________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
એમાં જેમણે દાનનું ઝરણું વહાવ્યું છે તે શ્રી માણેકજીભાઈ કચ્છ તેરા અબડાસાના વતની છે. વિદર્ભના જાહેર જીવનમાં સારી એવી નામના અને રૂના ધંધામાં એક સૈકાથી પડેલા શ્રી ધનજીભાઈ કાનજીભાઈના સુપુત્ર છે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવાને સદ્ભાગી બન્યા છે. હાલમાં પોરબંદરની જગદીશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજરને માનવંત હાદો ભેગવી રહ્યા છે. પોરબંદરના સાંસ્કૃતિક વિકાસમાં પણ એટલું જ એમને હિસ્સે દેખાય છે. પોરબંદરની રોટરી કલબમાં પ્રમુખમંત્રીના હોદ્દાથી માંડીને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મુંબઈની અનંતનાથજી જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે શ્રી વિરજી લધાભાઈ ક. દ. ઓ. જૈન વિદ્યાથી ગ્રહ મુંબઇના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે શ્રી ક. દ. એ. શિક્ષણ પ્રચારક સમિતિના ટ્રસ્ટી તરીકે પ્રશંસનિય સેવા બજાવી છે. તેમના ધર્મપત્ની પ્રભાવતી બહેન જેઓ ઈનર વ્હીલ સંસ્થાના પ્રમુખ હતા અને રોટરી કલચરલ સેસાયટીના પ્રમુખ રહ્યા છે. તેમને પણ આ બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સારે એ હિસ્સો છે.
સુપુત્ર શ્રી રજનીભાઈ પણ દાન-ધર્મની પ્રવૃત્તિઓમાં પ્રસંગ ગોપાત છૂટે હાથે દાન કરતા રહ્યા છે. આ કુટુમ્બના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે પોતે તેલના મેટા વેપારી હતા. અને આજે કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં તેમના નામે હાઈસ્કુલ ચાલે છે. સાધુ સંત પરત્વેની પણ એટલી જ ભકિત. તેમણે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનના થોથા નથી ઉથલાવ્યા પણ બે જીવનમાં મેળવી લીધું છે કે “ધનના આપણે માલીક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખું કુટુંબ ખૂબજ કેળવાયેલું છે. શ્રી મણીલાલ પોપટલાલ મહેતા
જે કુટુંબના અગ્રણીઓ વિષેની નેંધ આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થઈ છે. તેમાંના એક શ્રી મણીલાલ પોપટલાલ મહેતા પણ એ પરોપકારી કુટુંબના જ અગ્રણી મહાનુભાવ છે ખડકાળાના વતની-નોનોમેટ્રીક સુધી જ અભ્યાસ પણ ઘણું વર્ષોથી આંધ્ર પ્રદેશમાં વ્યાપાર અર્થે સ્થિર થયાં છે. મીજીન સ્ટોર્સ સપ્લાયર્સના ધંધામાં યશસ્વી પ્રગતિ કરી રહ્યાં છે–ખંત ધીરજ આત્મ વિશ્વાસ અને પ્રમાણિકતાને લઈ વ્યાપારી સમાજમાં સારું એવું માનપાન પામ્યા છે. અને સામાજિક સંસ્થાઓમાં પણ સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. આદોની ગુજરાતી હિતવર્ધક સમાજના આઠ વર્ષથી સેક્રેટરી તથા ખજાનચી તરીકે તથા આંધ્રપ્રદેશ ગુજરાતી સમાજ હૈદ્રાબાદના અદોની સમાજ તરફથી પ્રતિનિધિ તથા સભ્ય અને સેન્ટ્રલ કે-આપરેટીવ સ્ટોર્સના ડાયરેકટર તરીકે તેમની સેવાઓ જાણીતી છે. શ્રી મનસુખલાલ મગનલાલ વોરા
- પાલીતાણાના વતની શ્રી મનસુખલાલભાઈ મેટ્રીક સુધીનો અભ્યાસ કરી નાની ઉંમરમાં જ ધંધાર્થે મુંબઇ ગયા ત્યાં પોતાની કુનેહ અને શકિતથી પ્રમાણીકપણે ધંધાને ખીલવ્યા અને વિકસાવ્યો. ધંધામાં શ્રી વાડીભાઈને સહકાર વિડીલેના આશિર્વાદ અને કુદરતની કૃપાદૃષ્ટિ થઈ એ બે પૈસા કમાયાં. બોમ્બે સોઇંગ થ્રડ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે તેમની ઉજ્જવળ સેવાઓ પડી છે. જૈન અને જૈનેતર સંસ્થાઓમાં ગુપ્તદાનનું ઝરણું વહાવ્યું છે. નાનામોટા અનેક ફંડફાળાઓમાં આ કુટુંબે ઉદારભાવે યત્કિંચિત ફાળે આપે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખાસ કરીને તન-મન-ધનનો ભેગ આપે છે. વ્યવહારિક ક્ષેત્રે તેમનું માર્ગદર્શન લેવાય છે. નિષ્ઠાવાન વેપારી તરીકેની તેમની સારી એવી પ્રતિષ્ઠા છે.
શ્રી મેહનલાલ પિપટલાલ મહેતા
માણસ ધનવાન હોય, દાનવીર હોય, દયાળુ હોય અને સાથે સાથે નિરાભિમાની પણ હોય એવા કિસ્સા બહ ઓછા જોવા મળે છે. ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ જીવી જાણ ન ૨ શ્રી મેહનલાલભાઈ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે ખડકાળાના વતની છે. મેટ્રીકથી વધુ અભ્યાસ ન કરી શક્યા. અને કેટલીક જવાબદારીઓ વહન કરવા નાની ઉંમરમાં જ મુશીબતથી કારમા દિવસેને સામનો કર્યો. પાંચ તલાવડા પાસે હરીપર ગામે પિતાના સાળમાં પ્રાથમિક અભ્યાસ કરી ભાવનગર ગોકળદાસ બેડિંગમાં નનમેટ્રીક સુધીના અભ્યાસ કરી ૧૯૩૦ માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂકો. જે વખતે સ્વરાજ્યની લડતને નાદ પૂરજોશમાં ગાજતે હતે. શ્રી મોહનભાઈનું યુવાન હૈયું તેમાં ખેંચાયું અને ધોલેરાની સત્યાગ્રહની લડતમાં અગ્રભાગ ભજવ્યો. ધરપકડ વહોરી થોડા જેલમાં કેટલેક સમય વિતાવ્ય ખાદી ગ્રહણ કરી, નેતાઓ સાથે અહિં તહિં ઘૂમ્યા પણ મન કાંઈક ચકકસ દિશામાં રિથર થવા થનગની રહ્યું હતું. પાંચ સાત વર્ષ ખાંડ બજારમાં નોકરી કરી, દસેક વર્ષ ચંદુલાલ વોરાની સાથે કામ કર્યું. મુંબઈથી દેશમાં જતા રહ્યા. વળી પાછા મુંબઈ આવ્યા. લંબીંગ એન્ડ સેનીટરી કામમાં તેમનું નામ આગળ આવ્યું. ક્રમે ક્રમે પછી તે દુકાનો જગ્યાએ લીધી અને ધંધાને વિકસાવ્યો દરિયાવ દિલના શ્રી મોહનભાઈ એ ધંધામાં બે પૈસા મેળવ્યા તે તેનો સદુઉપગ કરતા રહ્યાં તેમની વિખ્યાત વ્યાપારી કારકીર્દિમાં ઘણી કેળવણી વિષયક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિને વિશાળ દિલથી સહાય અને
શ્રી માણેકજી ધનજીભાઈ | નાના મોટા ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં જે કુટુંબને યશસ્વી ફાળે રહ્યો છે. જૈન અને જૈનેતર સંસ્થા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org