________________
સ્મૃતિ સદ ગ્રંથ
પશ્ચિમમાં સાંકડું છે. એશિયામા પ્રદેશમાં પામીરના ઉચ્ચ પ્રદેશ દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પ્રદેશ છે. ત્યાંથી જ અનેક પર્યંત શ્રેણીએ જુદી પડે છે. એકલી હિમાલયની પર્વત શ્રેણીની જ વાત લઇએ તેા સિંધુના તટ પ્રદેશથી બ્રહ્મપુત્રાના મેદાનના પ્રદેશ સુધી તે ૧૫૦૦ માઈલ લાંબી છે પણ ઉત્તર દક્ષિણ લંબાઈ ૧૫૦ માઈલથી ચે એછી છે. હિંદુકુશ પર્વતમાળા ભારત અને અફઘાનીસ્તાન વચ્ચેની પ્રાકૃતિક સરહદ છે. તેજ પ્રમાણે ગિલગીટ અને સુલેમાન પર્વતની શ્રેણી પણ ૮૦૦૦ જેટલી ઊંચાઇના પર્વત શિખરો ધરાવનારી છે.
એશિયામાં જેમ વિવિધ પર્યંત શ્રેણીએ છે તેમ નદીએ પણ આ ખંડને ફળદ્રુપ મેદાનેા સિંચાઇની સવલતા જળવિદ્યુત અને મબલખ અનાજ પૂરૂં પાડે છે. આ નદીએ મુખ્યત્વે મધ્ય એશિયાના ઉચ્ચ ભાગમાંથી નીકળે છે એકબાજુ એમે ચેનેસી અને લીના જેવી નદીએ સામિરિયાના પ્રદેશેામાંથી વહે છે તેા આમુર હાઆંગહા યાંગરસેકયાંગ, મિષ્રાંગ અને મિનામ નદીએ રશિયા, ચીન, વિએટનામ, થાઇલેંડ વગેરે પ્રદેશાને સંપન્ન બનાવે છે સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા, ઇરાવતી આ ભારત અને બ્રહ્મદેશની નદીઓને પરિચય આપવાની ભાગ્યે જ જરૂર હોય. આ ઉપરાંત ગેાદાવરી કૃષ્ણ કાવેરી, નર્મદા, તાપી, સાબરમતિ, વાત્રક, મહી, ભાદર વગેરે નદીએ પણ ભારતના દક્ષિણ પશ્ચિમ વિભાગેાને માટે મહત્ત્વની છે હુજલા અને ક્રાત ઈરાકની નદીએ છે. તેમાંની હુજલા ૧૧૫૦ અને ફરાત ૧૮૦૦ માઇલ લાંખી છે. અફઘાનીસ્તાનની ડેલમઢ ની ૯૦૦ માઇલ લાંબી છે.
એશિયામાં સાગરના પટ પણ ઉલ્લેખનીય છે. આર્કટિક મહાસાગર, પેસિક મહાસાગર અને હિંદી મહાસાગર સાથે અરબીસમુદ્ર પણ ગણાવી શકાય. હિંદી મહાસાગર છેક દક્ષિણ ધ્રુવના પ્રદેશ પર્યંત વિસ્તરેલ છે. પેસિફિક દુનિયાને સૌથી ઊંડા સમુદ્ર છે:
એશિયા ખંડના આબેહુવા અને હવામાનની તાત્ત્વિક ચર્ચા કરતા લેબની સામગ્રી ઊંડા અભ્યાસ પછી લખાયેલી છે. એક બાજુ ઊંચી પર્વત શ્રેણીએ તે બીજી બાજુ સમુદ્રથી દૂર દૂરનાં સ્થળાને કારણે એશિયાના જુદા જુદા દેશેાની આબે હવા તે એક સરખી છે જ નહિ પણ એક દેશમાં પણ વિષમ આમેહવા વાળા પ્રદેશેા છે. જેમકે કચ્છના પ્રદેશમાં વરસા દનું પ્રમાણ નહિવત છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસુરમાં વરસા હનુ પ્રમાણ વધતું ઓછુ રહ્યા કરે છે તે। દક્ષિણ પૂર્વીય વિસ્તારાને શિયાળાને ઉનાળા બન્નેમાં વરસાદ પ્રાપ્ત થતા રહે છે. રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ અને ઉનાળામાં ગરમીનું પ્રમાણુ પણ એશિયામાં અતિ વિષમ છે.
Jain Education Intemational
૧૫
આ બધી ભૌતિક સિદ્ધિએ કરતાંએ એશિયા અને ભારતનું મહત્તમ અને ગૌરવ ભર્યું પ્રદાન તેા જુદું જ છે. આપણા ભારત દેશ મનુ મહારાજ કહે છે કે સંપૂર્ણ દુનિયાના માનવાને ચારિત્ર શિક્ષણ આપી શકે તેવા છે. ભારત અને સંપૂર્ણ એશિયા ખંડ સમગ્ર વિશ્વમાં જગદ્ગુરૂનું સ્થાન ધરાવે છે. એશિયા ખંડમાં ઉદ્ભવેલા ધર્મને આપણા એક લેખકે મુખ્ય ત્રણ વિભાગેામાં વહેં'ચી નાખ્યા છે,
(૧) દક્ષિણ એશિયાની ભૂમિના ધર્માં જેમકે હિંદુધર્મ, ૌદ્ધ જૈન અને શીખ ધર્મ,
(૨) પશ્ચિમ એશિયામાં ઉદ્ભવેલ ધર્મા–જેવા કે યહુદી ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ અને જથ્થોસ્તી ધર્મ,
(૩)પૂર્વ એશિયાના ધર્મપથામાં શિન્ટો, કન્ફ્યુશિયસ અને તાએ ધમ એશિયા ખંડમાં ઉદ્ભવેલાં આ વિવિધ ધર્મોની તાસીર પણ અવલેાકન કરવા જેવી છે.
વૈદિક ધર્મ યા હિંદુ ધર્મ :
હિંદુ શબ્દ તો ઘણા મેાડા અસ્તિત્વમાં આવેલ શબ્દ છે. કેટલાક લોકોના મતે ભારત બહારની પુજાએ સિન્ધુ નદી પરથી ઈન્દુ, ઇન્દુ ને છેવટે હિંદુ એવું નામ આપેલુ છે પણ ભારતના એક મનિષી વિદ્વાને હિંસાથી જેમનુ ચિત્ત દુભાય તે હિન્દુ તરીકે ઓળખાવેલ છે હિંદુધર્મની આ પરિભાષા સર્વાંગે સત્ય છે ભારતના વૈદિક ધર્મોમાં ને પાછળથી જૈન અને બૌદ્ધ તત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતમાં અહિંસા અને અભય વૈદિક ધર્મો તેનુ મૂળ નામ છે તેને કોઈ સ્થાપક નથી માનવજીવનના વિકાસ ક્રમમાં તે સ્વાભાવિક રીતે આવેલ ધર્મ છે તે માત્ર સંપ્રદાય નથી પણ જીવનની પદ્ધિત વિચારદન છે. હિંદુ ધર્મ અહારથી અનેક દેવ દેવીને પૂજતા ને મૂર્તિપૂજક ધ લાગે છે પણ વાસ્તવમાં તે એકેશ્વરવાદી અને નિર્ગુણ નિરાકાર એક સર્વોત્તમ તત્ત્વમાં શ્રદ્ધા ધરાવે છે . મૂર્તિ પૂજા તા તેની પ્રતીકેપાસનાના કે આલંબન માત્ર છે. જગતનું શ્રેષ્ઠ ચિંતન આ ધર્મનું પ્રદાન છે. ન્યાય, યાગ, સાંખ્ય અને વેદાંત જેવી વિશિષ્ટ અને મોલિક શાસ્ત્રીય વિચારણા આ ધર્મમાં થઇ છે આ ધર્મના આધાર ગ્રંથ માત્ર કોઈ એક જ ગ્રંથ નથી ને તેને કારણે કદાચ હિંદુ ધર્મને લાભ નથી ને તેને કારણે કદાચ હિંદુ ધર્મને લાભ જેટલું નુકશાન પણ થયું છતાં વેદે અને ભગવદ્ગીતા એ હિંદુધર્મના દરેક નાના મોટા સંપ્રદાયાનાં પ્રમાણભૂત ગ્રંથા ગણાય છે.
For Private & Personal Use Only
---.
www.jainelibrary.org