________________
મૃતિ સંદર્ભ ગ્રંથ
૨૧૦
(૧) મહેન્દ્ર (૨) મલય (૩) સહ્ય
(૪) શુકિતમાને (૫) રૂક્ષ
(૬) વિધ્ય (૭) પાયિાત્ર (૧) મહેન્દ્ર પર્વત – કલિંગથી શરૂ થઈ પૂર્વ ઘાટની
પર્વતમાળાને કહેવામાં આવે છે. (૨) મલય પર્વત – દક્ષિણ ભારતમાં આવેલ નીલગીરી
પર્વતનાં નામથી ઓળખાય છે. (૩) સહ્ય પર્વત – ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલ
- પશ્ચિમ ઘાટની પર્વતમાળા તરીકે જાણીતો છે. (૪ શકિતમાન – ખાનદેશનાં પહાડો અજન્ટા તથા
ગોવલકોન્ડાના વિભાગોને કહેવામાં આવે છે. (૫) રુક્ષ – સાતપુરાની હારમાળાને કહેવામાં આવે છે. (૬) વિધ્ય - સુપ્રસિધ્ધ વિંધ્યાચળ પર્વત. (૭) પરિયોત્ર – અડવાલનાં પર્વત. આમ પુરાણોમાં અનેક સ્થળ, નદીઓ, પર્વતે વિશેની માહિતી મળે છે. પરંતુ તેમાંથી અત્યારે બહુ ઓછાને ઓળખાવી શકાય છે.
- આ બધામાં જંબુદ્વીપને વિસ્તાર એક લાખ જન છે, અને બાકીના બધા કાર ઉત્તરોત્તર એક બીજાથી બમણા વિસ્તારવાળા છે.
આ દરેક દ્વીપમાં સાત મુખ્ય નદીઓ અને સાત મુખ્ય પર્વતે માનેલા છે. આ બધા દ્વીપે અત્યારે ક્યા સ્થળે સાથે ઓળખાવવા તે અઘરું કાર્ય છે. એમાંથી બહુ જ થેડા વિશે પરિચય મળી શકે છે. જેમાં શાક દ્વીપ અગત્યનો છે જે આજના ઈરાન. પૂર્વ તરફના ભાગને કહેવામાં આવે છે. બીજો અગત્યને દ્વિીપ જંબુદ્વીપ છે. સામાન્ય રીતે જંબુદ્વીપ એટલે ભારતવર્ષ અને એશિયા ખંડને ભાગ એમ માનવામાં આવે છે.
જંબુદ્વીપના નવ ભાગ પાડેલા છે. જે નવ વર્ષ તરીકે ઓળખાય છે. તેમને આ રીતે માનવામાં આવે છે.
ઉત્ત, કુરુ વર્ષ હિરણ્યમય વર્ષ
રમાક વર્ષ કેતુમ:લવર્ષ – ઈલાવૃત્તવર્ષ – ભદ્રવર્ષ
હરિવર્ષ કિપુરૂષવર્ષ
ભારતવર્ષ આ બધામાં અત્યારે ભારતવર્ષ સિવાય બીજા નામે વિષે ચોક્કસ કશુ કહી શકાતું નથી. પૃથ્વી ચાર દ્વિીપમાં વહેંચાએલી છે. એવી એક માન્યતા ઉપર આપણે જોઈ, તેમાં એ શયાઈની કેટલીક નદીઓ વિશે આપણને માહિતી મળે છે. તેમાં એક ઉલેખ એ છે કે ગંગા નદીની ચાર ધારાએ ચાર જુદી જુદી દિશામાં વહે છે અને તે મુખ્ય નદીઓ ગણાય છે. જેમાં એક ધારાનું નામ સીતા છે જે પૂર્વનાં ભદ્રાવમાંથી નીકળી સમુદ્રને મળે છે. બીજી ધારા અલકનંદા છે. જે દક્ષિણમાં ભારતવર્ષમાં થઈ દક્ષિણ સમુદ્રમાં મળે છે. ત્રીજી ધારા ચક્ષુ છે જે પશ્ચિમ દિશામાં કેતુમાલમાં થઇને પશ્ચિમ સમુદ્રને મળે છે. જેથી ધારા ભદ્રા ઉત્તર કુઝને પાર કરીને ઉત્તર સમુદ્રમાં મળે છે. આ બધામાં બે નામ ઓળખી શકાય છે. એક અલકનંદા જે ગંગા તરીકે જ ભારતમાં ઓળખાય છે. બીજુ નામ ચક્ષુ અથવા વહ્યું કે વંકું, જેને યુનાનનાં લેકે એકસસ તરીકે ઓળખે છે જે પામીરમાંથી નીકળી અસલનાં સડકમાં મળે છે. સીતા અને ભદ્રા એટલે કઈ નદીઓ હશે તે કહી શકતું નથી. આ બધી રીતે કેટલાક મુખ્ય પર્વતનાં નામ પણ મળે છે. જેને કુલ પર્વત અને વર્ષ પર્વત એવા નામ આપેલા છે વર્ષ પર્વત અટલે એક બીજા વર્ષની વચ્ચે સિમા ઉપર આવેલા હોય છે. જે એ ભાગ બતાવે છે. જ્યારે કુલ પર્વત બે પ્રાંતનાં વચ્ચે આવેલા હોય છે. અને તેમની સરહદ બતાવે છે. ભારત વર્ષમાં આવા સાત કુલ પર્વત આવેલ છે.
શુભેચ્છા સાથે
બચુભાઈ એન્ડ કું
૬૬૫ માધવરાય ગલી
મુલજી જેઠા મારકેટ
મુંબઈ- ૨
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org