SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬ ) ગદષ્ટિસમુચ્ચય કે–જેટલી પોતાની શક્તિ છે તેટલી સર્વ ખરચી નાંખીને, સર્વાત્માથી કરવું, કંઈ પણ શક્તિ પવ્યા વિના “બનિપૂણ અવઢથતિમો” પિતાનું બેલ-વીર્ય ગોપવ્યા વિના-કરવું તે યથાશક્તિ છે. આમ આ શાસ્ત્રી પુરુષ-(૧) તીવ્ર થતબોધવાળ, (૨) શ્રદ્ધાવંત, (૩) યથાશક્તિ અપ્રમાદી હોય છે. આમાં “તીવ્ર શ્રત બોધ' ઉપરથી સમ્યજ્ઞાન, “શ્રદ્ધાવંત” ઉપરથી સમ્યગ્દર્શન, “અપ્રમાદી” ઉપરથી સમ્યક્યારિત્ર સૂચિત થાય છે. આમ આ શાસ્ત્રની પુરુષ સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉત્તમ આરાધક-સાધક હોય છે. અને તેવા પુરુષનો આ શાસ્ત્રોગ અવિકલ-અખંડ હોય છે. સામર્થ્યાગનું લક્ષણ કહે છે – शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शतयुद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ શાસ્ત્રમાંહિ દર્શાવો, જે યોગનો ઉપાય ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણાથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ યોગ છે, સામર્થ્ય જેનું નામ. પ. અર્થ:—શાસ્ત્રમાં જેનો ઉપાય દર્શાવે છે, અને તે શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય, શક્તિના ઉદ્રકને લીધે, પ્રબલપણાને લીધે,-- પર છે, તે આ “સામર્થ” નામને ઉત્તમ યોગ છે. વિવેચન હવે ત્રીજા સામર્થ્ય વેગનું સ્વરૂપ અહીં ચકચકખું કહ્યું છે. સામગ એટલે સામર્થ્યપ્રધાન યોગ. આત્મસામર્થ્યનું–આત્માને સમર્થ પણાનું જેમાં પ્રધાનપણું–મુખ્ય પણું વૃત્તિ-સારસંતિય:- સામાન્યથી શાસ્ત્રમાં જેનો ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે, કારણ કે શાસ્ત્રમાં તેનું કથન સામાન્યથી છે. તાતા તર:-તે શાસ્ત્રથી જેનો વિષય અતિક્રાંત છે--પર છે. (શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય આગળ વધી જાય છે ). શા કારણથી ? તે માટે કહ્યું રાજાર– શક્તિના ઉદેકથી શક્તિના પ્રાબલ્યથી--પ્રબલપણાથી. વિપેજ-વિશેષથી - નહિં કે સામાન્યથી તેને વિષય શાસ્ત્રથી પર છે. કારણ કે શાસ્ત્રનું સામાન્યથી ફલપર્યવસાનપણું છે. કામ ચં -આ ‘સામર્થ્ય યોગ” નામનો ચેગ, ઉત્તમદ-ઉત્તમ, સર્વપ્રધાન છે. કારણ કે તદ ભાવના-ગભાવના હોવાપણાને લીધે તે અક્ષેપ કરીને-અવિલંબે જ-શીધ્રપણે પ્રધાનકૂલનું–મેક્ષનું કારણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy