SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાચાર્યો-મુનિવર્યો શ્રી વિજય ધર્મધુરંધર સૂરીશ્વર મહારાજ સાહેબ - સૌરાષ્ટ્ર ભૂમિ સદા સોહાગણ છે. તેણે આજ સુધીમાં અનેક વંદનીય વિભૂતિઓને જન્મ આપે છે. યોગ, અધ્યાત્મ, તત્ત્વચિંતન, ધર્મ, નીતિ, સાહિત્યકલા આદિ ક્ષેત્રમાં આજે જે કંઈ પ્રગતિ થયેલી જોવાય છે, તે આ વિભૂતિઓને આભારી છે. આજે એવી જ એક વિભૂતિ આચાર્ય શ્રી વિજય ધમ ધુરંધર સુરીશ્વરજી મહારાજ, એ ત્યાગી છે, સંત છે, જ્ઞાનની ગંગા છે અને નમ્રતા તથા પ્રસન્નતાની જીવતી જાગતી મૂર્તિ છે. એ સહુને સમભાવથી નિહાળે છે. સહુના કલ્યાણની કામના કરે છે. અને નાની મોટી અનેક વ્યક્તિઓના સંશયોનું નિવારણ કરીને તેમનામાં અપૂર્વ આત્મશ્રદ્ધાનું બળ રેડે છે. પિતાનું સંસારી નામ ધીરજલાલ હતું. જન્મ ભાવનગરમાં થયે. તેમણે તેર વર્ષની બાળવયે સંસારને મોહ છોડયે પૂજ્ય પિતા પીતામ્બરદાસ સાથે શ્રમણાવસ્થાનો વીકાર કર્યો અને શાસ્ત્ર, ધ્યયન તથા ચારિત્ર નિર્માણમાં પિતાનું ચિત્ત પરોવ્યું. દાદા ગુરૂ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, દીક્ષા ગુરુશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા ગણિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ ની પવિત્ર નિશ્રામાં તેમણે જ્ઞાન અને ક્રિયા બંનેનો અનુપમ વિકાસ સાધ્યો. તેઓ શાસ્ત્ર સિદ્ધાન્તમાં પ્રવીણ થયા. વ્યાકરણમાં વિશારદ બન્યા. કાવ્ય રચનામાં કુશળતા દર્શાવવા લાગ્યા, દર્શનશાસ્ત્રમાં અજોડ પ્રતિભા પરિચય આપવા લાગ્યા. તથા જ્યોતિશાદિ અન્ય વિદ્યાઓમાં પણ નિપુણ્યને ચમત્કાર દર્શાવવા લાગ્યા. કેઈને કલ્પના ન હતી કે સૌરાષ્ટ્ર ભાવનગરના એક સામાન્ય સ્થિતિના વણિક કુટુંબમાં જન્મેલા ધીરજલાલ બાળવયમાં ત્યાગી-વૈરાગી બનીને ટૂંક સમયમાંજ પાંડિત્યનાં ક્ષેત્રમાં આટલો પ્રભાવ પાથરશે ? પણ ખરે ખર ? તેમ બન્યું અને તેણે હજારે હૈયાંને જીતી લી સજન ઘણું વિશાલ છે અને તે વિવિધ વિષને વિશદતાથી સ્પર્શનારું છે. મુનિશ્રી અભયસાગરજી મહારાજ વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સારી દુનિયામાં ખળભળાટ મચી ગયો. લોકો કહેવા લાગ્યા શું શાસ્ત્રો અને શું આગશો! શું વેદ ! અને શું પુરાણે! બધું જ ગપ છે. પુણ્ય અને પાપના બહાને, દેવ અને નરકના નામે. ધર્માચાર્યો ધૃતી ગયા. વૈજ્ઞાનિકોએ જગત ઉપર મહા-ઉપકાર કર્યો ધર્માચાર્યોની જુડ્ડી વાવી ! ભલું થજે એ વિજ્ઞાનિકોનું! આ બધું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઉઠયું; હૃદષ પિોકારી ઉઠયું ! અરે ! જેણે સઘળું જીવન જન-કલ્યાણાર્થે ખયું તે ધર્માચાર્યોને માથે આવું આળ ! જગદુદ્વા૨ક ધર્મને આવું કલંક ! પેટ માટે પાસનો પાડતા એ વૈજ્ઞાનિકો સાચા નથી. આ વાત મારે જગતને જણાવવી જ પડશે. અને તે મહાત્માએ દેશ પરદેશના લેખકો ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી વિજ્ઞાન સામે મોરચે માંડયો. એક-બે નહિ-પાંચ સાત નહિ-જુદી જુદી ભાષામાં જુદી જુદી દલિલોથી પચીસ-પચીસ પુસ્તકે બહાર પાડ્યાં. ઓવિજ્ઞાનિકો ! તમે સાચા નથી ! તમારા પ્રચારમાં કંઈક રહસ્ય છે. ધર્માચાર્યોને જૂઠ બોલવાની કોઈ જરૂર નથી. તમારી વાતો પરસ્પર વિરોધી છે. જનતાને ભ્રમમાં ન નાંખે. એ મહાત્માં તે પૂજ્ય પં. શ્રી અભયસાગરજી ગણિવર, મહેસાણા જીલામાં....ખાબોચિય જેવડું ઉનાવા (મીરા દાતાર) ગામ તે તેમનું જન્મસ્થાન. મૂલચંદભાઈ તેમના પિતાજીનું નામ, માતાજીનું નામ મણિબહેન. બન્ને પરમદયાળુ, પાપભીરુ અને સાત્વિક ગુણોથી યુક્ત, ધર્મ માગે જીવન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy