________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
નાના મેટા ફંડ ફાળાઓમાં અને પ્રસંગોપાત ઉભી થતી સાર્વજનિક જરૂરીયાતને મદદરૂપ બનતા રહ્યાં છે.
ફળથી લદાયેલા વૃક્ષની ડાળીઓ જેમ નમીને નમ્રતાની સાબીતી આપે છે. તેમ સંસ્કારી માતાપિતાનાં સંતાન સંસાર માં ધર્મ સંસારની સુવાસ પ્રસરાવે છે.
કોમર્સ કોલેજના વિદ્યાર્થી તરીકે પણ તેઓ અનેક પ્રવૃત્તિઓમાં આગેવાન હતાં. અને માટુંગાની કેલેજ હોસ્ટેલના પેર્ટસ અને લાયબ્રેરીના મંત્રી તરીકે ઉત્તમ કામગીરી બજાવી હતી. ૧૯૫૪માં શ્રી જશવંતભાઈ મહેતા ટીંબર વ્યવસાયમાં જોડાયા. આ ક્ષેત્રમાં પણ એમની જાહેર સેવાની ધગશ તરત જ જણાઈ આવી. બોમ્બે ટીંબર માકેટ ટેનન્ટસ એશિએશનના તેઓ ફાઉડર મેમ્બર થયા અને ૧૯૫૯ થી ૧૯૬૪ તથા ૧૯૬૬-૬૭માં તે એસોશિએશનનુ માનદ મંત્રીપદ દીપાવ્યું. શ્રી જશવંતભાઈએ બોમ્બે પોર્ટ ટ્રસ્ટના સત્તાવાળાઓ સામે છેક હાઈકોર્ટ સુધી લડીને બોમ્બે ટીંબર માકેટને લીઝને અધિકાર ચાલુ રખાવી વ્યાપારી આલમની અનુપમ સેવા બજાવી છે. તેઓ છેલા સવા વર્ષથી હાલમાં પ્રમુખ તરીકે સેવાઓ બજાવી રહ્યા છે.
પોપકારી અને વિનમ્ર સ્વભાવના શ્રી છબીલભાઈની વ્યાપારી બુદ્ધિ પ્રતિભા અને વ્યવહાર કુશળતાને અહોભાવે વંદન કર્યા વગર રહી શકાતુ નથી. શ્રી છોટાલાલ રણછોડભાઈ પટેલ
ખંભાતના સાર્વજનિક જીવનમાં શ્રી રણછોડભાઈનું નામ છે. ખંભાતમાં છેલ્લા ત્રીશ વર્ષ ઉપરાંતથી કામ કરે છે. ખંભાત રાજ્યના પ્રજામંડળના મંત્રીરૂપે તારાપુરના મુખી રૂપે એમ વિવિધરૂપે અનેક પ્રજા ઉપયોગી કાર્યો કર્યા છે. વેઠ તથા મફત કામ લેવાના અનેક કુરીવાજો નાબુદ કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે. સરકારી તથા બીનસરકારી સંસ્થાઓ દ્વારા તેમની સેવા બદલ અનેક પ્રમાણપત્રો મળ્યાં છે. શિક્ષણક્ષેત્રે બાલમંદિર, પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાની સ્થાપના કરી પ્રજાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સહકારી ક્ષેત્રે પણ તારાપુર સહકારી મંડળીની સ્થાપના કરી છેલ્લા અઢાર વર્ષથી પ્રમુખ રહ્યા છે. પ્રજાના આરોગ્ય માટે પણ કમર કસી દવાખાનુ તથા પ્રસૂતિગૃહ ઉભા કરવામાં મહત્વનો હિસે રહેલે છે.
શ્રી. જશવંતભાઈ લોકપ્રિય સમાજ સેવક હોવા ઉપરાંત બાહોશ વ્યાપારી પણ છે. એમનાં ઉંડા નાણાકીય જ્ઞાનને લીધે તેઓ મુંબઈની ગ્રેટર બેઓ કો-ઓપરેટીવ બેંક લિ. ના ડાયરેકટર ચૂંટાયા છે. બેંકની શેરની મૂડીમાં કઈ પણ ફાળો આપ્યા વગર તેઓ પિતાના ગુણને લીધે સૌથી નાની ઉમરના ડાયરેકટર થયા. આ બેંકની મુંબઈમાં પાંચ શાખાઓ છે. શ્રી જશવંતભાઈના જોડાયા પછી બેંકે અનેકવિધ પ્રગતિ સાધી છે. હાલમાં તેઓ લેન એડવાઈઝરી કમીટીના ચેરમેન
સરકારે પણ તેઓની કદર કરી તેમને માનઃ ન્યાયધીશને ખીતાબ એનાયત કર્યો છે.
શિક્ષણક્ષેત્રે શ્રી જશવંતભાઈ ઊંડો રસ ધરાવે છે. કપોળ શ્રેયસ મંડળના માનદમંત્રી તરીકે તેઓ તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ વધારવા ખૂબ જ જહેમત ઉઠાવતા હતા. ગયા વર્ષે શેઠ વી. એમ. કપળ બેડીંગના અમૃત મહોત્સવ પ્રસંગે મંત્રી તરીકે મુબઈમાં કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય સ્થાપવા માટે અથાગ પરિશ્રમ કરી બીજા કાર્યકરો સાથે મળીને રૂા. અઢી લાખનું ફંડ એકઠું કરેલ છે. જે સ્વપ્ન આવતા વર્ષમાં સાકાર થવાની પૂરતી શકયતા છે. અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયની મેનેજીંગ કાઉસીલના તેઓ સભ્ય છે અને ગુજરાતી કેળવણી મંડળ દ્વારા
જાતી વ્યાખ્યાન માળાના એક સક્રિય કાર્યકર તરીકે મુંબઈ અને ગુજરાતના સારા વકતાઓના વ્યાખ્યાને દર વર્ષે યોજે છે.
લાયનશ્રી જશવંત મહેતા
જનતાનું હિત જેને હૈયે છે તે વ્યકિત કઈ પણ ક્ષેત્રે જનતાની સેવા કરવાની તક શોધી લે છે તે વાત લાયન જશવંત મહેતાના જીવનમાં ડોકીયું કરવાથી સમજાઈ જશે.
૧૯૪રના આંદોલનમાં ઝુકાવ્યું તે સમયે શ્રી જશવંત મહેતાની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. અને એટલી નાની ઉંમરે તેમણે “ઉલાસ” નામના માસીક માટે ભંડોળ એકઠું કર્યું હતું અને તેનું મહુવા જેવા નાના શહેરમાં તંત્રી તરીકે સંચાલન કર્યું હતું. તે વખતના મહુવા યુવક મંડળના તે ૧૯૪૪માં સહમંત્રી બન્યા હતા અને યુવક પ્રવૃત્તિઓ અને હરિજન શિક્ષણનું સંચાલન કર્યું હતું. સમય જતાં આ યુવક મંડળ, મડ્યા કેળવણી સહાયક સમાજના નામે વિસ્તૃત થઈ આજે મહુવા શહેરની કેળવણી વિષયક આવશ્યકતા સમી વિવિધલક્ષી હાઈસ્કૂલ કન્યાશાળા અને કોલેજની સ્થા, પનામાં પાયારૂપ બની રહેલ છે.
શ્રી જશવંતભાઈ મક્વા યુવક સમાજના સક્રિય સભ્ય છે. આ યુવક સમાજે મુંબઈથી નર્સરી સ્કૂલ વિવિધલક્ષી વિદ્યાલય તથા આર્ટસ અને સાયન્સ કોલેજ માટેનું નાણાભંડોળ એકઠું કરેલ છે. હાલમાં મહુવા યુવક સમાજમાં પણ મહુવાના મુંબઈ વસતા ભાઈઓ માટે નવી કામગીરી અને પ્રોજેકટનું આયેાજન કરવા માટે તેમની આગેવાની નીચે એક સમિતિ રચવામાં આવી છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org