________________
૮૩૬
વિશ્વની અસ્મિતા
પાલીતાણુ શહેરની શોભારૂપ
કેસરિયાજીનગર
T
જેનોના મહાન તીર્થધામ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર યાત્રાળુઓ શત્રુંજયની તળેટીમાં શોભતા કેસરિયાજી નગરથી ભાગ્યે જ અપરિચિત હશે?
પૂજય આચાર્ય મહારાજશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ શ્રીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢીએ વિ. સં. ૨૦૨૩માં નિવૃત્તિ નિવાસની સામેની જગ્યા ખરીદીને ફક્ત ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ધર્મશાળા, જ્ઞાનશાળા, ભોજનશાળાની સાથે મહાન એતિહાસિક દેવ વિમાન જેવા શ્રી કેસરિયાજી વીર પરંપરા પ્રાસાદનું નિર્માણ કરેલ છે. આ મંદિરની અનેક વિશેષતાઓ પિકી શ્રી સુધમ સ્વામી મહારાજશ્રીથી લઈને આચાર્યથી વિજય નેમિસૂરિજી મહારાજ સુધીના ૭૪ આચાર્ય મહારાજ આદિ ગુરુ મહારાજેની મૂર્તિ પધરાવવાની છે. એ છે અનેક ભવ્ય જિનબિંબથી અને યક્ષયક્ષિણીઓની મૂર્તિઓથી શોભતું આ કેસરિયાજી મંદિર શત્રુંજયમાં આવતા હજારે યાત્રિકો માટે મહાન આકર્ષણરૂપ છે.
આ પેઢી દ્વારા શત્રુંજય ગિરિરાજ ઉપર પહેલા હડે વિશાળ જગ્યા લેવામાં આવે છે, તેમાં કીર્તિસ્થંભ તથા સુઘોષા ઘંટ નિર્માણની એજના છે. ભાવિકોએ લાભ લેવા વિનંતી છે.
પૂજ્ય આ૦ મહારાજ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આ૦ મહારાજ શ્રી વિજય દેવસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી. મ. આ. શ્રી વિશાળસેનસૂરિજી મ. આ. શ્રી સદગુણ સૂરિજી મ. મુનિશ્રી કુંદકુંદવિજયજી ગણિ, મુનિશ્રી દાનવિજયજી મહારાજ, મુનિશ્રી ધર્મદેવજ વિજયજી મ. આદિ આ કાર્ય માટે પ્રેરણા આપી રહ્યા છે.
પૂજ્ય આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજય ધર્મ ધુરંધર સૂરીશ્વરજી મહારાજના જીવન કવનને વર્ણવતે સ્મારક ગ્રંથ ટૂંક સમયમાં પ્રગટ થઈ રહ્યો છે.
કેસરિયાજી નગરનાં કાર્યો માટે તથા લાભ લેવા માટે પેઢીના મેનેજીગ ટ્રસ્ટી
વરાળીયા ઠાકરશીભાઈ છગનભાઈ
હરહરવાળા બિલ્ડીંગ ૩જે માળે ગળપીઠા-મુંબઈ-૪ ને સંપર્ક સાધવો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org