SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૯૧૩ રક. તે જટીલ સી હતી અને આજ વિધાને આ શ્રી ચીમનભાઈની પેઢીને અભ્યાસકાળ આપણી રાષ્ટ્રીય આઝાદીને સંગ્રામકાળ હતું. પ્રાથમિક શિક્ષણ બાકરેલ તથા નડિયાદમાં લીધા બાદ માધ્યમિક કેળવણી સાન્તાઝની પેદાર હાઈસ્કૂલમાં શ્રી રામપ્રસાદ બક્ષી જેવા શિક્ષકના હાથ નીચે પ્રાપ્ત કરી. ઘેડો વખત માધ્યમિક શિક્ષણ નડિયાદ અને કરમસદની હાઈસ્કૂલમાં પણ પ્રાપ્ત કર્યું. યુવાન વયથી જ આઝાદી સંગ્રામની ઝાળ તેમને સ્પર્શી ગઈ અને તે અંગેની વિધ વિધ પ્રવૃત્તિઓમાં શરૂઆતથી જ તેઓ ભાગ લેતા થયા. જેને પરિણામે સને ૧૯૩૨–૧૯૪૧ તથા ૧૯૪૨ માં તેમણે જેલ યાત્રા ભેગવી હતી રાષ્ટ્રીય નેતાઓ સાથેના તેમના કુટુંબના ગાઢ સંબંધની પ્રતિતિ સરદારશ્રી તથા દરબાર ગોપાલદાસભાઈ એ તા. ૧૩-૫-૧૯૩૫ ના રોજ શ્રી ચીમનભાઈના લગ્ન પ્રસંગે જાતે આશિર્વાદ આપવા હાજરી આપી હતી તેમાંથી થાય છે તેમજ તા. ૯-૩-૪૨ ના રોજ સરદારશ્રી ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં આવતી લડતના અંધણની ઝાંખી કરાવવા આવ્યા ત્યારે બાકરોલ ગામમાં શ્રી ચીમનભાઈનું મકાન જે ‘દેસાઈ હવેલી” કહેવાય છે ત્યાં આવ્યા હતા અને ગામની જાહેરસભામાં સરદારશ્રીએ કહેલું કે હું નાનપણમાં મારા અભ્યાસકાળ દરમ્યાન આ હવેલીમાં રહ્યો છું આજે અહીં આવ્યો તેથી ડું ઋણ ચુકવ્યુ તેમ માનું છું, “હિન્દ છોડે” લડત દરમ્યાન દાઢી વધારી ભુગર્ભમાં રહી સને ૧૯૪૨માં વડોદરા સ્પેશ્યલ સેશન્સ કેસ, સંજાયા ડેરી ભાંગફોડ કેસ વિ. ખટલામાં તેઓ મુખ્ય આરોપી હતા. આઝાદીની લડતને રંગ તેમને લાગી જતાં ત્યારપછી તેમણે પિતાની પ્રવૃત્તિઓને જુદો વળાંક આપ્યું. ૧૯૩૮માં બાકરોલ મુકામે સ્વ. દરબાર શ્રી ગોપાળદાસના પ્રમુખપદે યોજાયેલા પેટલાદ તાલુકા પ્રજા મંડળના પ્રથમ અધિવેશનના સ્વાગતમંત્રી તરીકેની તેમજ સને ૧૯૪૭ની ૨૩મી માર્ચના રેજ વડોદરા રાજ્ય પ્રજા મંડળના છેલ્લા અધિવેશનના સ્વાગતમ ત્રી તરીકેની કામગીરી તેમણે બજાવી હતી. અને આમ સંગઠનાત્મક તેમજ સક્રિય રચનાત્મક પ્રવૃત્તિઓ સફળ રીતે હાથ ધરવાની શક્તિમાં અંકુરો ત્યારથી જ તેમનામાં કુટી નીકળ્યાં હતાં. પિટલાદ તાલુકા પ્રજા મંડળની સફળતાના પાને ચઢી તેઓ પોતાની સંગઠન શકિત પરિશ્રમ તથા હૈયા ઉકેલાત જેવા ગુણે અને સંપૂર્ણ કાર્યક્ષમતાના પરિપાકરૂપે વડોદરા જિલ્લા કલર્ડના ૧૯૪૬-૪૭માં ઉપપ્રમુખ બન્યા અને ત્યારબાદ ૧૯૪૯-૫૦માં ખેડા જિલ્લા લેકલબર્ડમાં કેગ્રેસ પક્ષના દંડક તરીકેની કામગીરી બજાવી. આમ ભરજુવાનીના વરસેથી જ તેઓ સામાજિક તથા પ્રજાહિતના સેવા કાર્યોમાં ભાગ લેતા થઈ ગયા. સને ૧૯૪૫ માં પુજ્ય ભાઈકાકાએ વલ્લભ વિદ્યાનગરના સર્જનને સંકલ્પ કર્યો ત્યારથી જ શ્રી ચીમનભાઈ તરફથી તેમને હાર્દિક સાથ અને સહકાર મળતો રહ્યો. એટલું જ નહી પરંતુ મુખ્યત્વે તેમની કથા સ્વર્ગસ્થ પુરશોત્તમદાસ અને અન્ય ભાઈઓની આગેવાની નીચે બાકરોલ ગામની જમીનમાંથી “ઈએ તેટલી જમીન” પુજ્ય ભાઇકાકાને આપવાની ઉદાર અને બધી શરતી બેઠક વલલભ વિદ્યાનગરની સંસ્થાને તેના પ્રારંભકાળે મળી રહી અને વલભ વિદ્યાનગરના સર્જન અંગે એક જટીલ સમસ્યાને સરળ અને સુખદ ઉકેલ આવી શ. તેથી જ આજે સે કોઈ એમને વલ્લભ વિદ્યાનગરના સર્જનની પ્રેરણાથી અભિભૂત થયેલી અને તેના પાયામાંની એક આગવી વ્યકિત તરીકે ઓળખાવી શકે છે અને તેથી જ પુજ્ય ભાઈ કાકાએ લખેલ “ભાઈ કાકાના સંસ્મરણે. પુરતકમાં લખ્યું છે કે “શ્રી ચીમનભાઈ દેસાઈ એક શ્રીમંત કુટુંબના નબીરા છે. તેમની ત્રણ પેઢીઓએ તેઓ એકના એકજ દીકરા હોવાથી ઘણા લાડમાં ઉછરેલા પણ ૧૪ વરસની ઉંમર થીજ તેમને ગાંધીજીને રંગ લાગેલે જેથી આઝાદીની લડતમાં ભાગ લીધેલો, ઝીલની સજા પણ ભગવેલી. વલભ વિદ્યાનગર ઉભુ કરવા ગામની તેમજ પિતાની સૌ પ્રથમ ઓફર કરેલી અને તેને માટે આફ્રિકા જઈ દસ લાખ રૂપિયાનું ભંડળ લઈ આવેલા. બંને મંડળના વહીવટમાં વ્યવહારૂ શાણપણું અને કેઠાસુઝથી કામ કરે છે મકાન માલિકની, પ્લેટ માલિકેની, પ્રોફેસરની, કર્મચારીઓની ફરિયાદ સાંભળવી અને તેને સંતેષકારક ઉકેલ લાવે એ તેમની પ સે કામ કઢાવી લેવાની કુનેહ છે.” “આદર્યા અધુરા ના રહે” એવી લગની ધરાવતા હોવાથી વિદ્યાનગરમાં ઉપાડેલા કાર્યો પુરા કરવા માટે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવા માટે જોઈતા નાણુ ઉભા કરવા પુજ્ય ભાઈકાકા તથા સ્વ શ્રી ભીખાભાઈ સાહેબની પડખે ઉભા રહી શ્રી ચીમનભાઈએ જે મદદ અને સેવા આપી છે તે નોંધપાત્ર હકીકત છે. આવા જ કામે તેઓ એ સને ૧૯૫૧ માં સ્વ શ્રી ભીખાભાઈ સાથે ઈસ્ટ આફ્રિકાનો પ્રવાસ કર્યો અને ત્યાંથી ચારૂતર વિધ્યામંડળ માટે રૂપિયા દસ લાખ જેટલી રકમ દાનમાં લાવ્યા. તાજેતરનાં વરસેમ પુ. ભાઈકાકાની પંચોતેરમી જન્મ જયંતિ પ્રસંગે તેમજ શ્રી એચ એમ. પટેલ સાહબની ષષ્ટીપૂર્તિ પ્રસંગે પ્રસંશનીય કહી શકાય એવી રકમ મંડળ માટે દાનમાં એકત્રીત કરવામાં શ્રી ચીમનભાઈને ફાળે સવિશેષ અને ધ્યાન ખેંચે એવો હતો. આ બધી હકીકતેમાંથી તેમના સહદયી સ્વભાવ; સૌજન્યતા અને સંગઠન શક્તિને સચેટ ખ્યાલ આવી શકે તેમ છે. ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી સને ૧૯૬૯ માં “ સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા” એ પુસ્તકમાં શ્રી ચીમનભાઈને આઝાદીના સંગ્રામમાં જે ફાળે છે તેની નોંધ લીધી છે. વિશાળ વાચન ગ્રાહ્ય અને એક સારા વક્તા તરીકેના તેમના ગુણ એ તેમને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષા. ૧૯૫૯ માં શ્રી એચ. એમ. પટેલ સાહેબ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષપદે આવતા તેમને તેમના કાર્યમાં મદદરૂપ માહિતી ખાતા આ પુસ્તકમાં રાધ લીધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy