________________
१३०
धर्मबिंदुप्रकरणे यतो न नूयः पुनरपि तस्य ग्रंथबंधनं निष्पादन नेदे सति संपद्यते इति । किमुक्तं नवति । यावती ग्रंथिनेदकाले सर्वकर्मणामायुर्वर्जानां स्थितिरंतःसागरोपमकोटाकोटिलक्षणाऽवशिष्यति । तावत्प्रमाणमेवासौ सम्यगुपलब्धसम्यग्दर्शनो जीवः कथंचित् सम्यक्त्वापगमात्तीबायामपि तथाविधसंक्वेशप्राप्तो बध्नाति न पुनस्तं वनातिक्रामतीति । ७२।
तथा असत्यपाये न तिरिति ॥७३॥
असत्यविद्यमाने अपाये विनाशे सम्यग्दर्शनस्य परिशुधनव्यत्वपरिपाकसामर्थ्यान्मतिनेदादिकारणानवाप्तो, न नैव उर्गतिः कुदेवत्वकुमानुषत्वतिर्यक्त्व
ટીકાર્થ–જેથી કરીને ગ્રંથિભેદ થતાં તે ગ્રંથિનું બંધન થતું નથી. એથી શું કહ્યું કે, ગ્રંથિભેદને અવસરે જેટલી આયુકર્મ સિવાય બાકીના સાત કર્મની દેશે ઊણું એક કોટા કાટી સાગરોપમની રિથતિ રહે છે–અથતુ જ્ઞાનાવરણીય કર્મની ત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ઓગણત્રીશની ખપાવે અને દેશે ઊણે એક કેટકેટી સાગરોપમની સ્થિતિ રાખે છે. એ રીતે જેણે સારી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત કરેલું છે એવો જીવ કે પ્રકારે સમ્યકત્વને નાશ થવાથી–મિથ્યાત્વભાવને પામવાથી તીવ્ર એવી પણ તેવા કલેશની પ્રાપ્તિ છતાં પણ તેટલા પ્રમાણના કર્મને બંધ કરે છે, એટલે પૂર્વે સમકિત પામવાને અવસરે જેટલી સ્થિતિ રાખી છે, તેટલોજ નવીન કર્મબંધ કરે છે. પરંતુ તે પ્રમાણને બંધવડે ઉલ્લંઘન કરતું નથી–અર્થાતુ તે બંધના કરતાં અધિક બંધ કરતા નથી. ૭૨
મૂલાર્થ–વળી અપાય ન થતાં દુર્ગતિ ન થાય. ૭૩
ટીકાર્ય–સમકિત દર્શનને વિનાશ ન થતાં એટલે મિથ્યાત્વભાવને ન પામતાં શુદ્ધ ભવ્યપણુંના પરિપાકને સામર્થ્યથી એટલે સમસ્ત પ્રકારે શુદ્ધિ એવા ભવ્યપણાના સમર્થ પણ થકી મતિભેદ વગેરે કારણની પ્રાપ્તિ ન થતાં અર્થાત્ બુદ્ધિને ભેદ કરનાર કારણ ન પ્રાપ્ત થતાં કુદેવપણું, કુમાનુષપણું, તિર્યચપણું અને નારકીપણાની પ્રાપ્તિરૂપ દુર્ગતિ ન થાય, પરંતુ તેને સુદેવપણું અને સુમાનુષપણું તે બેજ થાય, આ વાત પૂર્વ આયુષ બાંધ્યું હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org