપ્રા બાધ વધારે લાંબી સ્થિતિવાળા હોય છે, લાંબો વખત ટકે છે અને વધારે
બળવાન વીર્યવાળ–સામર્થ્યવાળો હોય છે. (૨) અને તેથી કરીને તથા પ્રકારના આચરણરૂપ પ્રાગ વખતે પટુ-નિપુણ સ્મૃતિ કહે છે. (૩) એમ છતાં હજુ અહીં વંદન વગેરે ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિં, કારણ કે તેવા પ્રકારના વિભાગથી દ્રવ્ય-ભાવને પ્રગટ ભેદ છે –
દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામજી
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિ:કામોજી.”—શ્રી દેવચંદ્રજી વળી દીપકને પ્રકાશ જેમ બાહ્ય કારણ પર અવલંબે છે, તેમાં તેલ હોય ત્યાં સુધી તે પ્રકાશે છે, તેલ ખૂટી જતાં ઓલવાઈ જાય છે, તેમ આ દષ્ટિનો બોધ પણ બાહ્ય પ્રેરક કારણેને અવલંબતો હોવાથી, તે દૂર થતાં, તેને અપાય થવાનો સંભવ છે. દીપકને પ્રકાશ અસ્થિર હોય છે, એક સરખે પ્રકાશતો નથી, તેમ આ દષ્ટિને બેધ પણ અસ્થિર હોય છે. કોપશમ પ્રમાણે ચૂનાધિક થયા કરે છે. દીપકનો પ્રકાશ વાયુના સપાટાથી ઓલવાઈ જવાનો સંભવ છે, તેમ અત્રે પણ વિષમ બાહા કારણેના વેગથી બોધ ચાલ્યા જવાને સંભવ છે. આમ અનેક પ્રકારે દીપપ્રભાની સાથે દીપ્રા દષ્ટિનું સાધર્યું છે.
આમ આ ચાર દૃષ્ટિ સુધી જ “પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org