________________
૯૩૪
પણ તેઓ સ્કલરના હકક ધરાવે છે. આવા પેટ્રન તથા સ્કેલરના હક્ક મેળવવા રૂપીયા દસ હજાર કે તેથી વધુ મોટા દાન સંસ્થાઓને આપવાના હોય છે. પ્રાંગધ્રા જીલ્લા સેશ્યલ ગ્રુપ મુંબઇના છેલલા બે વર્ષથી ઉપપ્રમુખ છે. તેમજ બીજી ઘણી નાની મોટી સંસ્થાઓના સભ્ય તથા હોદેદાર તરીકેની કામગીરી બજાવે છે.
ટુંક સમયમાં ધંધામાથી થોડો સમય કાઢી વર્લ્ડ ટુરનો કાર્યક્રમ ગોઠવવા ઈચ્છા ધરાવે છે. હમણા વળી તેમના ગ્રુપ ઓફ ઈસ્ટ્રીઝમાં એક વધુ કંપનીનો ઉમેરો કર્યો છે. “કપાસી ડાય-કેમ કેરપરેશન” તેનું ઉત્પાદન એકમ ગુજરાતમાં સુરત ખાતે રહેશે અને બીજી જર્મનીના સહગ સાથે જર્મો કેમ ઈન્ડસ્ટ્રીઝ” મુંબઈમાં અંધેરી ખાતે રહેશે. તેઓશ્રી ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરે અને આરોગ્યમય દીઘયુષી બને તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સ્વ. શ્રી. પ્રતાપરાય ગિરધરલાલ મહેતા.
શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજે જેમને “રાજ્ય રત્ન” ને ઇલકાબ આપે. ભારત સરકારે પદ્મશ્રી” ની નવાજેશ કરી. દ્વારકાપીઠના શંકરાચાર્યે “સંસ્કૃતિ સેવાભૂષણ”નું બિરૂદ આપ્યું તે શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતાને જન્મ અમરેલીમાં મહતા ધનજી ધેળાના કુટુંબમાં સવંત ૧૯૫૬ના ફાગણ વદ ૩ ના દિને થયો હતે કુળ પરંપરાથી આનુવંશિક સેવાના સંસ્કારે તેમનામાં ઉતર્યા છે.
રાજ્યની ઉદાર નીતિ અને પ્રજાના સહકારથી અમરેલીમાં સાર્વજનિક પુસ્તકાલય સારું ચાલતું હતું તેના મંત્રી પદે રહી સ્ત્રીઓમાં વાંચનનો વિકાસ કર્યો અને સ્વતંત્ર મહિલા પુસ્તકાલય રચ્યું; જે વડોદરા રાજ્યનું પ્રથમ સ્ત્રી પુસ્તકાલય હતું. તેવી જ રીતે સને ૧૯૩૧ માં દેશનું પહેલું સ્વતંત્ર બાળ પુરતકાલય સ્થાપવામાં આવ્યું. ચની રેડ ઉપર મુંબઈ સરકાર દ્વારા બાલભવનની સ્થાપના થઈ. જેના લકલ વાઈસ ચેરમેન તરીકે શ્રી પ્રતાપરાય મહેતા લાંબો વખત રહ્યાં. આ પ્રવૃત્તિના ઉત્તર વિકાસ સમુ બાળ સંગ્રહાલય ચિલ્ડ્રન્સ
મ્યુઝિયમ અમરેલીમાં તેમના પિતા શ્રી ગીરધરભાઈની યાદમાં સ્થાપ્યું. વેપાર ધંધા અર્થે જાણીતા ઉદ્યોગપતિશ્રી રામજીભાઈ હ સરાજ કમાણી સાથે કલકત્તામાં ડબલ્યુ લેસ્લી કંપનીને વહીવટ સંભાળે. કમાણી ઉદ્યોગ પ્રતિષ્ઠાની સ્થાપના અને સંચાલનમાં તેમણે વેગ આપ્યો અને ભાગીદાર સભ્ય તરીકે દીર્ધકાળ સેવા આપી, તે ધંધામાં લાંબો વખત જયપુર રહેતા ત્યાં મીરઝા ઈસ્માઈલ સાથે સંપર્ક વધતાં સરકાર દ્વારા બાળ પુસ્તકાલય સ્થપાયું. અને જયપુર સરકાર પાસે ગામડાઓમાં પુસ્તકાલયે સ્થાપવાની યોજના મંજુર કરાવી શ્રી રામજીભાઈ હંસરાજ અને બીજાઓની સાથે મળી જયપુરમાં ચેમ્બર ઓફ કોર્મસ તેમણે સ્થપાવી.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ જયપુરમાં ગુજરાતી સમાજ, શાળા અને હરકેરબાઈ કાણકિયા પુસ્તકાલય સ્થાપવામાં તેમને મુખ્ય હિસ્સે હતો સરકાર દ્વારા સ્થપાયેલી રાજસ્થાન સહકારી બેન્કના ડિરેકટર અને ઉપ પ્રમુખ રાજસ્થાન સ્ટેટ ફાઈનન્સ કેર્પોરેશનના ડિરેકટર અને રાજસ્થાન લિલત કળા એકેડેમીના પ્રથમ ચેરમેન તરીકે સરકારે તેમની વરણી કરી છે. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે રાજસ્થાનની વિવિધ ચિત્ર શૈલીનું પ્રદર્શન તેમણે ભરાવ્યું અને શ્રી મોરારજીભાઈ, ગવર્નર નિહાલસિંગ, મહારાણી ગાયત્રીદેવી વગેરના અધ્યક્ષપદે પ્રતિવર્ષ શિલ્પ અને ચિત્રકળાનાં મોટાં પ્રદર્શનો ભરાવ્યાં.
જયપુરનું નવું રેલ્વે સ્ટેશન રાજસ્થાનની શૈલી એ જ બનવું જોઈએ, એ વાત મંજુર રખાઈ ને તેવું જ નવું સ્ટેશન બન્યું. ”
રાજસ્થાન ચેમ્બરના સ્થાપક પૈકીના તેઓ એક છે અને તેના વરિષ્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે તેમણે વરસે સુધી સેવા આપી.
પ્રથમ પંચવર્ષિય યોજનામાં રાજસ્થાનને થયેલા અન્યાય સંબંધે તેમણે એક આંકડા અને ચિત્ર પ્રદર્શન કરાવ્યું. રાજ્યના મુખ્ય મંત્રીએ ખાસ પત્ર લખી શ્રી પ્રતાપરાય મહેતાને સરકાર તરફથી ધન્યવાદ આપ્યા.
રાજસ્થાનના પાટનગર તરીકે જયપુરને બદલવાની ચળવળ શરૂ થઈ ત્યારે જયપુરની પ્રજાકીય સમિતિના પ્રમુખ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા અને તેમાં સફળતા મળી.
રાજસ્થાન સરકારે ગ્રામ્ર સંગ્રહાલય સમિતિ પ્રતાપરાય મહેતાના અધ્યક્ષપદે ઉથાપી અને સાંગાનેર ગામમાં શ્રીમતિ ઈદિરાગાંધી તથા સનવાડા ગામે જવાહરલાલ નહેરૂના હરતે તેમણે ઉદ્ધાટન કરાવ્યાં.
અમરેલીમાં નહેરૂજીની સ્મૃતિમાં બાલ પ્રાણીઘર (૨૦૦ પ્રાણીઓનું સંગ્રહાલય) ખાસ રચવામાં આવ્યું છે, જેમાં હરણ, સસલા, પોપટ, કબુતર, ખિસકેલી, વાંદરા અને વિવિધ પ્રકારનાં જીવંત પ્રાણીઓ સાથે સાથે બાળકને રમવા દેવામાં આવે છે. હવે ગાંધીજીના નામે તિ વિજ્ઞાન Astronomical સંગ્રાહાલયની તૈયારી થઈ રહી છે.
કમાણી ઉદ્યોગની સ્થાપના અને આદિ સેવાના સ્મરણરૂપે કમાણી ઉદ્યોગ પ્રતિષ્ઠાને પ્રતાપરાય મહેતા આર્ટસ કોલેજ અને કમાણી સાયન્સ કોલેજ અમરેલીમાં સ્થાપી છે.
પ્રસંગાનુરૂપ પ્રદર્શન ભરવા એ પ્રતાપરાયભાઈની ખાસ વિશિષ્ટતા હતી. ભૌગોલિક પ્રદર્શન બાલ સાહિત્ય પ્રદર્શન, ચૂંટણીનાં પ્રદર્શન, ઇતિહાસ પ્રદર્શન, યુદ્ધ અને પ્રતિરક્ષા
Jain Education Intenational
For Private & Personal use only
www.jainelibrary.org