SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ २७ આચારાન ઉત્તરાધ્યયન અને ક૯૫ સૂત્રો – રંગભૂમિ, ચાર પ્રકારના અભિનય, નાટકનાં વિવિધ સ્વરૂપે વિ.નું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભરત મુનિનાં રસ સંપ્રદાય પછી સંસ્કૃતનાં કાવ્ય શાસ્ત્રમાં અલંકાર ધ્વનિ, વાકિત, રીતિ વિ. અનેક સંપ્રદાયની શાસ્ત્રીય પર્યેષણા ભામહ, આનંદ વર્ધન, કુંતક, દંડી, મમ્મટ અને વિશ્વનાથ તેમજ જગન્નાથ જેવા સમર્થ લેખકેએ કરી છે. આ ઉપરાંત ધનંજયે દશ રૂપકમમાં સંસ્કૃતનાં દસ પ્રકારનાં રૂપકે અને ઉપરૂપકેની વિગતવાર ચર્ચા કરેલી છે. સંરકતનાં નાટકો અને કાવ્ય : ભગવાન ઋષભદેવથી પાશ્વનાથ સુધીના ૨૩ તિર્થ કરો એ જે પ્રણાલિકા પાડી તે અહંદ પદની પ્રણાલિકાને ભગવાન મહાવીરનાં નિર્વાણ પછી તેમનાં ઉપદેશની જ પ્રમાણભૂત વાચના તૈયાર કરવામાં આવી તેમાં વલભી વાચના સૌથી છેવટની બની રહી. આચારાનું સૂત્રોમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી આ ચતુર્વિધ સાધના પ્રત્યેક સભ્યોએ પાળવાનાં નિયમ અને વ્રતે ખાસ કરીને અહિંસા અસ્તેય અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરેનું તેમાં સુરેખ નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રોમાં શરીર, જીવતત્ત્વ તેનાં કર્મો, કર્મનાં પરિ પક અને નિર્વાણ પ્રાપ્તિના ઉપાયેનું એટલે કે સમ્યકજ્ઞાન અને સમ્યક ચરિત્ર વિગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કલ્પસૂત્ર ગ્રંથમાં ૨૪ તિર્થંકરનાં પંચ કલ્યાણુકે અને તેમની જીવન લીલાઓનું મધુર અને આકર્ષક શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર:– સંસ્કૃત સાહિત્ય તો એક સમુદ્ર જેવું અગાધ સાહિત્ય છે. તેમાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપે સમર્થ સારસ્વતની કલમે ખેડેલા છે. તેમાં ખાસ કરીને કાલિદાસનાં રઘુવંશ અને કુમારસંભવ, અર્થ ગૌરવ ધરાવતું ભારવિનું કિરાતાજુનીય, શબ્દોની ક્ષમતાને પ્રગટ કરતું માઘનું શિશુપાલ વધ કાવ્ય અને શ્રી હર્ષનું ઔષધિય ચરિત સંસ્કૃતનાં પાંચ મહા કાવ્યો છે. આ ઉપરાંત ભાસનાં ૧૩ નાટક, કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ, ભવભૂતિનું ઉત્તરરામ ચરિત્ત, ભટ્ટ નારાયણનું વેણી સંહાર, વિશાખાદત્તનું મુદ્રારાક્ષસ, તે સંસ્કૃતનાં પ્રથમ પંકિતનાં વિશ્વ સાહિત્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેવાં નાટક છે. આ ઉપરાંત બાણુ ભટ્ટની કાદંબરી અને દંડીનું દશકુમાર ચરિત એ સંસ્કૃતનાં કથા સાહિત્યનાં ઉત્તમ નમુના છે. ભર્તુહરિનું નીતિશતક અને હિતેપદેશ પંચતંત્રની નીતિ કથાનાં ગ્રંથ પણ ઉલ્લેખનીય છે. ચણક મુનિના પુત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણકયે રાજ શાસ્ત્રનાં આ ગ્રંથનું પ્રણયન કર્યું છે. આ ગ્રંથમાં રાજા રાજ્ય, પરજાનપદે, અધિકારીઓ, છ રાજનીતિના ઉપાય, અપરાધ અને દંડની જુદી જુદી વ્યવસ્થાઓ, શત્રુનાશના બુધ્ધિપૂર્વક નિજાયેલા ઉપાયો વિ. નું એક એવું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે જે આજે પણ રાજનીતિ શાસ્ત્રનાં વ્યવહારોમાં સચોટ માર્ગદર્શક પૂરવાર થઈ શકે છે. ભારતીય ચિત્રકલા : વ્યાકરણ ગ્રંથો :– - મહર્ષિ પાણિનિને શિવનાં ડમરૂનાં અવાજમાંથી પ્રાપ્ત થયેલાં માહેશ્વર સૂત્રથી આ ગ્રંથને પ્રારંભ થાય છે. તેના આઠ અધ્યાયમાં વ્યાકરણનાં મહત્ત્વનાં બધાં જ અંગો ઉપર વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ અને પૃથકકરણ કરવામાં આવ્યું છે. પાણિનિના અષ્ટાધ્યાયી ગ્રંથ ઉપર પતંજલિએ મહાભાગની રચના કરી છે. આ મહાભાષ્યમાં પાણિનિનાં અસ્પષ્ટ અને સંદિગ્ધ સૂત્રોને સરળ અને મનોહર કરી સમજાવવામાં આવ્યાં છે. ત્યાર પછી પણ સિદ્ધાંત કૌમુદી વિ. અનેક ગ્રંથની રચનાઓ થયેલી છે. છેલ્લે છેલ્લે હેમચંદ્રાચાર્ય સિદ્ધ-હેમ નામનું પ્રાકૃત અને સંસ્કૃત વ્યાકરણ લખીને વ્યાકરણ શાસ્ત્રમાં એક ગ્રંથ રત્નનો ઉમેરો કર્યો છે. સંસ્કૃતનાં કાવ્ય શાસ્ત્રો અને નાટય શાસ્ત્ર :– ભરત મુનિનાં નાટ્ય શાસ્ત્રમાં સંસ્કૃત કાવ્યનું સ્વરૂપ અને તેને રસ સિદ્ધાંત બીજરૂપે જોવા મળે છે. વળી તેમાં કહેવાય છે કે લલિત કલાઓમાં સૌથી પ્રથમ ચિત્ર કલાનો જન્મ થયે. માધ્યમની દ્રષ્ટિએ ભલે ચિત્રકલા સંગીત અને કાવ્ય કરતાં કનિષ્ઠ અધિકાર ધરાવતી હોય તે પણ તેની સર્જન કલા અને કલપના શીલતા ચિત્રકલાને બધી જ લલિત કલાઓમાં સૌથી આગળ મૂકે છે. આદિ માનવે પર્વતની કંદરામાં જાડા હાથથી હું ઘરમાં છું કે હું બહાર જાઉ છું” એવા અર્થમાં જે રેખાંકને શરૂ કર્યા ત્યારથી ચિત્રકલાનો ભારતમાં આરંભ થયે. ત્યાર પછી તે વાસણે અને માટી પર દેરવામાં આવેલા ચિત્રોના અનેક નમુનાઓ મળી આવ્યા છે. વેદની અંદર બધી જ કલાઓ માટે શિ૯૫ શબ્દ વપરાય છે. બ્રાહ્મણ ગ્રંથમાં યજ્ઞોને સંભે પર દોરવામાં આવેલી દેવી આકૃતિનું વર્ણન કરે છે. રામાયણ અને મહાભારતમાં તો સ્પષ્ટ પણે ચિત્રકલાનાં ઉલ્લેખ છે. પુષ્પક વિમાન અને બેસવાનાં વિવિધ આસનથી માંડીને શબવાહિનીમાં પણ ચિત્રો દેરવામાં આવેલાં તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ ધર્મોત્તર : પુરાણમાં તે ૯ અધ્યાયનું એક ચિત્રસૂત્ર પણ છે. બૌદ્ધ અને જૈન ગ્રંથની પોથીઓ સુંદર ચિત્રકલાથી શણગારવામાં આવતી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy