SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છે અધ્યાત્મ અને તત્વજ્ઞાનના અભ્યાસ માટે આવે એગદષ્ટિસમુચ્ચય જે સુંદર છે કે ગ્રંથ મહારા જાણવામાં હજુ સુધી આવેલ નથી. ૧૯૪૬માં મ્હારા પત્નીના સ્વર્ગવાસ E આ પછી ડો. ભગવાનદાસે પોતાના હસ્તલિખિત રૂપમાં આ પુસ્તક મને વાંચવા આપેલું. તે આ પ્રસ્તુત ગ્રંથમાં આઠ દૃષ્ટિ પર એવું સરસ અને ભાવપૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે, તે T કે એ વાંચતાં વાંચતાં અંતરમાં એક નવી જ દષ્ટિ ખૂલતી જોવામાં આવે છે, અને તે તેમાંથી કઈ દિવ્ય પ્રકાશને આભાસ થાય છે. શ્રીયુત ભગવાનદાસભાઈને, તેમને છે આ ગ્રંથ મેં વાંચે તે પહેલાં હું ડકટર અને લેખક તરિકે તે જાણતા જ હતા, તે એ પણ આ ગ્રંથ વાંચ્યા પછી મને ખાત્રી થઈ કે ડૉ. ભગવાનદાસ માત્ર શારીરિક છે છે રોગના ચિકિત્સક નથી, પણ માનવીના “મન” અને “ભાવ”ની પણ એ સારી ચિકિત્સા = જ કરી જાણે છે. આ ગ્રંથની હું પ્રશંસા કરું એ કરતાં વાચકવર્ગ એના માટે અભિપ્રાય ? આ આપે તે ઈષ્ટ છે. છતાં એટલું તે ધ્યાનમાં રાખવાનું છે કે ઐહિક બાબતે દૂર રાખીને જે શાશ્વત કલ્યાણની આશા રાખતે હોય, આ સંસાર એક પંખી મેળે છે અને થડા છે આ સમયમાં આ મર્ય દેહ ત્યાગ કરીશું. તેની જેને ખાત્રી હોય, અને જેને પિતાનું છે જીવન સારરૂપ, પવિત્ર અને દિવ્ય બનાવવાની ઝંખના હોય, તેના માટે જ આ પુસ્તક માં આ કિંમતી છે. આ ગ્રંથનું મુદ્રણકાર્ય શુદ્ધિપૂર્વક સુંદર રીતે કરી આપવા માટે A શ્રી ગુલાબચંદભાઈને (મહદય પ્રેસ) અત્ર આભાર માનું છું. હવે એક છેલ્લી વાત. પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન હારી સ્વર્ગસ્થ પત્ની લીલાવતીના જ T સ્મરણાર્થે કરવામાં આવેલ છે, અને આ અમૂલ્ય ગ્રંથ નિષ્કામભાવે પ્રગટ કરવાની છે N રજા આપવા માટે હું ડૉ. ભગવાનદાસભાઈને અત્યંત આભારી છું. જે વ્યક્તિ પાસેથી A મેં અધિકમાં અધિક પ્રાપ્ત કર્યું છે, અને જેને બદલે અલ્પમાં અલ્પ રીતે પણ હું , વાળી શક્ય નથી, એવી હારી પત્ની લીલાવતીના સ્મરણાર્થે ફૂલ નહિં ને ફૂલની નું પાંખડીરૂપ આ પ્રકાશનસુકૃતથી હું ગમે તેટલે આત્મસંતેષ અનુભવું, તે પણ તેના અસંખ્ય ઉપકારોના બેજાને ભાર મહારી પર રહેલે જ છે અને રહેશે. મ્યુન બીહડીંગ, હૈનબી રોડ, કાટ, | મનસુખલાલ તારાચંદ મહેતા - ૨૩-૭-૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy