SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ દ્રઢમળ તત્ત્વોનો પાયો :– વેષભૂષા મુસ્લિમ જોવા મળે છે ભારતીય સંગીતમાં પણ નવા નવા રાગ રાગિણીઓ સિતાર જેવા વાદ્યને પ્રવેશ ડુમરી, ગઝલ અને કવ્વાલીની ગાયકીઓ આ સમયમાં પ્રવેશી તે આરબ પ્રજાના રસાયણ વિજ્ઞાન, હોકાયંત્ર, મદ્યાર્ક વગેરેને પ્રવેશ ભારતમાં આ સમયે થયે પાયજામે, જ, સુરવાલ અચકન જેવા પિષક સાથે ઠંડા શરબત, ગુલકંદ, જલેબી, બરફી, બરંજ, મુર, હલવો વગેરે ખાનપાનનાં પદાર્થો પણ આ સમયે ભારતમાં પ્રવેશ્યા. ભારતીય સંસ્કૃતિ પરંપરા અવિચ્છિન્ન રહી છે અને ગ્રીસ રોમ, ઇજિપ્ત, વગેરે સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ તેની બાબતમાં ઘણાને આશ્ચર્ય થાય છે પરંતુ આ સાવંત પરંપરાઓ પાછળ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર પરંપરાનાં કેટલાંક આગવાં લક્ષણે છે. આ બધા લક્ષણોને વિગતવાર સદષ્ટાંત તપાસવા બેસીએ તે સંસ્કૃતિ ચિંતનને એક સ્વતંત્ર ગ્રંથ મને પણ આ તનો ઉલ્લેખ આ સિંહાવલોકનમાં કરે જ રહ્યો ભારતીય સંસ્કૃતિ વહેતાં નીર જેવી છે: ગ્રીસ અને રેમની સંસ્કૃતિ સૌંદર્ય અને અતિવિલાસ રંગરાગમાં ખોવાઈ ગઈ. ભારતની સંસ્કૃતિ વિચાર પૂર્વક પ્રજાયેલી કેટલીક દઢ મૂળ આધાર શિલાઓ પર રચાયેલી છે જેમ કે આપણી સંસ્કૃતિ રાગને બદલે ત્યાગ પ્રધાન રહી છે. સ્વાધ્યાય, તપશ્ચર્યા, સંયમ, રિચનીતિમત્તા અને ઉદાત્ત ચારિત્ર્ય આચાર નિષ્ઠા વગેરેને કારણે આજ સુધી તે તેની સામે આવેલાં અનેક પ્રભો અને ભને ખાળી શકાયાં છે. ડે. સાંકળીયા તેમના એક લેખમાં લખે છે કે ઈજિપ્ત મેસોપોટેમિયા પરૂ અને મેકિસકોની અર્વાચીન સંસ્કૃતિઓ અલબત્ત એક યા બીજી કારણસર જીવંત હશે પણ તેમને આધ્યાત્મિક જીવનદેર તૂટી ગયો છે. જ્યારે ભારતને આધ્યાત્મિક જીવંત દેર વર્તમાન સાથે સતત જળવાઈ રહ્યો છે. યુગનાં પરિવર્તન પ્રમાણે આપણે સમાજે ચાલ્યા આવતા સંસ્કારોમાં ત્વરિત સમાધાને શોધ્યાં છે અને તેને સમાદત કરી લીધાં છે. વૈદિક યજ્ઞોમાં થતી હિંસા સામે ઉપનિષદોના જ્ઞાનકાંડ, બુદ્ધ, મહાવીર વગેરેના વિરોધને ધ્યાનમાં લઈ ભારતે યજ્ઞોમાં થતી હિંસા બંધ કરી યજ્ઞોની સંકલ્પના સમૂળગી બદલાવી નાખી આવાં તે અનેક ઉદાહરણ છે. સંત સંરક્ષણ : ભારતની સંસ્કૃતિ પર જ્યારે જ્યારે વિપત્તિઓનાં વાદળો કે વિનાશની વિભીષિકાઓ ઉપસ્થિત થઈ છે ત્યારે તેના આંતર તમાંથી તત્કાળ મહાપુરુષને સતે જડી આવ્યા છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય, ગાંધી જેવા અતિવિશાળ પ્રતિભાવાળા પુરુષો જ નહિ પણ શ્રી સ્વામીનારાયણ, દયાનંદ સરસ્વતી, રાજા રામ મોહન રોય, એની બેસંદ, રામકૃષ્ણ પસ્મહંસ, વિવેકાનંદ અરવિંદ, કબીર, સૂરદાસ. તુલસી, એકનાથ, નામદેવ, નરસિંહ, મીરા, તુકારામ, સમર્થ રામદાસ, શિવાજી, રાણા પ્રતાપ, આલ્વાર સંતે, આમ સેંકડો સંતોએ આ સરવાણીઓને જન સમાજમાં વહેતી રાખી છે. વિવિધતામાં એકતા : પ્રજાની ધર્મશ્રદ્ધા-અધ્યાત્મ પ્રિયતા : રવિન્દ્રનાથે ભારતને મહામાનવ સમુદ્ર કહ્યો છે. આ વિશાળ દેશમાં વિવિધ જાતિઓ, વિવિધ રીતરિવાજે, વિવિધ ભાષાઓ, વિવિધ સંપ્રદાય અને જ્ઞાતિ–પેટાજ્ઞાતિઓના વાડાઓની વચ્ચે પણ કેટલાંક મૂળભૂત સત્યનાં ઝરણુઓ આ બધા પ્રવાહને સક્ષમ બતાવતા રહ્યાં છે. ભારતનું ઔદાર્ય : બીજી બાજુ સામાન્યમાંથી સામાન્ય અને અકિંચનમાંથી અકિંચન માનવીઓ પણ પરલેક પુનર્જન્મ, શાસ્ત્ર-ગુરુભકિત, તીર્થાટન, વ્રત-ઉપાસના અને આત્મા–પરમાત્મા સંબંધના વિચારોથી ચિર પરિચિત અને સંવિદ્ શ્રદ્ધાના બલવાળા રહ્યા છે. ભીષણ ગરીબી અને યાતાઓના દિવસોમાં પણ હસતા એ જીવન જીવવાની એક કળા આ બધાને લીધે આપણા લોકોને મળેલ છે જેને કારણે અને સમાજે વધારે ભાંગી પડ્યા કે પલાયનવાદી પ્રવૃત્તિઓ તરફ વળ્યા ત્યારે ભારતમાં તિતિક્ષા કર્મઠતા, અને સરળ જીવન પદ્ધત્તિનાં દર્શન થાય છે. . ભાષણ જ પરિચિત અને આત્મ ભારત કદી સંકુચિત દેશ રહ્યો નથી. તેણે સંઘર્ષના સમયે બાહ્ય અને તાત્ત્વિક યુદ્ધો ખેલ્યાં છે પણ બહારથી આવેલા ગ્રીકે, કુષાણે, પહલવ, હણે શકે, મેંગોલે વગેરેને પોતાના વિશાળ ઉદરમાં આવકાર્યા, તેમને અપનાવી લીધા. તેમની પાસેથી ઉત્તમ વસ્તુઓ કઈ છછ રાખ્યા વિના અપનાવી લીધી. આજે ભારતમાં કેઈ એકાદી પ્રજા હજી પણ પિતાનું અલગ અસ્તિત્વ રાખવા મથતી હોય કે તે પોતાની જાતને અળગી રાખતી હોય તે તેમાં ભારતના વિશાળને ઉદાર અંતઃકરણને દોષ નથી. પ્રેમ–અનુરાગ અને કુટુંબ વત્સલતા : ભારતીય સમાજ પિતાના પારદશ મનિષિઓ વડે પ્રબંધાયેલાં સૂત્રેને કારણે વ્યક્તિગત, સામાજિક અને કૌટુંબિક Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy