SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રજાના લોકઉત્સવો મનોરંજન અને શ્રી જોરાવરસિંહ જાદવ રાધાકૃષ્ણની રસમસ્તીનું લોકપર્વ જન્માષ્ટમી: જન્માષ્ટમી એટલે રાધાકૃષ્ણની અને કાનની રસમસ્તીની મધુર યાદ આપતું આપણું અનેખું લેકપર્વ. આ પર્વ લેક હૈયામાં આનંદની અને અનોખી ઉર્મિઓની રંગપૂરાણી પુરે છે. લેકે જન્માષ્ટમીના પરબને જીવનના સુખ દુઃખ વિસરી જઈને મન મોકળા મુકીને ગાય છે, આનંદથી નાચે છે અને વરસભરને ચાકડો ઉતરે છે. મેહુલો મન મુકીને વરસ્યો હોય તો પછી લેક સમાજના આનંદની તો શું વાત પુછવી ? રંગીલા લેક હૈયાં હાથ ઝાલ્યાં રહે ખરાં ! ઠેર ઠેર ચારેચૌટે ને ચોકમાં ડાંડિયા રાસ ગરબા અને ગરબીઓની છાકમછળ ઉડે. વચ્ચે ઢોલ પર દાંડી રમાડતે, ઘડીમાં ચલતી તો ઘડીમાં હીંચ વગાડતો ઢોલી ઉભે હોય. નમણી નારીએને રાસ ચગે. મધુરા કંઠમાંથી ગીતોની સરવાણી , ધરતી પ્રોપટ ધ્રુજે. રાસને જોવા જુવાનિયાં ને ઘરડાં બુઢાય બે ઘડી થંભી જાય એ રાસ. એક કણબણ્ય બાળ કુવારી ધોળા વસ્તર પેરે બાઈ; કાનજી મા'રાજે હઠ લીધી, ઈ કણબણ્ય પરણાવો બાઈ. તમારે કાનજી સે બસે ગોપિયું, કણબણ્યને શુ કરશો બાઈ! સોળસે ગોપિયું પાણી ભરશે, કણબણ્ય ઘરની રાણી બાઈ. અઢી ગજનું કાપડું સિવડાવ્યું, સાત હાજાને ઘાઘરો રે બાઈ. તેય ચડાવો જશે બાઈ, પેટી પડખાં જશે બાઈ. સેળ હાથની સાડી પહેરાવી, તાણી તૂસી પોગી બાઈ. ડાબી કાર્ય કરે પડા , કણબણ્ય ઘરમાં આવ્યાં બાઈ. હરાફરાંની ઘેશ ભરડી, છે ગોળીની છાશું બાઈ. સેળસે ગોપિયું જમવા બેસી, સનમનિયાં કરી ઊઠીબાઈ. કણબણ્ય રાણી જમવા બેઠાં, આ હરડીને ઉંડવા બાઈ. સવામણનું દાતરડું ને, અઢીમણને હાથે બાઈ કણબણ્યની રાણી કડબ વાટે, વીધે મુળ વાળે બાઈ બારબંધે ભારે બાં, એક હાથે ચડાબે બાઈ ઘેર આવીને હેડે નાખે, બાર ગાથા ધરાણું બાઈ કેળીમાં કાતળિયું લાવી, ગામના છોકરા સમજાવ્યાં બાઈ પિટીમાં પાંચીકા લાવી, ગામને ગઢ ચણા બાદ શિતળા સાતમ અને જન્માષ્ટમીએ ઠેર ઠેર લેકમેળા ભરાય. કિડિયારાની જેમ મનેખ ઉભરાય. રંગરંગીલા વસ્ત્રાભૂષણો પહેરીને જુવાનિયાં અને જુવતીઓ મેળો મહાલવા ચાલી નીકળે છે. ધંધુકા તાલુકાના આકરૂ ગામના ઠાકુર દુવારે અને અમદાવાદમાં વાડજમાં ભરવાડોના મેળા ભરાય છે. ભરવાડ કોમમાં મેળાનું માતમ વધુ છે. ભરવાડ સ્ત્રીપુરુષ મેળામાં જઈને મહાદેવજીના દર્શન કરીને રાસડાની રમઝટ બોલાવે છે. અહીં સ્ત્રી પુરુષોના રાસડાં ખોખાં હોય. એકજ રાસડામાં સ્ત્રીઓ અને પુરુષ સાથે જ જોડાય અને ગીતમાં રાધાકૃ ણની સમસ્તી જીવંત બને. આજની રાત કાન ક્યાં રમી આવ્યા ? કયાં તમે ખેલ ખેલી આવ્યા હે કાન ક્યાં રમી આવ્યા ? ખભેથી પામરી કયાં મૂકી આવ્યાં ? આ ચુંદડી કોની ચોરી લાવ્યા છે કાન કયાં રમી આવ્યા ? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy