________________
૩૮
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
વ્યતિત કરવાની તમન્નાવાળાં. વિ.સં. ૧૯૮૧ ના જેઠ વદ ૧૩ ના “પુનિત પ્રભાત સવારે ચાર વાગે માતા મણિબેને એક પનોતા પુત્રને જન્મ આપ્યો. શુભ દિવસે એ બાલકને નામ કરણ વિધિ થશે. અમૃતલાલ એ નામે તેઓ એળખાવા લાગ્યા. અમૃતલાલના જન્મ પછી મૂળચંદભાઈ તથા મણિબેનની ધર્મભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા લાગી. સદગુરુના ચરણમાં જીવન ગુજારવાની તાલાવેલી જાગી. માત-પિતાના સુસંસ્કારે નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના અમૃતલાલના હિયે પણ સ્પશી ચૂકી. માત પિતા એ સંસાર ત્યાગને નિર્ણય કર્યો તે પહેલાં જ સંયમની અનુમતિ માંગી. વિ. સ. ૧૯૮૫ના અષાડ સુદ ૧૦ પરમહ સાથે તેને દીક્ષા અપાવી પિતે પણ તેમના પછી છ મહિને પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કર્યું. અમૃતલાલે કહી દીધું કે, મારે દીક્ષા લેવી છે. બાલદીક્ષા સામે તે સમયે પ્રલ વિરોધ. અમૃતલાલના માર્ગમાં અણુક૯યા અંતરાયે ઊભા થયા. પણું અને અંતરની ઊમિંચ સાકાર બની. બહુશ્રત પૂજ્યપાદ આગમ દ્વા૨ક શ્રી સાગરાનંદ સૂરિજી મહારાજ રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉં ૧૧ના પુણ્ય દીવસે શંખેશ્વર તીર્થમાં સંયમી બન્યા. પિતાજીનું નામ મુનિ ધર્મ સાગરજી મહારાજ માતાનું નામ સાધ્વી શ્રી સદગુણ શ્રી જી. પિતાનું નામ મુનિ અભયસાગરજી અને બહેનનું નામ સાવ સુલસીશ્રી જી રાખવામાં આવ્યું. - મનિ શ્રી ધર્મ સાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાન વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન આદર્યા. ન્યાય વ્યાકરણ સાથે જૈન ધર્મનું અગાધ અધ્યયન કરાવ્યું. જેના ફળ સ્વરૂપે તેઓ આજે જૈન ધર્મની ગણનાપાત્ર વ્યક્તિઓમાં મોખરે છે. મુનિશ્રી અભયસાગરજી સંયમ જીવનમાં પણ ખૂબ આગળ વધ્યા.
“જ્ઞાન ક્રિયા મોક્ષ એ જૈન ધર્મનું મહત્વનું સૂત્ર, જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્ર. મુનિશ્રીએ અને ચકોને સુસાધ્ય બનાવી લીધાં. મુનિશ્રીની સાધના અગળ વધી. સં. ૨૦૨૨માં જેઠ વદ અગિયારસના રોજ કપડવંજમાં ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી માણિકયસાગર સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિપદ અર્પણ થયું. મુનિશ્રીના શુભ હરતે અનેક ગ્રંથનું સંપાદન થયું. અનેક સ્થળે તેમની વાણી–સુધાનું પાન કરી લોકો ધર્મ માર્ગે જોડાવા લાગ્યા. પૂજ્ય ગરછાધિપતિશ્ર'ના મંગલ આશિર્વાદથી સર્વ પ્રથમ તેઓશ્રીએ પૂ. ઉપ શ્રી ધર્મ સાગરજી મ. સા.ની નિશ્રામાં વેજલપુરમાં આગમ સૂત્રો ઉપર મહત્વનું વિવેચન કર્યું. જેણે પૂર્વકાલીન “ આગમ-વાચનાની ઝાંખી કરાવી. સં. ૨૦૨૯ના મહાસુદ ત્રીજના રોજ સકલસંઘની વિનંતીથી પૂ. ઉપા. શ્રીધમ સદગારજી મ (તેઓશ્રીના પિતાશ્રી)એ તેઓ શ્રીને પન્યાસ પદે આરૂઢ કર્યા. ત્યારબાદ પૂ. શ્રી અભયસાગરજી મ. સાહેબે બીજી વાર “ આગમ-વિવેચના” ૨૦૨૯ ના ઉજમફઈના ઉપાશ્રયે ચાતુર્માસ દરમ્યાન કરી જેને હજારો ભાગ્યશાળી જ્ઞાનપિપાસુઓએ લાભ લીધો. અપ્રમત્ત જીવન, શાસ્ત્રાનુસારી જીવન, ધીર-ગંબર મુખાકૃતિ, સદાય સ્વસ્થ જણાતો ચહેરો તેઓશ્રીના ઉચજીવનનો ગવાહ પુરે છે. શ્રમણ જીવનની મર્યાદામાં રહીને તેઓશ્રીએ ટાંચા સાપનો થી વિજ્ઞાન સામે જે ઝેહાદ જગાવી તેણે વિદ્વાનોના માનસપટમાં તેઓશ્રીનું નામ સદા સર્વદા અંકિત કરી દીધું.
“મારા : પૂરો ઇમ:' સૂત્રને સાક્ષાત આચરણમાં ઉતારી તેઓશ્રી અનેકના પથદર્શક થયા છે.
નાના બાળક જેવી નિખાલસતા અને ભલલાઓમાં ન દેખાતી નિરાભિમાનતાને તેઓશ્રીએ જીવનમાં એવી વણી લીધી છે કે બાલકથી માંડી બુદ્દાઓ સુધી સર્વ તેઓશ્રી પ્રત્યે એક સરખો આદર ધરાવે છે. વિધ-વિધ પ્રવૃત્તિઓથી વિટળાયેલ હોવા છતાં તેઓશ્રીના આચાર અને સાધના જીવનમાં તેઓશ્રી હંમેશ મક્કમ રહ્યા છે. અને લોકોના હૈયામાં ભાવભર્યા સ્થાનને પામ્યા છે. આજે પચાસ વર્ષની વયે બીલકુલ સ્વભાવિકપણે પિતાની સાધના સાથે જીવમાત્રના હિતની કામનાથી દેશ-દેશ વિચરી જનતાના હદયમાં ધર્મની શ્રદ્ધા દઢ કરી રહ્યા છે. મુનિશ્રીના હૈયામાં એક ભાવના જાગૃત થયેલી છે કે–વિજ્ઞાનવાદે સજેલી વિસંવાદિતાને દૂર કરવા ચંદ્ર-સૂર્યની ગતિ આદિનું સ્પષ્ટ જ્ઞાન થાય. ધર્માચાર્યોએ લોકોને ભરમાવ્યા નથી. શાસ્ત્રો અને આગામે જુઠ્ઠાં નથી. સ્વર્ગ અને નરક છે. પૃથ્વી ફરતી નથી પણ સ્થિર છે. વગેરે હકીકતો સિદ્ધ કરવા એક વાસ્તવિક રચના કરવી અને જીવનમાં સાધનાનું બલ કેળવી વીતરાગ વાણીની નિર્ણાયકતા, સચોટતા અને જીવનમાં ભવ્યતા લોકોના હૈયામાં પેદા કરવી. આ માટે શાસનદેવ તેઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org