________________
જ્યોતિર્વિદ્ જેનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી - જેમની પ્રેરણા અને આશીર્વાદથી સંદર્ભ ગ્રંથના આ આયોજનને સફળતા સાંપડી છે. 1 જેમની પ્રેરક નિશ્રામાં સંદર્ભ ગ્રંથને પ્રકાશન સમારોહ યશસ્વી રીતે ચાલે છે.
વિરલ વ્યક્તિત્વ અનેક સ ગુણ સંપન પૂજ્ય આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વર મહારાજશ્રીની થોડા સમયની મુલાકાત ધર્મશ્રદ્ધાળુઓને દીર્ઘ સમય સુધીનો શ્રેષ્ઠ સહવાસ બની રહે છે. તેમને ઊંચા પડ દેહ, ગોરવર્ણો વાન, તેજસ્વી વિશાળ લલાટ, ભરાવદાર વિનયી ચહેરો, એ ચહેરા પર લહેરી લાલાની બેફિકરી, સદાય હોઠો પર મલપતું સ્મિત, આંખોમાં આવકારનો ઉમંગ, શબ્દોમાં મધઝરતી મીઠાશ, વાતમાં વહાલયનાં અમીઝરણાં આવનાર એક જ વાર પૂજય આચાર્યશ્રીને મળે તે સદા માટે એમની પુણ્ય સ્મૃતિ લઈને જાય. એમને સત્સંગ અને સહવાસ એકાંત અને ભીડનું મધુરું સંસ્મરણું બની રહે છે.
દીક્ષા પર્યાયના ત્રણ દાયકા દરમ્યાન જિન શાસન પ્રભાવનાનાં અનેક નાનાં મોટાં કામ તેમના હાથે થયાં છે. ન્યાય–તક –સાહિત્ય અને ખાસ કરીને તિષશાસ્ત્રમાં તેમને ઊંડો રસ છે. આરંભસિદ્ધિ નામનો પ્રાચીન ગ્રંથ એમણે સંશોધિત અને સંપાદિત કરી પ્રગટ કરાવ્યો છે. શુભ અને મંગળ કામમાં જ્યોતિષશાસ્ત્રના તેમના જ્ઞાનનો લાભ જન અને જૈનેતર સે કોઈને મળી રહે છે. પરહિતની શુભ ભાવનાથી જ જૈનદય પ્રત્યક્ષ પંચાગનું સંશોધન સંકલન અને સંપાદન કર્યું છે.
જન્મ : વિ. સં. ૧૯૮૯ આસો સુદ ૬. પાટણ દીક્ષા. વિ. સં. ૨૦૦૬ મહા સુદ ૩. અમદાવાદ વડી દીક્ષા : ૨૦૦૬ વૈશાખ સુદ ૧૦ આંતરસુંબા ગણિપદ : વિ. સં. ૨૦૩૦ માગશર સુદ ૫ જામનગર પંન્યાદ : વિ. સં. ૨૦૩૨ મહાવદિ ૧૪ પૂના આચાર્યપદ : વિ. સં. ૨૦૩ર ફાગણ સુદ ૨ પૂના For Private & Personal Use Only
www.netdrary.org
Jain Education Intemational