________________
૬૯o
વિશ્વ અજાયબી :
S
.
૧કી હા હું પાણી
થી
:
-
શ્રાવિકાવર્ગ જ મોખરે છે અને તેથી સૂક્ષ્મની આરાધનાઓ દ્વારા સૂક્ષ્મ શક્તિઓ ઉત્પન્ન થાય છે જેથી જૈનેતરો પણ જિનશાસનને અભિવંદન કરે છે.
આસમાની ઊંચાઈ અને ગુણોથી ગંભીર પંચપરમેષ્ઠિના પાંચમા સ્થાને રહેલ સાધુ-સાધ્વીઓને “નમો લોએ સવ્વ સાહૂણં” પદથી નમસ્કાર કરાય છે તે પદનું મહત્વ શું છે તે સમજાવવા અભયકુમાર મંત્રીએ રત્નોના ઢગલા મૂકાવી તેની માલિકી માટે અગ્નિ, કાચું પાણી અને વિજાતીયસ્પર્શ–વર્જનની ત્રણ શરતો મૂકી હતી. ભૂલથી એક બાળમુનિના હાથે ફેંકાયેલ કાજાની ધૂળ યુવરાજ વિશળદેવના મામા સિંહ ઉપર પડી ગઈ અને ક્રોધાવેશમાં આવેલ સિંહે પૌષધશાળાના પહેલા માળે જઈ બાળમુનિને તમાચો લગાવી દીધો. તે અપમાન અને આશાતનાથી ઉશ્કેરાયેલા જૈનો અને ખાસ વસ્તુપાળે હાકલ કરી મામાસિંહની હાથની આંગળીઓ કપાવી નાખી છતાંય રાજા વસ્તુપાળનો વાળ વાંકો ન કરી શક્યો અને સૈનિકોએ પણ મંત્રી વસ્તુપાળને કેદ કરવાની આજ્ઞા અવગણી તલવાર વીસળદેવને સમર્પિત કરી દીધી હતી.
ખંભાત નગરીમાં પ્રભાવક સ્થંભનપાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક સોનીએ ચોરી ત્યારે ભગવાનની આશાતના દેખી આખાય નગરની શ્રાવિકાઓ-સાધ્વીઓ સાથે સકળ સંઘે ઉપવાસ આદરેલ. નવાબના હુકમથી દરેક ઘરની જડતી લેવાયેલ અને સોનીના કારનામા ખુલ્લા પડ્યા પછી જ ચતુર્વિધ શ્રીસંઘના ઉપવાસના પારણા કરાવાયેલ હતા.
આમ જૈનોની અહિંસા તે કાયરતાવાદ નથી, પણ થાય તેટલા સમાધાનથી ધર્મારાધના કરવી અને નાહકના ઝગડાટંટાથી બચી શાંતિ-સમાધિની સ્થાપના કરવા અમુક બાંધછોડ કરવી પડે છે. વધુમાં શ્રમણીઓની બહોળી સંખ્યા છતાંય સંયમજીવનથી પતન કે મર્યાદાઓના ભંગાણ જોવા નથી મળતા તેના મુખ્ય કારણમાં સાધ્વીગણમાં વ્યાપ્ત મજબૂત ધર્મશ્રદ્ધા તથા ધર્માચરણ છે.
વધુ સંખ્યામાં સાધ્વીઓના ભારતવર્ષના દૂરદૂર દેશોના વિચરણ વગેરેને કારણે તથા મહાનગરોમાં જ વધુ પડતી સ્થિરતાના કારણે કદાચ જૈન સમાજમાં સાધુભગવંતો કરતાંય સાધ્વીગણને માન-સન્માન ઓછા મળતા હશે પણ જૈનધર્મની પરંપરા બૌદ્ધો-બ્રાહ્મણો કે અનાર્યો કે અંગ્રેજોના ધર્મઝનૂન સમયે પણ ટકાવી રાખનાર સાધ્વીસંધ મુખ્ય છે.
( 5
00 ,
જO 5
P
: -
હે પુત્રા તારે દીક્ષા જ જો લેવી હોય તો એવું ચાગ્નિ પાળજે કે જેથી બીજી માતાની કુક્ષીએ તને જન્મવું ન પડે.
-દેવકી માતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org