SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ શરૂ કરવા માટે તેમણે મેટું દાન આપ્યું છે. આ ઉપરાંત શ્રીમતી અજવાળીબા બાલમંદિર, માટુંગા અને ફર્ગ્યુસન કેલેજ, પુનાને પણ તેમણે સારી એવી સહાય આપી છે. ધનના સંચય કે દલાલી કરી ઉદાર મદદ આપીને શ્રી ઓઝા ધનનો સદઉપગ તે કરી જ રહ્યા છે. પણ કેટલીય સંસ્થાએના પ્રાણ પૂરનારા પણ બન્યા છે. શ્રી શામજીભાઈ મહેતા. - ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના એક નાના ડુંગરના કપાળ વણીક શ્રી શામજીભાઈ પોતાના વ્યવસાય અંગેની પ્રવૃત્તિઓ માંથી ફરજ સમજી સમય તારવીને સામાજિક હિતના કાર્યમાં પણ સક્રિય રસ લેતા રહે છે ડુંગર ઉપરાંત સાવરકુંડલા મઠ્ઠા અને મુંબઈની અનેક સંસ્થાઓને તેમને અનુભવ અને માર્ગ દર્શન ઉપરાંત આર્થિક સહકારને લાભ પ્રાપ્ત થાય છે. આજ થી ડાક વખત પહેલાં અમને મુંબઈ ખાતે મુ શ્રી શામજી ભાઈને મળવાની તક મળી હતી. લગભગ ૭૦ વર્ષની વયે પણ જે રીતે ખબરદારીથી ધંધામાં ધ્યાન આપી રહ્યા છે એ જોઈ ભલભલાને નવાઈ ઉપજે એ સ્વભાવિક છે. શ્રી શામજી ભાઈ “કીંગ ઓફ મિનરલસ” નામે ઓળખાય છે. અડધી બાંયનું ખમીશ અને ધોતિયું પહેરી અહીં તહીં ટેબલ ટેબલે ફરીને હસતા ચહેરે શ્રી શામજી ભાઈને કામ લેતા જેવા એ એક વિરલ પ્રસંગ છે. શ્રી શામજીભાઈ ખનીજની પરખ પળ બે પળમાં કયારેક હાથની ચપટી વચ્ચે ઘસીને, કયારેક સુંઘીને અને કયારેક જોતાની સાથે જ કરી આપે છે. હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ તેમની ઔદ્યો ગક પેઢીઓ ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યાં છે. મુ. શ્રી શામજીભાઈના જણાવ્યા મુજબ ફલારફાર, કેલ્સીયમ, ડોલેમાઈટ, બેન્ટોનાઈટ સષસ્ટોન, મારબલ, સીલીકા, જીસમ, મેંગેનીઝ, ગ્રેફાઈટ, ફાયરકલે, એએસ્ટોસ, ચાઈનાકલે, લાઈનસ્ટોન, બેકસાઈટ અને અકીક વગેરે કુલ ૨૧ જાતના ખનીજ ગુજરાતના પેટાળમાં છે અને તેનો ધંધાકિય દૃષ્ટિએ પૂરતો લાભ શી રીતે ઉઠાવવો એ પ્રશ્ન વિશાળ અનુભવ, ધંધાકીય કુનેહ અને ઉડે અભ્યાસ માંગી લે છે. તેમણે કહ્યું કે ગુજરાતના લોકોની ધંધાકીય કુનેહ ઘણી છે. જે જે ગુજરાતીઓએ દેશના મિનરલ્સના વ્યાપારક્ષેત્રે સફળ ખેડાણ કરેલા છે તેમની પાસેથી અવારનવાર સલાહ સૂચન મેળવીને અને રાજ્યના હિતમાં હોય એવી વ્યવહારૂ નીતિ અપનાવીને આપણે આગળ પ્રયાણ કરવું જોઈએ. ગુજરાતમાં ખનિજ ઉદ્યોગનો ધાર્યો વિકાસ થાય તે બોકસાઈટ અને મેંગેનીઝ જેવી ખનિજ સંપત્તિ ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ કરી શકાય. જે ખનિજ ઉદ્યોગને વધુ ફાયદાકારક વિકાસ કરવા માંગતા હોઈએ તે સર્વાગી દૃષ્ટિકોણ અપનાવીને જરૂરી તમામ પ્રકારની સહાય અને સગવડો મળી રહે એ માટે સગવડ કરી આપવી જોઈએ. જે આટલું થાય તે માત્ર ખનિજ ઉદ્યોગને કારણે જ ગુજ રાતની ઔદ્યોગિક તસ્વીર ઘણી જ અસરકારક રીતે બદલાઈ જશે અને ગુજરાતનું ભાવિ ઘણું ઉજજવળ બનશે. શ્રી શિવુભાઈ વસનજી લાઠીયા શ્રી એસ. વી. લાઠીયાને જન્મ ૧૫ મે ૧૯૨૮ ના સૌરાષ્ટ્રમાં આવેલ મેંદરડા ગામે થયો. મુંબઈની વિલ્સન કોલેજમાં તેઓએ પિતાનું શિક્ષણ લીધું. ૧૯૬૧માં તેઓએ બી. એસસી. ની પરીક્ષા ઓનર્સ (HONS) મેળવી પાસ કરી રબ્બર ટેકનોલ ના ક્ષેત્રે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા અને છેવટે રમ્બર ટેકનોલેજીને લઈને એલ. આઈ. આર. આઈ.ની ડીપ્લોમાંની પદવી મેળવી ભારત પાછા ફર્યા. આ પછી તેઓએ ૧૯૫૩માં ઓગસ્ટની ૧પમી તારીખે રમ્બર ફેકટરી શરૂ કરી આ ફેકટરી પહેલાં મુંબઈમાં લેમિંટન રોડ પર હતી પરંતુ ૧૯૫લ્માં તેને સાકીનાકા પર ફેરવવામાં આવી. આ ફેકટરી દ્વારા ઉદ્યોગો માટે રમ્બરના સાધનો, રમ્બરના અને રમ્બરની દોરીઓ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. વિજ્ઞાનની પ્રગતિનો લાભ લઈ ઉદ્યોગના ક્ષેત્રે પ્રગતિ સાધી રહેલા શ્રી લાઠીયા સામાજિક ક્ષેત્રે પ્રગ્રતિ સાધવામાં જરા પણ પાછળ રહ્યા નથી. ૧૯૬પમાં તેઓ “જસ્ટીસ ઓફ પીસ' તરીકે નિમાયા “મુંબઈ એસોસીએશન” “ભારત નારી કલ્યાણ સમાજ ના માનદ્ ખજાનચી તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રોટરી કલબના ડાયરેકટર તરીકે ચુંટાયા ‘લાઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રમ્બર ઈન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રોવિડન્ડ ફંડ-સમિતિના ચેરમેન તરીકે નિમાયા તેઓએ ‘ઇન્ડિયન કેન્સર સોસાયટી' પ્રોગ્રેસીવ ગ્રુપ' ચિનમાયા મિશન ક્રિપલેડ ચિલ્ડ્રન સોસાયટી હેરલ્ડ લાશ્કી ઈન્સ્ટીટયુટ ઓફ પાલિટીકસ જેવી અનેક સંસ્થાઓના આશ્રયદાતા સમાન છે. અને “ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને પણ ગણના પાત્ર સહાય આપી છે. બન્મે એસોસીએશનની સ્થાપના કરનારા તેઓ સક્રિય સભ્ય છે. આ ઉપરાંત તેઓ બીજી વિવિધ પ્રકારની સમિતિઓના સભ્ય છે; જેવી કે ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ઇન્ડિયન રખર ઈન્ડસ્ટ્રીઝ એસેસીશન ઇન્ડિયન સ્ટાન્ડઝ ઈન્સ્ટીટયુશન, બેડ ઓફ કંટ્રોલ ઓફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટ એકઝીકયુટીવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ, માનવ સેવા સંધ પ્રેસિવ ગુપ્ર ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલફંડ કાઉન્સિલ એન વર્લ્ડકેશન એશિયા પેસિફિક ડિવિઝન, કેયનાં અર્થ કવેક વિકટીમ્સ એઈડ કમિટિ વગેરે આમાં પ્રોગ્રેસિવ ગુપના સ્ટેન્ડીંગ કમિટિના તેઓ સભ્ય છે. જ્યારે ઓલ ઇન્ડિયા મેન્ય ફેકચર્સઓર્ગેનાઈઝેશનના સેન્ટ્રલ કમિટિ મેમ્બર છે. આ ઉપરાંત કે આમાંની એળક જેટલી સમિતિઓનાં તેઓ આ જીવન Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy