________________
માહારાજશ્રી છત્રવિજયજીની ટુંક જીવનરેખા.
આ માહાત્માશ્રી ખંભાતના રહીશ હતા. સંસારી નામ મગનલાલ ઈશ્વરદાસ હતું, ચુડગરનો ધંધો કરતા હતા, સ્થિતિ સામાન્ય છતાં ધર્માસ્થિતિ ઘણી સારી હતી, દરરોજ પ્રતિક્રમણ, સામાયક, દેવપૂજા, પર્વ દિવસે પિસાહ આ વિગેરે ખાસ તેઓશ્રીના નિત્ય કર્તવ્યા હતા. સંતતિમાં એકપુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્ર ભાઈ હીરાલાલ સામાન્ય સ્થિતિમાંથી હાલ ઘણી સારી સ્થિતિમાં ધર્મ પ્રભાવથી આગલ આવ્યા છે. સં. ૧૯૪૯ ની સાલમાં શેઠ અમરચંદભાઈ પ્રેમચંદે પાલીતાણાને છરીપાલતો સંઘ કાઢયે હતો તેમાં મગનભાઈ છરીપાલતા જાત્રા કરવા સાથે ચાલ્યા, સંઘમાં મહારાજશ્રી હરખવિજયજી તથા દીપવિજયજી વિગેરે સાથે હોવાથી તેઓના પરિચયમાં આવતા દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ, અને સીદ્ધગીરીની જાત્રા કરી ઘોઘાની જાત્રા કરી ભાવનગર આવ્યા. આ વખતે અહી મહારાજશ્રી દીપવિજયજી બીરાજમાન હતા. તેઓ - શ્રીના ઉમદેશથી ભગનભાઈએ તરત દીક્ષા સ્વીકાર કરી અને છત્રવિજયજી નામ રાખવામાં આવ્યું. દીપવિજયજી મહારાજના શિષ્ય થયા. તે પછી વડી દીક્ષા ત્યાં થયા પછી ગુરૂ સાથે જાત્રા કરવા પાલીતાણા પધાર્યા. ગુરૂ સાથે અવાર-નવાર જાત્રા કરતા નવ નવાણું તેઓશ્રીએ કરી. પાલીતાણું ભાવનગર વિગેરે સ્થલે વિચરી ખંભાત પિતાની જન્મભુમીમાં આવ્યા, અવસ્થા વૃદ્ધ થવાથી. પાછલની જીંદગી અહીં ખંભાતમાં જ પુરી કરી. સં. ૧૯૮૩ ના કાતિક સુદ ચઉદસના દિવસે માસિ પ્રતિક્રમણ તેઓ ભણાવતા પખી સૂત્રના છ આલાવા કહ્યા પછી જરા થાક લાગવાથી તેઓ બેસી ગયા અને પ્રભુ સ્મરણ કરતા દેવલેક પચી ગયા, ચેત્રીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળ્યો તેઓની પાછળ તેઓશ્રીના ચીરંજીવી હીરાલાલભાઇએ મહા
છવ વિગેરે ધાર્મિક સારા કાર્યો કરી પૈસાને સારો વ્યય કર્યો હતે, હાલ પણ ધમના કાર્યોમાં ઘણી સારે ભાગ લે છે. ખંભાત આલીપાડાની ધર્મશાળા તેઓશ્રીએ સુધરાવી આપી છે તેમજ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org