SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભગ્રંથ શ્રી જયદેવ રઘુનાથ બ્રહ્મભટ્ટ પિતાના કાવ્યસર્જનને ગુણ પૂર્ણતયા વિકાસ પામે લોછે. તેઓ મુંબઈની બેંક ઓફ ઇન્ડિયાની હેડ એફીસમાં નોકરી કરે છે. આંકડાની ઇંદ્રજાળમાં રચ્યા પચ્યા રહેતા શ્રી જયદેવભાઇના કાવ્ય સર્જનના પ્રવાહુ અસ્ખલિત વહ્યા કરે છે. અભ્યાસકાળમાંથી જ તેમનામાં રહેલા કવિ’ડાકિયા કરતા હતા પિતાના પગલે ૧૭ વર્ષની વયે અભ્યાસકાળ દરમ્યાન કવિવર ટાગારના અવસાન પ્રસંગે તેમને અજલિ અતુ લગભગ સો કંડિકાનું કાવ્ય લખ્યું જે મુંબઇના ‘ચિત્રપટ’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયું હતું. તેમના કાવ્યા જોતા તેમના ઉપર કવિવર ટાગાર અને મહાકવિ ન્હાનાલાલની છાપ સહેજે દેખાઈ આવે છે. કાવ્યસર્જન ઉપરાંત નાટ્ય લેખન ઉપર પણ તેમની સારી હથેાટી બેઠેલી છે. શ્રી ચંદ્રવદન રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના આ સહુથી નાના પુત્ર છે. તેમના મોટા અને ભાઇઓની જેમજ સાહિત્ય સર્જનના વારસો તેમના કવિ પિતામાંથી ઉતરી આવ્યેા છે. અભ્યાસ મેટ્રીક સુધી છે, સામાન્ય માન્યતા એવીછેકે શ્રી અને સરસ્વતીને આઘવેર છે. પરંતુ રસકવિના મોટા બન્ને પુત્રાની જેમજ આ તેમના છેલ્લાપુત્ર પણ નડીયાદમાં એક એફ બરોડામાં નોકરી કરે છે. એ રીતે ત્રણે ભાઇએ લક્ષ્મીની સેવા કરતાં કરતાં સરસ્વતીની પણ આરાધના કર્યું જાય છે. શ્રી ચંદ્રવદનનાં લખેલા નાટક આકાશવાણીના તથા મુંબઈ કેન્દ્ર પરથી નિયમિત પ્રસારિત થયે જાય છે. શ્રી રમણીકલાલ મનેારદાસ અમદાવાદ શ્રેષ્ઠીવર્ય શ્રી રમણીકભાઇ શેઠ ભાવનગરના આગેવાન વ્યાપારી ઉપર દાનવીર પણ ખરા. છ અંગ્રેજી સુધીનાજ અભ્યાસ પણ વ્યાપારી કાર્ય કુશળતા અને હૈયા ઉકલત, મનન ભરી વિચારશિલતા અને દીર્ઘદૃષ્ટિ એમને વારસામાં મળ્યા છે. આ સેવાભાવી યુવાને સોળ વર્ષની ઉંમરથી ધંધામાં જોડાઇને ધંધાની પ્રગતિકુચને ચાલુ રાખી, લેાખંડ, સીમેન્ટ અને પેઈન્ટસના ધંધામાં ગુજરાતમાં નામાંકિત બન્યા. સાથે સમાજ સેવાના ઉચ્ચતમ આદર્શોનું જતન પણ કરતા રહ્યાં. નવુ જાણવા જોવા અને સમજવાની લગની બચપણથીજ હતી. સમસ્ત ભારતના પ્રવાસ કર્યાં છે. યાત્રાર્થે ઘણા તીર્થ સ્થાનોની કુટુંબીજનો સાથે મુલાકાત પણ લીધી છે. વિશાળ વાંચન, સ્પાસનો પણ ભારે શોખ-ધર્મગ્રંથા અને સારા સામયિકા વાંચવાની અભિરૂચી છે. એટલુજ નહી પણ સાહિત્યકારો તરફની પણ એટલી ઉમદા લાગણી તેમના જીવનમાં જોવા મળી છે. ભાવનગરમાં ધધાનુ કુશળ સંચાલન ઉપરાંત રાજકોટ, મુંબઈ, અમદાવાદમાં પણ તેમની શાખાઓ Jain Education International ૯૫૩ ચાલે છે. ધંધામાંથી સમય મેળવી પ્રસંગેાપાત સામાજિક સંસ્થાએમાં પણ સમયશકિતનો ભેગ આપે છે. ભાવનગરની બહેરા-મુંગા શાળા સંચાલન સમિતિમાં, અંધ ઉદ્યોગશાળા માં, ચેમ્બર એક કામમાં, એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહી. પણ આ બધી સસ્થાઓમાં સારી એવી રકમની સખાવત કરી છે, હાસ્પીટલમાં વેાટરફુલર મૂકવા માટે, વિકાસગૃહમાં, આંખના દવાખાનામાં, વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ વગેરે વ્યવસ્થા કરાવી આપવામાં, એક ફ્રી ડીસ્પેન્સરી ચલાવવામાં અને નાના--મોટા ફંડફાળાએમાં શ્રી રમણીકભાઈના દિલની અમીરાતના દર્શન થાય છે. શ્રી રવિશંકર નાત્તમદાસ વ્યાસ આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનારાએમાંના એક શ્રી રવિશંકર વ્યાસ મૂળ વતન મહુવા. મેટ્રીક પાસ કરીને કોલેજનુ શિક્ષણ પડતુ મુકી ૧૯૩૭માં રાજકોટમાં ચાલતી રાષ્ટ્રીય લડતમાં કેટલાંક સાથીઓ સાથે સંગઠિત બની ટુકડીના રૂપમાં ઝંપલાવ્યું. રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિના પ્રવાહથી તેમના ઉત્સાહને પ્રેરણા મળી. ૧૯૩૯ પછી મહુવા યુવક સંઘની સ્થાપના કરી તેના મંત્રી તરીકે કામસભાળ્યું. ૧૯૪૨ ની હિંદ છેડાની લડત આવી તેમાં પણ સક્રિય કામ કર્યું.... વચ્ચે થોડા સમય ધંધાદારી ફરજો બજાવી. મજૂર સહકારી મ’ડળીના પ્રમુખ તરીકે, વણકર સહકારી મંડળીના ઉપપ્રમુખ તરીકે, શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ તરીકે, ભાદ્રોડ યંત્ર શાળા વણાટ મંડળીના પ્રમુખ તરીકે તેમની કામગીરી જાણીતી છે. ભાદ્રોડમાં કાપડ વણવાની એક મીલને વિસ્તૃતિકરણ કરવાની યેાજના વિચારે છે. ભારતના ઘણા સ્થળાનું પરિભ્રમણ કર્યું છે. એક બાળમંદિરની સ્થાપના કરી શિક્ષણને ક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન રહ્યું છે. સામાજિક કામેા માટે નાના મેાટા ફંડ ફાળા પણ કર્યા છે. શ્રી રમણીકલાલ કે. ધામી કામ ઉપલેટાના જાણીતા ધારાશાસ્ત્રી છે. જીલ્લા સહકારી, સામાજિક રાજકિય અને શૈક્ષણિક ક્ષેત્રે આજ તે કરી રહ્યા છે. અખિલ પટેલ વિદ્યાર્થી મડળના મંત્રી તરીકે જ્ઞાતિમાં કુરિવાન્તે છેડાવવા તથા શિક્ષણક્ષેત્રે અભિરૂચી કેળ વવા કામગીરી બજાવી છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસનાં મંત્રી ઉપલેટા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ. એ. આઈ. સી. સી. ના સભ્ય, કુટુંબ નિયેાજન રાજય કાઉન્સીલના સભ્ય; ઉપલેટા લાયન્સ કલબના પ્રમુખ, ઇલેકટ્રીકસીટી એડ સ્ટેટ એકન્સલ્ટેટીવ કાઉન્સીલના સભ્ય, સ્ટેટ એગ્રીકલ્ચરલ કે માડીટી કમિટિના સભ્ય, જિલ્લા પૂરવઠા સમિતિના સભ્ય, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય વગેરે અનેક સંસ્થાએ સાથે સંકળાયેલા છે. છેલ્લા દશ વર્ષોમાં કોંગ્રેસમાં ખેંચાયેલા યુવાન લેાહીમાં શ્રી ધામીના સમાવેશ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy