________________
૧૮૦
છે અને તેની પશ્ચિમે કાંગા-કિનશાસા છે. રુ આંડાની વસતી ૩ર લાખની છે. આ પહાડી પ્રદેશની આબેહવા સ્વાસ્થ્યવર્ધક છે. તેની રાજધાની કિગાલી છે. જાન્યુઆરી ૧૯૬૧માં આ દેશમાં રાજતંત્રના અંત આવ્યા અને તે સ્વતંત્ર પ્રજાસત્તાક જાહેર થયુ. તેની રાષ્ટ્રભાષા કિનિયા રુઆન્યા છે. ૯ હજાર ચારસ માઈલના વિસ્તારમાં ખેતી થાય છે અને ૯૩ ટકા લેાકેા ખેતી પર આધાર રાખે છે. આ દેશના ઔદ્યોગિક વિકાસ થયા નથી.
(૨૭) અરુ‘ડી
અગાઉ આ દેશ ઉરુ...ડીના નામે ઓળખાતા અને તેના પર બેલ્જિયમનું શાસન હતુ. ૧લી જુલાઈ ૧૯૬૨ માં તેને સ્વતંત્રતા મળી અને ૨૮મી નવેમ્બર ૧૯૬૬ને દિને રાજાનું રાજ્ય અંત પામ્યું' અને પ્રજાસત્તાક સરકાર સ્થપાઈ. રુઆન્યાની દક્ષિણે અને કાંગા–કિનશાસાની પૂર્વમાં તથા ટાન્ઝાનિયાની પશ્ચિમે આવેલે આ દેશ ૧૧ હજાર ચારસ માઈલના વિસ્તાર ધરાવે છે. અને તેની વસતી ૩૩ લાખની છે. ૨ જી ડિસેમ્બર ૧૯૬૬થી દેશમાં કેવળ
એક જ રાજકીય પક્ષ છે. એકબીજા પક્ષેા પર પ્રતિબંધ છે. રાષ્ટ્રપતિ પાસે જ બધી સત્તા છે. ઘણાખરા લેાકેા મુસ્લિમ છે. જીજુમ્બુરા તેનું મુખ્ય શહેર છે. દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત અપાય છે. મુખ્ય પેઢાશ કૌફી અને કપાસ છે.
(૨૮) યુગાન્ડા
યુગાન્ડાનું' ક્ષેત્રફળ ૯૪ લાખ ચારસ માઈલ છે અને તેના સાતમા ભાગ જળપ્રદેશ છે. તેની વસતી ૯૫ લાખની છે. આ દેશમાં એક ટકા કરતાં વધુ ભાર તીચાની વસ્તી હતી અને તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમાંના ભારતીચેા બ્રિટન અને પરદેશે અને ભારતમાં જતા રહ્યા છે. પ્રમુખ ઈંદ્રી અમીને સંગ્રહ ખારાને માતની સજા ફરમાવી વસ્તુઓના ભાવ નીચા આણ્યા છે. યુગાન્ડાની રાજધાની કંપાલા છે અને તેમાં હિંદુ મદિર પણ છે. જીજા અને મવાલ તેનાં બીજાં એ મુખ્ય શહેરા છે. આઝાદી પહેલાં યુગાન્ડા બ્રિટિશ ઈસ્ટ આફ્રિકાના એક ભાગ હતા. તે ૧૯૬૨માં સ્વતંત્ર રાજ્ય થયું અને ૯મી ઑકટોબર ૧૯૬૨થી કામનવેલ્થના સભ્ય દેશ બન્યા. કપાસ, કૉફી, શેરડી, ચા વગેરેના પાકાથી તે હર્યાં ભર્યો દેશ છે.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
(૨૯) કેન્યા
ઇથિાપિયાની દક્ષિણે અને યુગાન્ડાની પૂર્વે આવેલે કેન્યા દેશ પણ બ્રિટિશ ઇસ્ટ આફ્રિકાના એક ભાગ હતા. તે ૧૨મી ડિસેમ્બર ૧૯૬૩માં સ્વતંત્ર થઈ કામનવેલ્થના સભ્યદેશ બન્યા. તેનું ક્ષેત્રફળ ૨ લાખ ૨૫ હજાર ચારસ માઇલ છે અને વસ્તી ૧ કરોડ અને સાડાબાર લાખ જેટલી છે. તેની આર્થિક વ્યવસ્થા કેટલાંક વર્ષો પહેલાં ભારતીયાને આધારિત હતી. મામ્બાસા તેનુ' મુખ્ય દર છે અને નૈરાખી તેની રાજધાની છે. નાકુરુ અને કિસુમુ તેનાં બીજા મુખ્ય શહેરા છે. આફ્રિકાકરણની નીતિને કારણે ઘણા ભારતીયેાને કેન્યા છેોડી જવું પડયું છે, કન્યા નાખી ઉપરાંત સાત ઈલાકામાં વહેંચાયેલા છે. પર્યટન-ટુરિઝમ કેન્યાના એક મેટો ઉદ્યોગ છે અને અહીંનું વનજીવન – પ્રાણીઓ વગેરે જોવા અસ`ખ્ય વિદેશી યાત્રાળુએ પ્રતિવષે કેન્યામાં આવે છે. સાતમી સદીથી કેન્યાના વેપાર હિંદુ મહાસાગરને કિનારે આવેલા તેના તટના પ્રદેશે અને આરએ વચ્ચે ચાલતા હતા. ૧૮૯૫ થી કેન્યા બ્રિટિશ સામ્રાજ્યના શાસન તળે હતું. કેન્યા પૂર્વ આફ્રિકાનું ઔદ્યોગિક કેન્દ્ર છે. (૩૦) તાંઝાનિયા
તાંઝાનિયાનું પહેલાનું નામ ટાંગાનિકા હતુ. ૯મી ડિસેમ્બર ૧૯૬૧ ના રાજ ટાંગાનિકાને સ્વતંત્રતા મળી અને તે કામનવેલ્થનું સભ્ય થયું. તે પછી ઝાંઝીબારમાં ક્રાંતિ થઈ અને ૧૯૬૪માં તેને ટાંગાનિકા સાથે ભેળવી દેવાયું અને ટાંગાનિકાનું નામ તાંઝાનિયા રાખવામાં આવ્યું'. તેનુ ક્ષેત્રફળ સાડા ત્રણ લાખ ચેારસ માઈલ છે અને તેની વસતિ એક કરોડ અને ૨૬ લાખથી વધુ છે, તેમાં એ ટકા ભારતીચેા છે, તાંઝાનિયામાંથી ભારતીયેાને હજી હાંકી કાઢવામાં આવ્યા નથી. તેની રાજધાની દારેસલામ હિન્દી મહાસાગરમાં આવેલું ખદર છે. દારેસલામમાં સ્વતંત્રતાનું સ્મારક ખડુ' કરવામાં આવ્યું છે. ઝાંઝીબારમાં દુનિયામાં સૌથી વધુ લિવિંગ થાય છે. ત્યાં ૪૦ લાખ ઉપરાંત લિવ`ગનાં ઝાડ છે, તાંઝાનિયામાં સેાનાની હીરાની અને લેાખંડની ખાણા છે.
(૩૧) આંખિયા
ઝાંબિયા ૨૪મી આકટોબર ૧૯૬૪ને દિને સ્વતંત્ર દેશ થયા અને તે કામનવેલ્થના સભ્ય અન્યા. તેનુ' પહેલાંનુ નામ ઉત્તર રાડેશિયા હતું અને તેમાં રોડાશયા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org