________________
૧૧૬૮
સુરત જૈન ધાર્મિક શિક્ષણુ સઘના પેટ્રન તરીકે છે, તથા એ એસ્ટ્રાલેકલ સેાસાયટીના આજીવન સભ્ય તરીકે, લાયન્સ ક્લબ એક્ જુહુના ડાયરેકટર તરીકે કારસ્ત છે. આ ઉપરાંત જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે તથા ઇન્ટરનેશનલ સેાસા યટી એક્ ક્રિષ્ના કાન્ગ્યુસનેસના લાઇફ પેટ્રન તરીકે સકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પેાતાના બહિ. મુખી સ્વભાવથી શ્રી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકથા છે.
શ્રી દામજીભાઈ મેઘજીભાઈ ગુડકા
વારસા
બાળપણમાં જ્યારે બાળકને માતા-પિતાની હૂંફ માતા -પિતાને પ્રેમ અને પુત્રને જ્યારે પિતા પાસેથી ગત શિક્ષણની અતિ આવશ્યકતા હાય છે ત્યારે કમનસીએ એમના પ્રેમાળ પિતાની છત્રછાયા ગુમાવી અને તેવા સંજોગેમાં તેમને તેમના પગ પર ઊભા રહેવાની ફરજ પડી સ્વભાવે સાહસિક વૃત્તિના એટલે શેડ શ્રી રામજીભાઈએ ધધાકિય શરૂઆત દાણા -કરી આણુાની દુકાનથી કરી અને સમય તેમ જ સજાગેા તપાસતાં તપાસતાં વખતનુસાર અનુકૂળ ધાંધા-ઉદ્યોગો કરતા રહ્યા કે બદલાવતા રહ્યા જેના પરિણામે તેઓશ્રી હાલમાં ભીવ'ડી ખાતે સાઇઝીંગ વર્કસ, ફેકટરી ચલાવે છે અને અગ્રણી ઉદ્યોગપતિઓમાં ગૌરવપૂર્વક સ્થાન ભાગવે છે.
T
તેથી માત્ર ધંધા ઉદ્યોગામાં જ ગૂંથાઇ ન રહેતાં તેમણે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય અને સપ્રમાણ
મહત્ત્વપૂણું ભાગ ભજવ્યેા છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમણે તેમના પ્રભાવ પ્રકાશિત કર્યા છે. એમનામાં આત્મસૂઝ
એવી જખરી છે કે કોઇપણ વાતના કે હકીકતના તાગ કાઢવામાં તેમને કશી વાર નથી લાગતી અને સવ સંજોગામાં સર્વ પ્રશ્ન!નું નિરાકરણ આસાનીથી લાવી શકે છે, જે તેમનામાં રહેલી તેજ મુત્સદ્દીગીરીની પ્રતીતિ કરાવે છે.
છેલ્લાં ત્રીસ ત્રીસ વર્ષોથી અવિરત અને વિશમ સેવા તેઓશ્રી હાલારી વિશા ઓસવાલ સમાજને આપી રહ્યા છે. એમની આ સેવા અનન્ય છે. તેઓશ્રી બાંધકામ સમિતિના મંત્રી તથા પ્રમુખશ્રી તરીકેના ભગીરથ પ્રયાસો ને પરિણામે સમાજ માટે અદ્યતન આધુનિક સગવડાથી સુસજ્જ ભવ્ય વાડી ‘આસવાળ ભવન' તથા ‘ ઓસવાળ
Jain Education Intemational.
વિશ્વની અસ્મિતા
સભાગૃહ 'ના બાંધકામ સફળતાથી નિયત સમયમાં પૂરા થયા છે. એસવાળ શિક્ષણ અને રાહત સઘના પ્રમુખ શ્રી તરીકે ત્રણ વર્ષ સુધી, સમાજના મ`ત્રી-ખજાનચી તરીકે ચાર વરસ સુધી; ઉપરાંત પ્રમુખ તરીકે તેમ જ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે વખતે-વખત અગત્યના જવાબદારીનાં સ્થાના સભાખ્યાં છે. અને દરેક સ્થાન ઉપરથી તેઓશ્રીએ નોંધપાત્ર સેવાએ આપી છે અને એ સેવ!એ ચિરસ્મરણીય રહેશે.
હાલમાં ભીવ‘ડી ખાતે સંઘ તરફથી હાઇસ્કૂલ સ્થાપવાના અગત્યના નોંધ લેવાયા છે અને તે રીતનુ આયે।જન સમિતિના તેઓશ્રી પ્રમુખ છે. અને આ કાય વેગપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. સમાજમાં અને સમાજ બહાર તેઓશ્રીનુ શક્ષણિક ક્ષેત્ર નોંધપાત્ર પ્રદાન રહેલ છે.
ધાર્મિક ક્ષેત્રે તેમની સેવાએાનુ મૂલ્ય ના નીકળી શકે તેવું રહ્યું છે. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના તેઓશ્રી પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી છે. ઘાટકોપરમાં નવરાજ લેનમાં જિનમદિરના નિર્માણમાં એમના ખાંધકામ સમિતિના કન્વીનર તરીકેના મહત્ત્વ પૂર્ણ એવા આ હિસ્સે! છે. મહારાષ્ટ્રમાં આ અપૂર્વ આ ભવ્ય મંદિર સાકર લઈ રહેલ છે અને એ કારણે આ વિસ્તારની ધ્રુવી શકયતા દીપી ઊઠી છે. તાજેતરમાં નવરાજ લેનમાં નૂતન ઉપાશ્રયનું... આંધકામ તેમની જાત દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવેલ છે. કુદરતી કેપ કે અકાળ કે દુષ્કાળ કે પાણી રેલમછેલના વિકટ વખતેમાં માનવસેવાઓની અને રાહતકાર્થીની તેઓશ્રી આગેવાની અચૂક સ'ભાળે લે છે અને કામધંધા છેાડીને
મુશ્કેલીમામાં મુકાયેલા માનવીઓની બની શકે તેટલી મુશ્કેલીઓ દૂર કરવામાં તેઓશ્રી મગ્ન બની જાય છે.
માનવ સેવા, સમાજ સેવા, ઈતર પ્રવૃત્તિએામાં પણ તેઓશ્રી સારા એવા રસ ધરાવે છે.
શ્રી રવજી ખીમજી ગણાત્રા
શ્રી રવજીભાઈની જન્મભૂમિ કચ્છ અને ૧૨ ઓકટોબર ૧૯૧૦ એમની જન્મસાલ. શ્રી રવજીભાઈ જ્યારે એ વર્ષના હતા ત્યા એમના માતાપિતા ધંધા માટે કરાંચી ગયાં, ત્યાં નાનપણુથી જ તેજસ્વી શક્તિવાળા રવજીભાઈ એ ત્યાંની સ્થાનિક કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધેલ. અને ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૨ની લડતમાં ભાગ લઈ જેલવાસ પણ ભાગવેલ. કરાંચીમાં તેઓ ફ્રેન્ચાર લાઈન્સ તાલુકા
www.jainelibrary.org
For Private & Personal Use Only