________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ રીતે ઊર્મિશીલ, વત્સલ અને ભાવુક રહ્યો છે. સંયુક્ત કુટુંબની આજ સુધી સચવાયેલી પ્રથામાં પિતાના ઉપર દુઃખ લઈને પણ પિતાના સ્વજનને સુખી કરવા સુખ અને સંપત્તિ વહેંચીને ભેગવવા ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવવું, નિમિત્ત માત્ર થઈને સૌના શુભાશુભમાં સમભાગી થવું, આ બધા કોરા સત્યને ભાગ્યે જ ઇર્ષા, કલહ વગેરે જોવા મળ્યાં છે. સહિષતાની લાગણી:–
, વિસ્તરી સ્થળાએથી કરતમાંજ
ગ્ય
પિતાના નિશ્ચિત અભિપ્રાય, લાગણીઓ કે શ્રદ્ધા હોવા છતાં અન્યના મત પણ સાંભળવા જોઈએ, અન્ય અભિપ્રાયે, સંપ્રદાયે, સાધુઓ પણ સમાદરણીય છે. અન્યમાં પણ સત્ય દર્શન હેઈ શકે. આવી લાગણી ભારતીય સમાજમાં રહી છે. જૈન દર્શનમાં અનેકાંતવાદ અથવા સ્વાવાદ આ પ્રકારની સહિષ્ણુતાને નમૂને છે. સ્વસુધારણાની પ્રવૃત્તિ – - વેદના જ્ઞાનકાંડની સામે પૂર્વ મીમાંસાને કર્મકાંડ પ્રબળ બન્યા ત્યારે આ સમાજમાંથી જ શંકરાચાર્ય આવ્યા અને એકેશ્વરવાદ નિર્ગુણ અદ્વૈતવાદને ઝંડો લહેરાવી ગયા. મૂર્તિ પૂજાની વધુ પડતી વેવલી ભક્તિ સામે આ સમાજ માંજ દયાનંદ, અખે, કબીરસાહેબ જેવા વિડીઓ થયા. સતી થવાને રિવાજ, દૂધપીતી કરવાના અનર્થ સામે સ્વમીનારાયણ અને રામમેહનરાય જેવા સમર્થ વિચારકો લડ્યા. અને પ્રજાએ પણ આવા વિદ્રોહીઓને ડો સમય નવું લાગતા સામનો કરીને પણ છેવટે તેમનાં વચનો સ્વિકારી લીધાં.
સંસ્કૃતિનાં ઉપર જણાવ્યા જેવા ગુરૂ સિદ્ધાંતને કારણેજ ભારતીય સંસ્કૃતિ પરિવર્તન પામતી પામતી પણ ધ્રુવ સત્ય વાળી નિરંતર બની રહી છે. આવા સંસ્કૃતિના નિર્માણમાં આર્યોનું મહત્વ ઘણું છે. આ સ્વભાવથી શ્રી રાહુલ સાંકૃત્યાયન કહે છે તેમ “ધૂમાડી રહ્યા છે. વચ્ચેના અંધકાર યુગમાંજ સમુદ્ર ઓળંગવાથી ધર્મભષ્ટ થઈ જવાય વગેરે પામર અને બીકણ સિધ્ધાંતે આવ્યા. આર્ય પ્રજાના મૂળ વતન અંગે પશ્ચિમના મહારથી વિચારકોએ આ મધ્ય એશિયાના મેદાનમાંથી જુદી જુદી ટોળીઓમાં વહેંચાઈ ને ભારત આવ્યા એ સિધ્ધાંત આપે છે અને આજે તે લગભગ સર્વમાન્ય સ્વિકાર પામ્યો છે. પરંતુ લોકમાન્ય ટિળક મહારાજ અને યાકોબી જેવા વિદ્વાનોના મતે પણ ચિંત્ય છે. આર્ય પ્રજા ઉત્તર ધ્રુવના પ્રદેશમાં કે ભારતમાંજ મૂળ વતન ધરાવતી હતી અને આ સ્થળોએથી તે જુદા જુદા દેશમાં વિખરાતી ગઈ, વિસ્તરતી ગઈ આ મત પણ સંશોધનને યોગ્ય ભૂમિકા તે ધરાવે છે જ. અગત્ય વિંધ્યાચળને નમાવી દક્ષિણમાં ગયા કે સમુદ્રનું પાન કરી ગયા વગેરે પુરાણ કથા એનો આશય એક વિદ્વાન અન્યત્ર નોંધે છે તેમ દક્ષિણના પ્રદેશમાં અને સમુદ્ર પાર કરીને પૂર્વીય દેશમાં તેમણે આર્ય સભ્યતાના કરેલા પ્રચારને સમજાવવા માટે પણ હોઈ શકે છે. નવા સુમાત્રામાં તેમની મૂતિએ પણ મળી આવી છે. ભારતીય સમાજની મનોવૈજ્ઞાનિક અને ચૈતસિક એકતા પણ પર્યટન તીર્થાટનોને લીધે રહી છે. આ બધા પરિવ્રાજક પર્યટકે, સંત, ધર્મપ્રચારકે પાસે અમૂલ્ય પ્રાણુધન તે એમનાં શાશ્વે. વેદોએ (સંહિતા આ બ્રાહ્મણ ગ્રંથ અને ઉપનિષદો) ભારતના ચિંતન અને આચાર ધર્મને આજે સહસ્ત્ર વર્ષોથી પ્રબળ પ્રેરણા આપી છે. રામાયણના કુટુંબ પ્રેમના કાવ્યે ભારતના સીમાડાઓ ઓળંગી જાવા સુમાત્રા અને હાલમાં સેવિયેટ રશિયા સુધી હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહાભારતના વિશ્વકેશે તે મહાપુરૂષને પણ પ્રેરણા પૂરી પાડી છે. આ સિવાય ભાગવત ગીતગોવિંદ ત્રિપિટક જૈનદર્શનના આચારાંગ ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્રે જેવા ગ્રંથરત્નોએ પ્રજામાં સ્વસ્થ જીવનનું નિર્માણ કર્યું છે. દક્ષિણ ભારતની ભાષામાં લખાયેલ તમિળ દ્રવિડ, તેલુગુ ગ્રંથાએ પણ સંજીવનીનું કાર્ય કર્યું છે.
ઉત્તમ ગાહરણ્ય, આદર્શ પરમહંસપણું – " વર્ણાશ્રમ વ્યવસ્થા સામે આજે જે પ્રહારે અને આક્ષેપ કરવામાં આવે છે તેમાં આંશિક સત્ય હોવા છતાં સમાજ વ્યવસ્થા અને નમૂનેદાર જીવન પ્રણાલી આ સિદ્ધાંતેમાંથી વર્ષો સુધી મળી છે. વૈદિક. જૈન, બૌદ્ધ દર્શનેએ પરમહં. સેને, પરિવ્રાજકેને કૈવલ્યની પ્રાપ્તિ માટે ઉત્તમાધિકારી ગણ્યા હોવા છતાં આ બધા દર્શનોએ ગૃહસ્થાશ્રમને બધાના પાયારૂપ પિષક, ધારક ગણીને ગૃહસ્થ પિતાના સંસાર વ્યવહારની વચ્ચે રહીને વધુમાં વધુ વીતરાગ વિગષણ કેમ બની શકાય તે શીખવી રહ્યા છે. ભાગવતધર્મ ઘરનો ત્યાગ કર્યા વિના ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો બતાવે છે. તે ચરમ તીર્થંકર મહાવીરે પણ સાધુસાધ્વીઓ સાથે શ્રાવક શ્રાવિકાઓના અસ્તિત્વને માન આપીને ચતુર્વિધ સંઘ પ્રાધે છે. અને આચારાંગ સૂત્રોમાં શ્રાવક શ્રાવિકાઓને ધર્મોપાસના નાં નિયમો શીખવાડી તેમને મુકતિ માર્ગની યાત્રા માટે તૈયાર કરે છે.
અસ્મિતા ભાગ-૨
પ્રસ્તુત ગ્રંથ ભારતીય અમિતા-ભાગ-૨ હોવાથી ભારતને કેન્દ્રમાં રાખીને જ તેમાં લેખો લખાયા છે તે અપેક્ષિત જ છે. પણ સાથે સાથે સમગ્ર એશિયા ખંડની પ્રાચીન અર્વાચીન ગતિ વિધિઓનું પણ તેમાં નિદર્શન કરાવવા તજજ્ઞ લેખકોએ ભારે પરિશ્રમ લીધે છે. ભારત જે કંઈ છે તે વિશ્વ અને એશિયાના સંદર્ભમાં છે. કોઈપણ રાષ્ટ્રપિતાને સીમાવતી કે
Jain Education Intemational
tior Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org