________________
૬૭૦
વિશ્વની અસ્મિતા
ભદ્રેશ્વર વસહી તીર્થને વંદના
કચ્છમાં આવેલ પ્રાચીન ભદ્રેશ્વર જૈન તીર્થનાં મંદિરોની રચના આબુ ઉપરનાં મંદિરે જેવી જ કુશળતાભરી છે. સંખ્યાબંધ દેરીઓનાં અનેક શિખરેથી શોભતું આ વિશાળ અને સુંદર તીર્થ છે. જિનાલયની ચારે બાજુ ધર્મશાળા અને ડાબી બાજુ ઉપાશ્રય છે.
આ પ્રાચીન જિનાલયની અદભુત શાંતિ અને પવિત્ર વાતાવરણ યાત્રિકોને ભક્તિભાવ અને આધ્યાત્મિક વિચારણા પ્રેરે છે.
લગભગ ૨૫૦૦ વર્ષ જેટલાં આ પુરાતન તીર્થનું દેવવિમાન સમાન ગગનચુંબી ભવ્ય જિનમંદિર યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરે છે. આ તીર્થનું વાતાવરણ અને હવામાન આરોગ્યપ્રદ અને આહલાદક છે. આ તીર્થના ૨૫૦૦ વર્ષના અરસામાં કેટલીયે ચડતી-પડતી આવી. દાનવીરો અને જૈન અગ્રેસરની તીર્થસેવા અને કર્તવ્યનિષ્ઠાથી લગભગ નવ વખત આ તીર્થને જિર્ણોદ્ધાર થયો છે.
With
Best Compliments From
Naranji Shamji & Co.
COTTION MERCHANTS
21, Keshavji Naik Road,
BOMBAY-400 009.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org