________________
द्वितीयः अध्यायः। १२५ प्रकल्पयतिना इति अधीतनिशीथाध्ययनेनेति । परः शेषतीर्थातरीयधर्मातिशायितया प्रकृष्टः । कथमाख्येय इत्याह । यथाबोधं हीति यथावबोधमेव । अनवबोधे धर्माख्यानस्योन्मार्गदेशनारूपत्वेन प्रत्युतानर्थसंजवात् । पवितं च-न ह्यधेनांधः समाकृष्यमाणः सम्यगध्वानं प्रतिपद्यत इति । कीदृशस्य सत इत्याह । शुश्रूषोः श्रोतुमुपस्थितस्य । कीदृशेन मुनिनेत्याह । जावितेन आख्यायमानधमप्रतिबद्धवासनावासितेन नावादनावप्रसूतिरिति वचनात् नाविताख्यानस्य श्रोतुः तथाविधश्रधानादिनिबंधनत्वात् । पुनरपि कीदृशेनेत्याह-महात्मना तदनुग्रहैकपरायणतया महान् प्रशस्य आत्मा यस्य सः तेनेत्याह । ७७ ।
મૂળમાં જે પ્રપતિ શબ્દ કહે છે, તેને અર્થ “નિશીથાધ્યયનને ભણેલ” એવો થાય છે.
તે ધર્મપર એટલે બાકીના અન્ય મતિઓના ધર્મને ઉલ્લંઘન કરીને ઉત્કૃષ્ટ છે. “તે ધર્મ કેવી રીતે કહેવા યોગ્ય છે ? તે કહે છે– પિતાના બેધ પ્રમાણે. કારણકે જે ધર્માખ્યાનને યથાર્થ બોધ ન હોય તો ઉન્માર્ગ–વિપરીત માર્ગની પ્રરૂપણું થવાથી ઉલટ અનર્થ થવાનો સંભવ છે. તે ઉપર કહ્યું છે કે, “આંધળા માણસે રેલો આંધળો પુરૂષ સારા માર્ગને પ્રાપ્ત કરી શકતે નથી.” હવે કેવા માણસને ધર્મ કહેવો ? તે કહે છે—જે માણસ ધર્મ સાંભળવાની ઇચ્છાથી આવેલો હોય, તેને ધર્મ કહેવો યોગ્ય છે. તે ધર્મ કેવા મુનિએ કહેવો જોઈએ ? તે કહે છે–કહેવા માંડેલા ધર્મને વિષે બંધાએલી વાસનાથી જે મુનિનું હૃદય વાસિત થયેલું હોય, તેવા મુનિએ ધર્મ કહે જોઈએ. કારણકે “ભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય છે એવું શાસ્ત્રનું વચન છે. વળી ગીતાર્થનું કહેલું આખ્યાન શ્રેતા પુરૂષને તેવા શ્રદ્ધા વગેરે ગુણાનું કારણરૂપ થાય છે. કહેવાનો આશય એવો છે કે પ્રથમ શ્રેતાને સાંભળવાની ઇચ્છારૂપ ભાવ થાય, પછી ગીતાર્થ ગુરૂની પાસે આવી વીતરાગને ધર્મ સાંભળવાની રૂચિ થતાં, તે સાંભળી હૃદયમાં શ્રદ્ધાદિક ભાવ પ્રગટ થાય છે. વળી તે કેવા મુનિએ કહે જોઈએ ? શ્રેતા પુરૂષને અનુગ્રહ કરવામાંજ માત્ર તત્પર હોવાથી જેને મહાન–પ્રશંસવા ગ્ય આત્મા છે, તેવા મુનિએ ધર્મ કહે. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org