SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ ગરીબ દેશને આર્થિક સહાય આપીને તેને ઉપકારવશ અનાવી દઈને પાતાના વર્તુલમાં સામેલ કરવાની પ્રવૃત્તિ પણ સામ્રાજ્યવાદનું સૂક્ષ્મ સ્વરૂપ જ કહી શકાય. વેપારવાદી પ્રવૃત્તિમાં સૌ પ્રથમ તે પાટુગાલ અને સ્પેન જ જોડાયાં. તેમના શરૂઆતના હેતુ પણ સંસ્થાના મેળવવાના નહાતા, માત્ર વેપારી નફે। મેળવવા એ જ ખ્યાલ હતા. ફિર`ગીઓ (પાટુગીઝો) આફ્રિકાના કાંઠે, હિંદી મહાસાગરના કાંઠે, ઈરાની અખાત પાસે, ઇસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ, કાંગેા પહોંચી ગયેલા. ફ઼િરગીઓને શરૂઆતમાં મસાલાના વેપારથી એક અંદાજ પ્રમાણે પ્રતિ વર્ષ ૭ લાખના ચાખ્ખા નફો મળતા. ડચ, અ ંગ્રેજો અને ફ્રેંચા લિસ્બનથી મસાલા ખરીદતા, જ્યારે સ્પેનિશે। અમેરિકામાં મૅક્સિકો ને પેરુ ગયેલા. એક અંદાજ પ્રમાણે ઈ.સ ૧૪૯૩ થી ૧૬૪૦ સુધીમાં સ્પેને અહીથી ૮૭૫ ટન સેાનું અને ૪૫૭૨૦ ટન ચાંદી મેળવ્યાં. ફિર`ગીઓના વેપારી લાભ અને સ્પેનની ધાતુપ્રાપ્તિએ ચુરાપના અન્ય દેશાને ઉત્તેજિત કર્યા. પરિણામે વેપારી હરીફાઈનું તત્ત્વ દાખલ થયું અને પાતાની માલિકીનાં સસ્થાના ઊભાં કરવાની પ્રવૃત્તિ વધારે પ્રખળ મની. આફ્રિકા અને એશિયામાં રાજનૈતિક પછાતતા, આધુનિક વેપારી પ્રવૃત્તિના અભાવ, આર્થિક સ્વાતત્ર્યના અભાવ અને સામાજિક પછાતતા હતાં. યુરોપીય પ્રજાએને અહીં પગ મૂકવાનું વધુ સરળ બન્યું. શ્રી કનિંગહામ લખે છે તેમ, “ ૧૫મી સદીના મધ્યભાગથી ૧૮મી સદીના અંત સુધીના યુરોપ અને દુનિયાના સામાન્ય ઇતિહાસ એ પશ્ચિમ યુરાપનાં વેપારી હરીફ રાજ્યેાના ઉદ્દભવ, વિકાસ અને પતનની કથાથી સભર છે.” ધીરે ધીરે અન્ય રાજ્યો વેપારી હરીફાઇમાં જોડાતાં વેપારવાદી હરીફાઈ ખૂબ જ વધી. ડચાએ પૂના મસાલાના વેપારના ઇજારો મેળળ્યેા. ફિરંગીઓનાં મથકો પણ તેમણે છીનવી લીધાં. અન્ય દેશેામાં ઔદ્યોગિક વિકાસ થતાં ઉત્પાદન વૃદ્ધિ થઈ અને તેઆ સસ્થાને મેળવવા હરીફાઈમાં પ્રવેશ્યા. પ્રત્યેક રાષ્ટ્ર માટે વેપારવાદ એ એક અનિવાય રાષ્ટ્રીય નીતિ અની ગયેા. ફ્રાન્સના રીશ માનતા કે ફ્રાન્સને માટે ઉદ્યોગાના વિકાસ, નૌકાશક્તિ અને સાંસ્થાનિક સામ્રાજ્ય જરૂરી છે. ડચ લેાકેાના લાભદાયી મસાલાના વેપારની તેને ઈર્ષા આવતી. ૧૯મી સદીમાં પ્રશિયા, ડેન્માર્ક, સ્વીડન, ઇંગ્લેંડ, ફ્રાન્સ એ બધાંએ વેપારવાદની હરીફા Jain Education Intemational વિશ્વની અસ્મિતા ઈમાં ઝંપલાવ્યુ' અને સસ્થાના મેળવવા પ્રયાસ શરૂ કરી દીધા. બધાએ વહાણવાટુ', ઔદ્યોગિક વિકાસ ને નિકાસી વેપારને ઉત્તેજન આપ્યું. પરિણામે ૧૭મી સદીમાં સાંસ્થાનિક વેપારવાદ એટલે બધા વ્યાપક બની ગયા અને ૧૮મી સદીમાં એટલે નોંધપાત્ર રીતે પ્રકાશમાં આબ્યા કે હવે તેને એક ખેાટા ખ્યાલ તરીકે અવગણી શકાય નહી. આ ‘વેપારવાદ' શું છે તે પણ જાણવુ' જરૂરી છે. ચામસ પાર્કર મૂન તેની વ્યાખ્યા આપતાં જણાવે શ્રી છે કે, “ ઉદ્યોગા, નિકાસ, સસ્થાના, વહાણવટુ વગેરેને .. પ્રોત્સાહિત કરતી માન્કેટીન, રીશત્રુ, ડવીટ, થેામસામન, રાલે, સરોશુઆ ચાઈલ્ડ અને બીજાનાં લખાણામાં રજૂ થયેલી અને લૂઈ–૧૪ના મત્રી કાલ્ઝટ દ્વારા કદાચ સૌથી વધારે સ્પષ્ટ રીતે અમલમાં મુકાયેલી આ નીતિ કાશ્મટવાદ' અથવા સામાન્ય રીતે વધારે તેા વેપારવાદ તરીકે જાણીતી બની છે.” સુરાપના દેશની આર્થિક, ધાર્મિક અને રાજકીય સ્થિતિ પ્રમાણે તેનુ સ્વરૂપ ઘડાયેલું. ૧૮મી સદીમાં વેપારવૃદ્ધિ થતાં માત્ર વેપારી મથકોને સ્થાને અધિકાર સ્થાપવાની શરૂઆત થઈ. પાતાનું સુરક્ષિત અજાર ઊભું કરવા બધા દેશે! પ્રયત્નશીલ અન્યા. પ્રથમ તે બધાંની નીતિ માત્ર વેપારની જ હતી પરંતુ આફ્રિકા એશિયાના પછાત વિસ્તારાની નબળી રાજકીય સ્થિતિના લાભ લઈને અધિકાર સ્થાપવાનું વલણુ થયુ, પેાતાની માલિકીનાં સ‘સ્થાના ઊભાં કરીને બધાંએ એક નવીન વેપારી – પદ્ધતિ ( Mercantile system ) વિકસાવી તેનાં બે સ્વરૂપે હતાં-સસ્થાનવૃદ્ધિ કરવી અને પૂર્વ સાથે વેપાર ખેડવા. સંસ્થાનાને જોઈતી વસ્તુઓ તેઓ માતૃદેશ પાસેથી ખરીદે જેના ભાવ ઊ'ચા હેાય અને કાચા માલ માતૃદેશને જ વેચે જેના ભાવ નીચા હોય. આમ સંસ્થાના સસ્થાનવાદી સત્તાઓની આર્થિક લૂંટનાં સાધના બન્યાં, યુરોપ માટે આ પ્રથમ અનુભવ હતા. એકહથ્થુ સત્તા અને આવા આર્થિક લાભ પહેલાં કદી પણ સુરાપ માટે નહાતા ઉદ્ભજ્યે. યુરોપીઅન દેશેા માટે, · પાતાના આર્થિક લાભ માટે આયાતનિકાસ બન્નેમાં ઈજારા સર્જવા, નાના ઊંચા દર જાળવી રાખવા સસ્થાના સાથે વેપારી રાકાણુ કરવુ', સસ્થાનાની કુદરતી સંપત્તિ અને મજૂરાનું શાષણ કરવું; તે માટે સધિએ કરવી, વ્યવસ્થાતંત્ર ઊભુ કરવું અને લાભ મળતા રહે ત્યાં સુધી આ રમત રમ્યા કરવી” સામાન્ય બની ગયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy