________________
૨૬
અપૌરુષેય અને અનાદિ માનવામાં આવે છે. ચારે સ ંહિતાઓમાં પરમાત્માનાં સ્તુતિવાચક મંત્રો છે અને બ્રાહ્મણ ગ્રંથામાં આ મંત્રનું સ્પષ્ટીકરણ, સમતિ અને સાથે સાથે તેના જુદા જુદા કર્મોમાં ઉપયાગા બતાવવામાં આવ્યા છે. વેદાન સૌથી મહત્ત્વને ભાગ તે ઉપનિષદ છે. ઉપનિષદમાં સુંદર થ એની સાંથે જીવ-જગત અને બ્રહ્મનાં તત્ત્વાનુ સુદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેર ઉપનિષદા મુખ્ય ગણાયછે અને ભારતીય ચિંતનના આ ઉપનિષદો પાયેા ગણાય.
સૂત્ર ગ્રંથા :
વેદની પછી વેદાંગેાના સમય આવ્યેા. શિક્ષા કલ્પ,છંદ,
નિરુક્ત, જ્યાતિષ, વ્યાકરણ જેવા જુદા જુદા વેદાંગોમાં વેદોને સમજવા માટે નવા શાસ્ત્રોનુ નિર્માણ થયું અને તે પછી સૂત્રેાને કાળ આવ્યા. જેમકે જૈમિનિનાં પૂર્વમીમાંસાનાં સૂત્રેા પાણિનિનાં અષ્ટાધ્યાયીના સૂત્રેા વગેરે.
દર્શન :
વેદને કેન્દ્રમાં રાખીને ન્યાય વૈશેષિક સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા જેવાં છ દના ભારતમાં અસ્તિત્વમાં આવ્યાં. ગૌતમનુ ન્યાયદર્શીન એ સંસારભરના ત શાસ્ત્રોમાં સૌથી પહેલા પ્રમાણભૂત ગ્રંથ છે. આ ગ્રંથમાં યથાર્થ અને અયથાર્થ જ્ઞાનને લક્ષમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. કણાદના વૈશેષિક દર્શનમાં અણુ અને પરમાણુઓની સંપૂર્ણ વિશ્વમાં પહેલી વાર વિચારણા કરવામાં આવી છે. સાંખ્ય શાસ્ત્રે જગતનાં એ તત્ત્વા, પુરુષ અને પ્રકૃતિનું પ્રતિ પાદન કર્યું છે. અને ૨૪ તત્ત્વોમાં પ્રકૃતિને સમજાવેલ છે. પતંજલિના યોગ દન ઉપર આજ પણ પશ્ચિમનું જગત મુગ્ધ છે. તેમાં પરમાત્માની પ્રાપ્તિ માટેનાં સાધનાનું સવિસ્તર નિરુપણ છે. યાગના આઠ અંગો યમ, નિયમ, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું તેમાં એવુ મૌલિક પ્રતિપાદન છે કે યેાગદર્શનની સાથે આવી શકે તેવુ સાહિત્ય જગતભરમાં બહુ ઓછુ છે. જૈમિનીનાં પૂર્વમીમાંસામાં ધ અને વિવિધ ક્રિયાકાંડેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આદરાયણનાં વેદાંત દર્શનમાં બ્રહ્મના સમન્વય અવિરાધ, સાધન અને ફળ બતાવવામાં આવ્યાં છે.
રામાયણ :–
આદિ કવિ વાલ્મિકીનાં રામાયણમાં ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યા અને કુટુંબપ્રેમનુ રોચક આલેખન છે. રામાયણુ તે માત્ર ઇતિહાસ જ નથી પરંતુ સામાન્ય મનુષ્યને તેના લૌકિક ધરાતલ પરથી ઉડાવીને તેને પરમાત્મા સુધી પહેચા
Jain Education Intemational
7.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
ડનારું એક સ્વાભાવિક જીવન ન છે. સંસ્કૃતનાં પહેલાં કાવ્યમાં છંદ, અલંકારો અને શૈલીનાં પણ વિવિધ પ્રકારોનુ રમણીય દર્શન પ્રાપ્ત થાય છે.
મહાભારત :~
મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે ૧૮ પર્વ અને એક લાખ શ્લોકમાં રચેલાં આ વિરાટ કાવ્ય પશ્ચિમનાં ઇલિયડ અને એડેસી કાવ્યા કરતાં માત્ર કદમાં જ નહીં પરંતુ વણ્ય વિષયની દૃષ્ટિએ પણ ઘણું વ્યાપક અને અદ્ભુત છે. મહાભારત માટે પશ્ચિમના વિદ્વાનોએ તેને વિશ્વકોષની ઉપમા આપી છે તેમાં સમાજવિદ્યા, અર્થકારણ, ન્યાય, અધ્યાત્મ, ધર્મનીતિ અને અનેક કથાઓનાં આપ્યાના સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
પુરાણા :
મહર્ષિ વેદ વ્યાસની રચના કૌશલ તરીકે પ્રસિદ્ધ થયેલાં ૧૮ પુરાણાંમાં સૃષ્ટિનાં સર્જનની પ્રક્રિયાથી માંડીને ભુવનકોષ, અગાળ વિદ્યા રાજવંશે! અને ઋષિઓનાં ચિરત્રે તેમજ અવતારોનાં ચિરત્રા અને મન્વંતરીનુ વર્ણન તેમાં કેટલાંક પુરાણામાં સ્વર, વ્યંજન, સધિ, સમાસ, છંદ, અશ્વપરીક્ષા, ગાયની પરીક્ષા, અસ્ત્રશસ્ત્રાનાં નિરૂપણા, હસ્તીવિજ્ઞાન, ઔષધા અને વાસ્તુશાસ્ત્રાના પણ ઉલ્લેખા જોવા મળે છે
મનુસ્મૃતિ :–
ભારતીય પરંપરા પ્રમાણે મનુ વૈવસ્વતે લખેલે આ મનુસ્મૃતિ ગ્રંથ એ દુનિયા ભરનાં કાયદાનુ અને આચાર વિચારના નીતિ-નિયમાનુ સંકલન છે. તેમાં ચારે વર્ણાશ્રમાના ધર્મ અને આચાર વિચારનાં નિયમે ઉપરાંત રાજાએ, અમાત્યા, ગુપ્તચરા, નગરનિર્માણ, કરવેરા, સામ વિ. ચાર ઉપાયે વિ.ની પણ સવિસ્તર છણાવટ કરવામાં આવી છે.
કામશાસ્ત્ર :--
મહર્ષિ વાત્સ્યાયને લખેલા કામસૂત્રમાં દામ્પત્યનું પરમ ફળ સતેષ અને આન'ને લક્ષમાં રાખીને માનવ મનમાં પડેલી કામવૃત્તિનું ઉર્ધ્વીકરણ કરીને દામ્પત્ય સુખનાં અનેકવિધ વિષયેા પર ઝીણવટ ભર્યું અવલેાકન કરવામાં આવ્યુ છે. દુનિયાની પ્રાય; બધીજ ભાષામાં આ ગ્રંથના અનુવાદ કરવામાં આવ્યે છે અને પશ્ચિમનાં દેશેાએ પણ એક સ્થૂળ વૃત્તિનાં આવા માર્મિક અને સૂક્મ આલેખન પ્રત્યે વિસ્મય પ્રગટ કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org