________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ શ્રી માળુભદ્રવીર જૈન તીર્થ આગલોડ ઉપર ગુજરાત-મહેસાણા જીલ્લામાં વિજાપુર તાલુકામાં આગલોડ ગામની બહાર એક નાની ટેકરી ઉપર શ્રી માણીભદ્રવીરનું પ્રાચીન સ્થળ આવેલું છે-શાસ્ત્રો મુજબ શ્રી માણીભદ્રવીરનાં ત્રણ સ્થાને છે. ઉજજૈનમાં મસ્તક પૂજાય છે– આગલોડમાં ધડ (પીડી) પૂજાય છે અને મગરવાડામાં પણ પૂજાય છે. શ્રી માણીભદ્રવીર જૈન શાસનના સમકિતધારી, પ્રત્યક્ષ દેવ છે અને શ્રદ્ધાપૂર્વક તેમની ભક્તિ કરવાથી દરેકની મનવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થાય છે વિ. સંવત 2021 માં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર વ્યાખ્યાન વાચસ્પતિ પ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટ પ્રભાવક પ્રથમ પટ્ટધર શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ભુવન સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન એગ સાધના અનુભવી થાનગી પૂજ્ય મુનિરાજશ્રી આનંદધન વિજયજી મહારાજ સાહેબ ઈડરગઢ તીર્થ ઉપર ધ્યાન સાધના કરતા હતા તે અરસામાં આગલોડ જન સંઘના ભાઈ એ ઈડર જઈને મહારાજ સાહેબને આગડ પધારવાનું આમંત્રણ આપ્યું. પૂ. મહારાજ સાહેબ સંઘની વિનંતીને માન આપીને આગલોડ પધાર્યા અને શ્રી માણીભદ્રવીર સ્થાને નાનકડી જૂની ધર્મશાળા હતી તેમાં રોકાઈને ધ્યાન–ગ સાધના કરવા લાગ્યા. તેમના રોકાણ દરમ્યાન તેમને લાગ્યું કે આ પ્રત્યક્ષ અને સમકિતધારી દેવની જૈન શાસ્ત્રો અનુસાર ભક્તિ-સેવા કરવામાં આવે તે લોકો સુખીનિરોગી રહે અને જિન શાસનનો જય જયકાર થાય. આથી આ સ્થળે સુંદર ધર્મશાળા, ભોજનશાળા વિ. બનાવવા માટે શ્રી સંઘને આદેશ આખે-તેમની આજ્ઞા મુજબ સંઘના ભાઈ એ ભેગા થઈને ત્યાં નવીન ધર્મશાળા બનાવી છે-ભેજનશાળા ચાલે છે- આગલોડ ગામમાં બે સુંદર શિખરબંધી દેરાસર આવેલાં છે-ટેલિફોનની (નં. 34) સગવડ છે. અને વિજાપુર તથા હિંમતનગરથી આવવા માટે પાકી સડક છે-આગલોડ ગામ સાબરમતીના કિનારે-ઊંચાઈ ઉપર આવેલું ગીરીનગર જેવું છેઆ તીર્થ દર્શન કરવા અવશ્ય પધારવા જેવું છે 2 : સુબંધુ ટ્રેડર્સના સૌજન્યથી 123, શયદા માર્ગ, મુંબઈ-૯ ડોંગરી ફોન : 333758-3358 11 Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org