SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1031
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ૧૦૨૬ અને શૈક્ષણિક સવાલમાં હંમેશા રસ લીધો છે. એટલું જ નહિ તેમનું માર્ગદર્શન ઉપયોગી બન્યું છે. શ્રી રમણલાલ ભોગીલાલ શાહ શેઠશ્રી રમણીકલાલ ભેગીલાલ શાહ જે બધા શ્રી બકુભાઈના નામથી જાણીતા છે. તેમને જન્મ અમદાવાદમાં સને ૧૯૧૮માં થયે હતે. મેટ્રીક સુધી અભ્યાસ કરી પિતાના પગલે ચાલી તેમણે કાપડ ઉદ્યોગમાં ઝુકાવ્યું અને ભાવનગરની મહાલક્ષ્મી મીલના ડીરેકટર અને જનરલ મેનેજર તરીકે નિમાયા. ૧૯૩૭ની સાલમાં કાપડ ઉદ્યોગના અભ્યાસ માટે જાપાનને પ્રવાસ ખેડ્યો. ૧૯૪૦માં ભાવનગરમાં માસ્ટર સિલ્ક મિલસની સ્થાપના થઈ તેના મેનેજીંગ ડીરેકટર તરીકે નીમાયા અને તેમની રાહબરી નીચે માસ્ટર સિલ્ક મીલે અપ્રતિમ પ્રગતિ સાધી છે. ભારત સેવક સમાજના ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે એમણે ૧૯૫૪ થી ૧૯૬૫ સુધી લાગલાગેટ સેવા આપી અને ભારત સેવક સમાજની પ્રવૃત્તિઓ વિકસાવી. મ્યુનિસિપાલીટી સુધરાઈની ૧૯૬૩ની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિથી ચુ ટાઈ આવ્યા હતા. સંગીત મંડળના તથા અભિનવ સંગીત કળા મંડળના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ઓલ ઇન્ડિયા મેન્યુફેકચર્સ એસોસીએશનના સૌરાષ્ટ્ર રીનલ બર્ડના પ્રમુખ તરીકેની પણ એમની સેવા ઘણી ઉપયોગી બની છે. તેઓશ્રી ઔદ્યોગિક ક્ષેત્રે આઠ જેટલી લીમીટેડ કંપનીઓમાં ડીરેકટર તરીકે છે. લેક શિક્ષણ ટ્રસ્ટ, ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ, શ્રી જૈન બાલ વિદ્યાર્થી . ભવન, શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ, શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીર્થ કમીટી વગેરે સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓમાં તેઓ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા વેજ બર્ડ ફેર સિલ્ક ઈન્ડસ્ટ્રી, વગેરેમાં તેઓ સભ્ય છે. શ્રી અચલ ભારતીય તત્વ દર્શનના આશ્રયદાતા મુરબ્બી છે. ગુજરાત સરકારે શ્રી બકુભાઇની સેવાઓને લક્ષમાં લઈ ઓનરરી મેજીસ્ટ્રેટ જે. પી.) બનાવ્યા છે. શ્રી શેરઅલીભાઈ ડી. વરતેજી ઈ સ. ૧૯૨૦ના ફેબ્રુઆરીની ૨૦ મી તારીખે એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ થયો. બાળપણ મધ્યમ કક્ષાનું વિત્યું. મઝહબી તાલીમ ઘેર અને મદ્રેસામાં પ્રાપ્ત કરતાં કરતાં સનાતન ધર્મ હાઇસ્કુલમાં જીવનના આવશ્યક ઘડતર માટે ૯ મી શ્રેણી સુધી અભ્યાસ કર્યોત્યાર પછી સંજોગવશાત અભ્યાસ અધુરે મૂકી તેમના વડીલેએ સ્થાપેલ ગૃહલોગની ગતીને વેગવાન બનાવવા તેઓ પણ કાર્યરત રહ્યાં. ધીરે ધીરે આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. આ સિદ્ધિ અને પ્રગતિ પાછળ તેમના વડીલેનું પ્રેરણાબળ અને પિતાને આત્મવિશ્વાસ તથા ભાઈઓને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થતાં ગુજરાતભરમાં ૨૧૫ સાબુની કલીટી જાળવવા પાછળ મુખ્ય સંચાલક શ્રી શેરઅલીભાઈ તથા તેના બંધુએની નીતિમતા અને સૈદ્ધાંતિક પરિબળ મહત્વના છે. ગુપ્તદાનમાં વિશેષ માને છે. તેમના પુત્ર પૌકી સૌથી મોટા પુત્ર શ્રી એસ. એસ. વરતેજી એમ. ડી. છે અને પિતાનું કલીનીક ચલાવે છે. બીજા પુત્ર શ્રી યુસુફભાઈ ઓફિસનું કાર્ય સંભાળે છે. ત્રીજા પુત્ર શ્રી હેદરભાઈ ફેકટરી સંભાળે છે. શ્રી નિશારભાઈ બી. કેમના વિદ્યાથી છે. પિતાની પ્રગતિમાં કુદરતી કૃપા ગણે છે. શ્રી કે. કે. સરવૈયા - છેલ્લા ઘણા સમયથી પાલીતાણા તાલુકામાં પંચાયત અને સહકારી ક્ષેત્રે શ્રી સરવૈયા કામ કરી રહ્યાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, તા. બ. વ. સંઘના પ્રમુખ તરીકે તથા તાલુકા અને જિલ્લાની જૂદી જૂદી કમિટિઓમાં કામ કરતાં રહ્યાં છે. કંજરડા તેમનું વતન, જાતમહેનતથી ખેતી કરે છે. ખેતીમાં નવા નવા પ્રયોગ કરીને ખેતીને સમૃદ્ધ બનાવી છે. તાલુકા પંચાયત દ્વારા પિતાના વહીવટ દરમ્યાન લાખ રૂપિયાના કામે પૂરા કરાવ્યા છે. શ્રી બી. એચ. વોરા બહુ જ નાની ઉંમરથી સંગીત, રમતગમત, અને જાહેરજીવનમાં કામને શોખ હોવાને કારણે તથા માર્કસ લેનિનનું ક્રાંતિકારી સાહિત્ય વાંચન મનનને લીધે શ્રી વેરા છેલ્લા દોઢ દાયકાથી રાજકારણમાં સક્રિય કામગીરી કરી રહ્યાં છે. પાલીતાણુ અને જિલ્લાના સળગતા પ્રશ્નો હાથમાંલઈ લોકઆંદોલનનું આયોજન પ્રસંગોપાત કરતા રહ્યાં છે. પાલીતાણુ નગરપાલિકાના પ્રમુખ તરીકે. ધારાસભાના સભ્ય તરીકે, કોમ્યુનિસ પાર્ટીના અગ્રણી તરીકે તેમજ બીજી ઘણી સામાંજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને કામ કર્યું છે. પૂર્વ જર્મની ભારતના ઘણા સ્થળેનું પરિભ્રમણ કર્યું છે. શ્રી હરિશંકર કંવરજી દેવે ગુજરાતના વ્યાપારી ક્ષેત્રે જેમનું નામ આગળ પડતું ગણાય છે અને પિતાની સ્વયં શક્તિથી ભારે મેટી યશકીર્તિ પ્રાપ્ત કરનાર શ્રી હરિશંકરભાઈ દવે મૂળ ભાવનગરના વતની ઈશ્વરી શકિતમાં અનન્ય શ્રદ્ધા સેવનાર શ્રી દવે સાહેબના જીવનમાં કેટલાએ એવા પ્રસંગે આવ્યા છે પણ સત્યનિષ્ટને રાહ બદલે નહી. ગુજરાતની ખ્યાતનામ વ્યાપારી પેઢીઓમાં શ્રી એચ. કે. દવેની પેઢીનું નામ ઘણુ જ આગળ પડતું અને સાહસિક ગણી શકાય. શીપીંગ અને ફેરવડીંગના ધંધામાં આ પેઢીએ પ્રથમ હરોળમાં સ્થાન લીધુ છે. ગુજરાતના તમામ બંદરો ઉપર આ પેઢીની શાખાઓ કામ કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy