________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ આરાધન કરવા પૂવક રાસ વાંચતાં સેંકડોની મેદની ઉપસ્થિત થતી. ધાર્મિક અભ્યાસ અને વાંચનમાં ધીરે ધીરે ખૂબ પ્રગતિ સાધી. તે ત્યાં સુધી કે-ધર્મના કોઈપણ કાર્યો આવી પડતાં તે ધધાના ભાગે પણ તેમાં આગળ પડતું ભાગ ભજવતા ! વિ.સં. ૧૯૭૬માં લગ્નગ્રંથીથી જવું પડેલ! તેઓને બે પુત્ર અને એક પુત્રીરત્ન હતું. વિ. સં. ૧૯૮૫ માં “દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગય ને ત્યાગ કરેલ તેમજ ભરયુવાનીમાં સજોડે ચતુર્થત અંગીકાર કરી લીધું !! તેઓશ્રીએ ૮-૧૦-૧૧-૧૫–૧૬-૨૧ ઉપવાસ–વર્ધમાન તપની ઓળીઓ આદિ અનેક તપસ્યાઓ કરેલ.
વિ. સં. ૧૯૮૫ માં તેઓશ્રીએ મુંબઈથી ઠલીઓ આવી શ્રીસંઘને એકત્રિત કરીને નૂતન જિનમંદિર બંધાવવાને શુભ નિર્ણય કરાવ્યો. પિતાને છ વિગય ત્યાગ હોવા છતાં યથા શક્તિ ભાગ લેવાની ભાવનાએ શ્રી જિનમંદિર અંગેના પત્થરો કઢાવવા માટે “કાટકડા ગામના જંગલમાંની પથરની ખાણોમાં આઠ-આઠ દિવસ રહીને પત્થર કઢાવી ગામમાં પહોંચતા કર્યા બાદ સં. ૧૯૮૬ માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરાવી પાયા મથાળ સુધી લાવી તેઓશ્રી ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ મુંબઈ ગયા. | મુંબઈ આવી વિ.સં. ૧૯૮૭ કાર્તિક વદિ ૬ રવિવારે સ્વ. પૂ. આ.શ્રી દાનસૂરિજી મ.ના વરદ હસ્તે ધામધૂમપૂર્વક ૨૦ હજારની માનવમેદનીના હલાસ વચ્ચે ચારિત્ર અંગીકાર કરી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી) મ.ના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજીના શુભનામે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીની સાથે તે વખતે જ બીજા ચાર ભાગ્યશાળીઓએ પણ દીક્ષા અંગીકાર કરેલ. દીક્ષા બાદ લગભગ ૧ વર્ષ સુધી સ્વ. પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મ.ની સાથે રહ્યા બાદ તેઓશ્રીની સાથે વિહાર કરી સુરત પધારતા પૂજ્યશ્રી, સ્વસમુદાયની સાથે થઈ ગયા.
દીક્ષા બાદ પૂજ્યશ્રીએ કુંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગનું સુંદર જ્ઞાનસંપાદન કરેલ, અને તે એટલે સુધીનું સૂક્ષ્મતાએ પહોંચેલું કે-શાસ્ત્રકારના હાર્દને તલસ્પશીતયા વ્યક્ત કરી શકતા હતા ! શાસનમાં કોઈપણ ગરબડ ઉભી કઈ કરતું તો તેઓશ્રીનું આત્મખમીર ઉછળતું અને પ્રાણના ભેગેય તે ગરબડો શાંત કરવા પૂર્વક શાસનનું રક્ષણ કરતા હતા.
પૂજ્યશ્રીએ પિંડનિર્યુક્તિ ગ્રંથનો અનુવાદ, શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર તથા તવતરંગિણી ગ્રંથને અનુત્રાદ, ફુમતાહિવિષ જાંગુલીમંત્રતિમિરતરણિ-સાનુવાદ, પ્રાચીન અર્વાચીન ઈતિહાસની સમીક્ષા આદિ સાહિત્યનું નવનિર્માણ કરેલ છે, અનેક સમાધાનગ્રંથ બનાવ્યા છે. અનેક સંસ્થાઓ તરફથી પ્રસિદ્ધ થએલા ગ્રંથોનું સંપાદન કરેલ છે તેમજ કાવ્યરચનાક્ષેત્રે સ્તવન ચોવીશી-ચૈત્યવંદવ ચોવીશી આદિ ભાવવાહિની કૃતિઓની રચના કરેલ છે. આમ આગમ-શાસ્ત્ર ઇતિહાસ કાવ્યચર્ચા આદિ વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીએ અંગાધપ્રતિભાબળે સર્વાગીવિકાસ સાધેલો આપણને દષ્ટિગોઘર થાય છે.
પૂ. આચાર્યદેવશ્રીએ અનેક ગામોમાં શ્રી જિનમંદિરોના નિર્માણ કરાવ્યા છે. સેંકડો પ્રતિમાજીનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી છે. પોતાના પુત્ર-પુત્ર-પત્ની-ભત્રીજા-ભત્રીજીઓ આદિઓને પ્રવજ્યા આપીને શાસનને સુપ્રત કર્યા છે, જેઓના શુભનામે અનુક્રમે–પં.શ્રી નરેન્દ્રસાગરજીગણિ, સાદેવીજીશ્રી વિદ્યાશ્રીજી, સાધ્વીજી શ્રી અંજનાશ્રીજી, પૂ. પ્રવર્તાક મુનિશ્રી મુનીસાગરજી મ., સાધ્વીજીશ્રી શીલવતા શ્રીજી અને સાધ્વીજીશ્રી વિમલયશાશ્રીજી છે. તેમજ અનેક ભાઈ-બહેનોને દેશ-વિદેશ વિચરીને મહામહોત્સવ પૂર્વક દીક્ષા તથા વડીદીક્ષાઓ આપેલ છે.
પૂ. ચરિત્રનાયકશ્રીની આ શાસનસેવાઓને અનુલક્ષીને ધ્યાનસ્થસ્વગત પૂ. આગમો-દ્વા૨ક આચાર્યદેવેશ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.ની આદેશાનુસાર ગ૨છાધિપતિ પૂ.આ.ભ.શ્રી માણિક્યસાગર સૂરીશ્વરજીમશ્રીએ કરેલ ફરમાન મુજબ શ્રી ચતુર્વિધ સંઘની વિશાલ સભામાં પૂ૦ ચરિત્રનાયકશ્રીને સુરતના જનસંઘે “શાસનકંટકરારક” પદવી અર્પણની બુલંદ છેષણ કરી અને જાહેર પત્રોમાં પણ પ્રગટ કરવા પૂર્વક પાલીતાણુ આવી શ્રી સંઘને તે જાહેરાતથી વાકેફ કરી સુરતના આગેવાનોએ પદવીસમારંભ ઉજવાવનું નક્કી કર્યું. આથી હર્ષિતથએલ પાલીતાણા શ્રી સંઘે સ્વ૦ વચે.વૃદ્ધ ચારિત્રપાત્ર પૂ. મુનિશ્રી અમરસિ.મ.ના હસ્તે ૨૦૦૭ના મહાવદિ ૫ દિને “શાસનકટકોદ્વારક” પદવીથી વિભૂષિત કરેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org