SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરતીય પરિવતા પાલીતાણા બ્રહ્મભટ્ટ યુવક મંડળ પાલીતાણાના વતની અને મુંબઈ વસતા બ્રહ્મભટ્ટ જ્ઞાતિના અગ્રણી અને કેળવણી પ્રેમી શ્રી બાલુભાઈ ગુદાબભાઈ બારોટ જ્ઞાતિના બાળકોને શિક્ષણ અભ્યાસને લાભ મળે, કલા સાહિત્ય તરફની અભીરૂચી કેળવાય અને સંપ સંગઠ્ઠનની ભાવના દારા સંસ્કારસિંચન થાય તેવા શુભ આશયથી એક વર્ષ પહેલા પાલીતાણામાં સ્થપાયેલ બ્રહ્મભટ્ટયુવક મંડળને પ્રેરણા અને પ્રસાહન આપ્યું. મંડળને કાર્યવાહક પ્રમુખશ્રી વીરસીંગભાઈ બી. દેવલુક, જવાનસાંગ છે. હરમાણી, રણધીરકુમાર ઈન્દ્રાણી અને પરિભાઈ બી. દેવલુક અને અન્ય ભાઈઓને ઉત્સાહ મળ્યો. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જ્ઞાતિના તમામ બાળકને પુસ્તકોની સગવડતા કરી આપીને શિક્ષણનું સુંદર કામ કર્યું છેબાળકોમાં કેળવણીની ભૂખ જામે છે ત્યારે જ્ઞાતિના અગ્રેસરોએ અને જૈન સમાજના દાનવીએ આ પ્રવૃતિને વધુ બળ આપવાની તાતી જરૂરત છે. શ્રી દુર્ગાપુર ગુજરાતી સમાજ ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં વ્યવહારમાં અને વ્યવસાયમાં, વ્યાપારમાં અને સંસ્કારમાં સાહસ અને સભ્યતાના દર્શન કરાવ્યા છે. ધંધાર્થે વર્ષો પહેલા ગુજરાતમાંથી વેસ્ટ બંગાળમાં ગયેલા અને જુદા જુદા સ્થળોએ પથરાયેલામાંના ઘણું કુટુંબ દુર્ગાપુરમાં પણ થિર થયાં અને વ્યાપાર કૌશલ્ય બતાવ્યું. દુર્ગાપુરમાં વસતા ગુજરાતીઓને સ્પર્શતા સામાજિક સવાલે, સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને શિક્ષણ સાહિત્ય પ્રવૃતિને વેગ આપવા દુર્ગાપુર ગુજરાતી સમાજની ૧૯૬૦માં સ્થાપના કરી જે પ્રતિ આજે ફાલીમુલીને વટવૃક્ષ બની છે. લાઈબ્રેરી, મહિલા મંડળ, અતિથી૫૮ વિગેરે ચલાવાય છે. આ સંસ્થા અખિલ ભારત ગુજરાતી સમાજ દિલ્હી તથા પૂર્વભારત ગુજરાતી સમાજ કલકત્તા સાથે સંકળાયેલી છે. આ સંસ્થા દ્વારા ચીન-ભારતની લડાઈ વખતે રોકડા તેમજ સુવર્ણદાન-ગુજરાતમાં પુરગ્રસ્ત વખતે ગુજરાતના મુખ્યમંત્રીને મોટી રકમને કાળો, બંગાળ બાઢ વખતે બંગાળ રાજ્યપાલશ્રીને સારી રકમના ફાળે અર્પણ કરેલ હતો. ભૂતકાળમાં પણ સામાજિક સેવાને ક્ષેત્રે આ સંસ્થાનું સારૂ એવું પ્રદાન રહ્યું છે દુર્ગાપુર ખાતે ૫૯મું અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારે ગુજરાતી સમાજ દ્રારા સેવા કેમ્પ ખોલવામાં આવ્યો હતો જેમાં પંદરસેથી બે હજાર ભાઈઓને રહેવા જમવાની સગવડ કરવામાં આવી હતી. પ્રસંગોપાત ગુજરાતના અગ્રણી નેતાઓની સરભરા અને સ્વાગત દ્વારા તેમની સાથે વિચાર વિનીમય કરી પ્રેરણા મેળવતાં હિન્દુસ્તાન સ્ટીવ જી, તરાથી આ સંસ્થાને વાર્ષિક મોટી રકમની ગ્રાન્ટ મળે છે. પ્રાદેશિક કાર્યક્રમમાં પણ ગુજરાતી સમાજ આગળ પડતો ભાગ લે છે. આ સંસ્થાના ચેરમેનશ્રી એસ. પટેલ અને પ્રેસીડેન્ટ શ્રીમતી પ્રેમીલાબેન શેડની કારોબારીને તે સભ્યને વિશ્વાસમાં લઈને કામ કરવાની પદ્ધતિ પ્રશંસા માગી લે છે. - નમ્ર અપીલ પૂજ્યપાદ આચાર્ય પ્રવરે-પૂજ્યપાદ મુનિ-પંગ, પૂજ્યપાદ સાધ્વીજી મહારાજે, સમાજના દ વીર, સમાજના કેળવણપ્રિય સજજને, સમાજના ઘડવૈયાઓ, પ્રગતિવાચ્છું ભાઈ-બહેને, જગજજનની માતાઓ, બહેનના માતૃછવનની મહતા, પવિત્રતા, અખંડિત રાખવા સદુપદેશ, દાનઝરણું અને સેવાની સૌરભ દ્વારા શ્રાવિકાશ્રમને સક્રિય સાથ આપશો. પ્રસગે પ્રસંગે શ્રા કામ મને યાદ કરી મદદ કરે, મદદ આપવાને પ્રકારે :રૂ. ૫૦૦ આપી એક બહેનના શિક્ષણદાતા બનો. રૂા. ૨૫• આપી આશ્રયદાતા બને. રૂા. ૨૦૦૧] આપી સં થાના પેટ્રન બને. . ૧૦૦૧ આપી સંસ્થાના બીજા વર્ગના આ. સભ્ય બનો રૂ. ૫• આપી ત્રીજા વર્ગને આ. સ ય બને. રૂ. ૧૦૦૧ આપી મિષ્ટ ભોજનની એક ટંક કાયમી તિયિ નોંધાશે. રૂ. ૫૦ | આપી સાદા ભજનની એક ટંક કાયમી તિયિ નધા. સા. ૨૦આપ દુધ-નાસ્તાની કાયમી તિથિ નોંધાવો. ચિત્ર ગેલેરીમાં બહેનો જ ફોટો મૂકાશે. સંસ્થાના નવા મકાનમાં મુકરર કરેલ રકમ આપ આપના નામની આરસની તકતી મૂકાવો શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ–પાલીતાણા (સૌરાષ્ટ્ર) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy