________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૯૩
ક ભાતું
જન્મ ધરીને, જેનધમી થઈને કણ એવાં નર-નાર હશે જેણે શાશ્વતા તીથ શ્રી શત્રુંજયની યાત્રા કરી નહિ હોય? અનંત યુગોથી અનંત માનવ-વણઝાર આદિદેવને ભેટવા ધસી રહી છે, ને બબે માઈલના પહાડની વાટ ઉમંગે કાપી, છાતીસમાણુ હડા ચડી, અજબ હર્ષોલ્લાસે યાત્રા કરી રહી છે.
જે દિવસની વાત કરીએ છીએ, ત્યારે અનેક યાત્રીઓ પહાડ પરથી ઊતરતા હતા. કાળ ઉનાળે હતે. મારવાડના એક બાપ-દીકરે યાત્રા કરીને ઉતર્યા હતા. દીકરો ખૂબ ભૂખ્યો થયે હતે. બાપ પાસે દીકરાને ખવરાવવા કાંઈ નહોતું. દીકરો રેતે રહે નહિ. પાસે વહ હતો, નીચે સતી વાવ હતી. બાપે વડના ટેટા લાવી દીકરાને આપ્યા, ખવરાવ્યા ને પાણી પાયું.
વિમલ ગચ્છના એક સાધુ ત્યાંથી જાય. તેમણે આ દશ્ય જોયું. મુરશીદાબાદના એક શેઠને વાત કરી. તેઓએ ચણાના કેથળા અપાવ્યા. યાત્રા કરીને નીચે આવનારને તળેટી પર મૂઠી ચણું આપવા શરૂ કર્યા. ચણમાંથી શેવ-મમરા થયા. એમાં એક વાર નગરશેઠ હેમાભાઈને મુનિવર લઈ આવ્યા. તળેટીના ભાતાનું પુણ્ય સમજાવ્યું. ત્યારથી લાડવા અને ગાંઠિયા ચાલુ થયા - આજે અનેક યાત્રીઓ યાત્રા કરી તળેટીએ ભાતું ખાઈ અમીના ઓડકાર ખાય છે, ને અંતરના આશીર્વાદ આપે છે.
જ શાહ મણીલાલ બેચરદાસ જ
પ્રીટેડ ટેપેસ્ટ્રી, જેકાર્ડ ટેપેસ્ટ્રી તથા ગાદલા પાટના વેપારી.
૭૩/૦૩/૮૨ વિઠલવાડી, કાલબાદેવી રોડ, મુંબઈ-૨,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org